Home /News /business /SMAM YOJANA: ખેત ઓજારો ખરીદવા સરકાર આપી રહી છે અધધ સબસીડી, જાણો કઈ રીતે અરજી કરવી
SMAM YOJANA: ખેત ઓજારો ખરીદવા સરકાર આપી રહી છે અધધ સબસીડી, જાણો કઈ રીતે અરજી કરવી
સરકાર ખેતીવાડીમાં વપરાતા સાધનો પર પણ સબસીડી આપી રહી છે. તેના માટે 'SMAM KISAN YOJANA' છે.
કેન્દ્ર સરકાર ખેડૂતો માટે SMAM YOJANA હેઠળ ખેતીવાડીના ઓજારો લેવા માટે સબસીડી આપી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાની સાથે ગરીબ ખેડૂતોની મદદ કરવાનો છે.
Agriculture Scheme: આપણે સૌવ જાણીએ છીએ કે દેશનું અર્થતંત્ર ખેતી આધારિત છે. લોકો સૌવથી વધારે ગામડા વિસ્તારમાં રહે છે. એટલે દેશનો વિકાસ ત્યારેજ થાય કે જયારે ખેતીને પ્રાધાન્ય મળે. દેશમાં બહું મોટો વર્ગ છે કે જે ખેતી સાથે જોડાયેલો છે. તેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશની આ મહત્વની આર્થિક ધરોહરને મજબૂત બનાવવા માટે સહાય આપી રહી છે.
સરકાર દ્વારા વિવિધ યોજનાઓ છે કે જેની મદદ્થી સારા એવા લાભો પ્રાપ્ત થઇ શકે છે. જેમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાશ સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે. સરકાર ખેતીવાડીમાં વપરાતા સાધનો પર પણ સબસીડી આપી રહી છે. તેના માટે 'SMAM KISAN YOJANA' છે. તો ચાલો જાણીએ તેના વિષે.
આ યોજના ખેડૂતો માટે ખુબજ આશારૂપ અને મહત્વપૂર્ણ છે. જેમાં ખાસ તો ખેતી માટેના ઓજાર સંબંધિત સહાય આપવામાં આવે છે. આ યોજના માટેની સહાય કેન્દ્ર સરકાર આપી રહી છે. તેમાં ખેત ઓજારો માટે 50% થી 80% સુધી સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મહિલા ખેડૂત પણ લઇ શકે છે. આ સિવાય મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતો ખેતીમાં વધુમાં વધુ ઓજારોનો ઉપયોગ કરતા થાય.
કોને લાભ મળવા પાત્ર
કેન્દ્ર સરકારનો એવો પ્રયાશ છે કે જે ખેડૂતો આર્થિક રીતે સદ્ધર નથી અને જેઓ ઓઝારો લેવા સમર્થ નથી તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે ખેડૂતો યોજનાનો લાભ મેળવવા માગે છે તેઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજનામાં મહત્તમ લાભ અનામત વર્ગને આપવામાં આવે છે. જેઓ અરજી કરે છે તેઓને સાધનો ખરીદવામાં સરળતા રહે છે.