Home /News /business /Agriculture Scheme: પશુપાલકો માટે સારા સમાચાર! હવે દેશમાં ઘાસચારાની અછત નહીં રહે, કેન્દ્રએ લીધો મોટો નિર્ણય

Agriculture Scheme: પશુપાલકો માટે સારા સમાચાર! હવે દેશમાં ઘાસચારાની અછત નહીં રહે, કેન્દ્રએ લીધો મોટો નિર્ણય

દેશમાં પશુપાલનના કામ સાથે જોડાયેલા લોકો માટે સારા સમાચાર છે. હવે તેમને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.

Government Scheme: સરકાર પશુપાલકોના હિટ માટે કામ કરી રહી છે. જેમાં ઘાસચારાના ભાવ વધારો અટકાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે 2020માં એફપીઓ સ્થાપવાની દરખાસ્ત કરી હતી.

    Gov. Agriculture Scheme: દેશમાં પશુપાલનના કામ સાથે જોડાયેલા લોકો માટે સારા સમાચાર છે. હવે તેમને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. દેશમાં ઘાસચારાની અછતને દૂર કરવા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રએ આ નાણાકીય વર્ષ દરમિયાન 100 ચારા કેન્દ્રિત ખેડૂત ઉત્પાદક સંગઠનોની સ્થાપના માટે અમલીકરણ એજન્સી તરીકે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડને નિયુક્ત કર્યા છે.

    આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસે કહ્યું 'આ સીમેન્ટ શેરમાં 73 ટકાની દમદાર કમાણી, ફટાફટ ખરીદો'

    વાસ્તવમાં, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે 2020માં ફીડ કેન્દ્રિત એફપીઓની સ્થાપનાની દરખાસ્ત કરી હતી. આ સાથે, ડેરી મંત્રાલયે કૃષિ મંત્રાલયને કેન્દ્રીય યોજના "10,000 નવા FPOsનું નિર્માણ અને પ્રોત્સાહન" હેઠળ આવા FPO ને મંજૂરી આપવા વિનંતી કરી હતી. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે ડેરી મંત્રાલયના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કર્યો અને તેને મંજૂરી આપી. આ પછી, આખરે 4 નવેમ્બરે કૃષિ મંત્રાલયે એક આદેશ જાહેર કર્યો.

    આ પણ વાંચોઃ 3 મહિનામાં 5 ટકાથી વધારે તૂટ્યો ઓટો શેર, તેમ છતાં શેરખાને આપી ખરીદવાની સલાહ, જાણો કેમ?

    100 FPO બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે


    વધુમાં આદેશમાં જણાવાયું છે કે “કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં સક્ષમ સત્તાધિકારીએ 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) ની રચના અને પ્રમોશન માટેની યોજના હેઠળ NDDB ને અમલીકરણ એજન્સી તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય FPO ચારા કેન્દ્રિત અને પશુપાલન પ્રવૃત્તિઓ ને પ્રોત્સાહન આપી શકે. તેમાં કહેવામાં આવ્યું છે કે NDDBને યોજના માર્ગદર્શિકા હેઠળ 2022-23 દરમિયાન 100 FPO સ્થાપવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે.


    કેન્દ્ર સરકારના આ નિર્ણયથી પશુ પાલકો ખુશ છે


    અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા મહિને ચારા સંકટ પર સમીક્ષા બેઠક બાદ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે સામાન્ય વર્ષમાં દેશમાં ચારાની અછત 12-15 ટકા, 25-26 ટકા અને 36 ટકા હોય છે. ખાધ મુખ્યત્વે મોસમી અને પ્રાદેશિક પરિબળોને કારણે છે. જો કે, ઘઉંના પાકમાં ઘટાડો અને ડીઝલની જેમ ઈનપુટ કોસ્ટમાં વધારો થવાને કારણે ઘાસચારામાં વર્તમાન ફુગાવો જોવા મળી રહ્યો છે. ઘાસચારા હેઠળનો કુલ વિસ્તાર પાક વિસ્તારના આશરે 4.6 ટકા સુધી મર્યાદિત છે અને છેલ્લા ચાર દાયકાથી તે સ્થિર છે. ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી પશુપાલકો ખુશ છે. તેમનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી ઘાસચારાની મોંઘવારી ઘટશે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Agricultural, Cattel, Farmers News, Government scheme

    विज्ञापन
    विज्ञापन