Agri Tips : આ સાત પદ્ધતિથી તમે ખેતીમાં લઈ શકો છો મસમોટું ઉત્પાદન, જાણો નિષ્ણાંત શુ કહે છે

પાકની ઉપજ વધારવા માટે સાત શ્રેષ્ઠ પદ્ધતિ

લોકો તાજા શાકભાજી અને ફળો ઈચ્છે છે. એમાં પણ જો પોતે ઉગાડ્યા હોય તો વાત અલગ જ હોય છે. જો તમારી પાસે પણ નાની-મોટી જમીન હોય તો તમે પોતે જ ખેતી કરી શકો છો. આ સાથે બમ્પર ઉત્પાદન પણ લઈ શકો છો

  • Share this:
નવી દિલ્હી : કોરોના કાળમાં લોકોનું ધ્યાન તંદુરસ્તી ઉપર કેન્દ્રિત થયું છે. જેથી લોકો તાજા શાકભાજી અને ફળો ઈચ્છે છે. એમાં પણ જો પોતે ઉગાડ્યા હોય તો વાત અલગ જ હોય છે. જો તમારી પાસે પણ નાની-મોટી જમીન હોય તો તમે પોતે જ ખેતી કરી શકો છો. આ સાથે બમ્પર ઉત્પાદન પણ લઈ શકો છો.

ન્યુઝ18 માટે સેફેસ્ટ (Safex)ના ફાઉન્ડર ડાયરેક્ટર એસકે ચૌધરીએ ખેતીમાં ઉપજ વધારવાની રીત અંગે જાણકારી આપે છે. તેમના મત મુજબ દરેક ખેડૂતે ટેકનોલોજી અને ખેતીની પદ્ધતિનો ઉપયોગ કરીને પોતાના પાકની ઉપજ વધારતી સર્વોત્તમ રીત શીખવી અત્યંત આવશ્યક છે. તો આજે તેમની પાસેથી પાકની ઉપજ વધારવા માટે સાત શ્રેષ્ઠ પદ્ધતિ અંગે જાણીએ.

વાવણી પહેલા બીજ તૈયાર કરવા

વાવણી પહેલા બીજ તૈયાર કરવા ખૂબ આવશ્યક છે. આ બાબત સમજવા માટે મગફળીનું ઉદાહરણ જુઓ. રોપતા માટે બીજ તૈયાર કરતા પહેલા થીયામેથોકસમ 30 એફએસ (શાઈનસ્ટાર પ્લસ) છાંટવાની ભલામણ કરવામાં આવે છે. જેથી બીજ કોટેડ થઈ શકે. આવું કરવાથી છોડને મજબૂત થવા અને માટીમાંથી વધુ સારા પોષણને શોષવામાં મદદ મળે છે. તે અંકુરણ અને પ્રારંભિક વૃદ્ધિના તબક્કા દરમિયાન છોડ પર તોળતા ખાતર સામે અસરકારક દવા તરીકે કામ કરે છે. આવા ઉત્પાદનોનો ઉપયોગ કરી ગુણવત્તાસભર પાક લઈ શકાય છે. જે માટે એડવાન્સ સ્ટેજમાં ઓછો ખર્ચ થાય છે.

સૂક્ષ્મ પોષક તત્વોનો સંતુલિત આહાર જરૂરી

પાકને પોષણ આપવા માટે ડીએપીનો ઉપયોગ કરતી વખતે ઓછા પ્રમાણમાં જરૂરી હોય તેવા વિવિધ સુક્ષ્મ પોષકતત્ત્વો પણ ધ્યાને લેવા જોઈએ. આ બાબત સારો પાક મેળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ સુક્ષ્મ પોષકતત્ત્વોમાં મુખ્યત્વે ઝીંક, બોરોનનો સમાવેશ થતો હોય છે. આ તત્વો જમીનમાં ફળદ્રુપતા વધારે છે. આ પોષકતત્વ આપવાની સાથે લાભ આપતા અન્ય પોષકતત્વને પણ ધ્યાનમાં લેવા જોઈએ. સંશોધન મુજબ ઝિંક 33%ની સરખામણીમાં ઝિંક 12% ડીએપી જેવા અન્ય ઉત્પાદનો સાથે પ્રતિક્રિયા આપતું ન હોવાથી હાઈ ગ્રેડ ઉત્પાદન છે. આ ઉપરાંત ઝીંક 12 %ની ખૂબ ઓછા પ્રમાણમાં જરૂરત હોય છે. જે ઝીંક 33 %ની સરખામણીમાં ઝડપથી શોષી લેવાય છે. જેથી આ ઉત્પાદનનો યોગ્ય ઉપયોગ થઈ શકે તે માટે સાવધાન રહેવું જોઈએ.

મજબૂત મૂળ સારા પાક માટેનો આધાર

પાકને મજબૂત મૂળ આપવા માટે જીબરેલીક એસિડ ખૂબ સારું છે. મજબૂત મૂળ પોષક તત્ત્વોને વધુ અસરકારક રીતે શોષવામાં મદદ કરે છે અને ઓવરઓલ શક્તિ પણ વધારે છે. જેથી મજબૂત મૂળ છોડ માટે અત્યંત લાભદાયક છે. કૃષિ પદ્ધતિઓમાં આ હાઈ-ગ્રેડના ઉત્પાદનોને સ્વીકૃત કરવા ઉચિત છે. આવું કરવાથી તે ઝડપથી અંકુરણ અને શ્રેષ્ઠ પાક તરફ દોરી જાય છે. તે રોગો સામે મક્કમતાથી ઉભા રહી છે અને ફૂલોની સંખ્યા વધારવામાં પણ મદદ કરે છે. તેનાથી પાક પણ વધુ વખત લઈ શકાય છે. છોડના વિકાસના પ્રારંભિક તબક્કે પાકની ઉપજમાં સુધારો કરવો શક્ય છે. ત્યારબાદ તે શક્ય નથી. તમે જીબરેલીક એસિડ ધરાવતા ગ્રેટ એક્સપર્ટ બાય સેફએક્સ જેવા ઉત્પાદનોનો ઉપયોગ કરી શકો છો. જે પાકની ઉપજ વધારવા માટે યોગદાન આપી શકે છે.

જીવાતને દૂર કરવી

પાકમાં રોગચાળાને નિયંત્રિત કરવા માટે પગલા લેવા જરૂરી હોય છે. મહામારી અને જીવાતના હુમલાને નિયંત્રિત કરવો હોય તો જીવાતના સ્થાનને જાણવું જરૂરી હોય છે. સામાન્ય સ્થળો પર દેખરેખ રાખવાની સલાહ આપવામાં આવતી હોય છે. આવા તબક્કામાં સતર્કતા આવશ્યક છે. તમે આ વિષય બાબતે ટોચના કૃષિ રાસાયણિક એન્ટરપ્રાઇઝ સેફએક્સની વેબસાઈટ પર સંપર્ક કરી શકો છે.

ગુણવત્તાનાવાળા દરેક ઉત્પાદનને ફક્ત જણાવાયેલા પ્રમાણમાં જ કસ્ટમાઇઝ કરવું જરૂરી છે. યોગ્ય પરિણામો મેળવવા માટે તમામ સૂચનોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. ખેતી માટે દાસકાઓથી બોલાતી કહેવત યાદ રાખો, જલ્દી નિયંત્રણ મોડા પગલા કરતા હંમેશા વધુ સારું છે.

નિષ્ણાંતોની સલાહ લો

જો તમને કન્ફ્યુઝનનો અનુભવ થાય તો કૃષિક્ષેત્રના પ્રમાણિત નિષ્ણાંતોનો સંપર્ક કરવો જોઈએ. જે તમારી શંકા-કુશંકાને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ તજજ્ઞો ખેતી સાથે સંબંધિત અનેક બાબતોની મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે. જેમાં છોડને નડતી રહસ્યમય બીમારી, પાકને જોખમમાં મૂકી શકે તેવી અજાણી જીવાત સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

તમે હાઇલી એજ્યુકેટેડ અને કુશળ વિશેષજ્ઞોનો સંપર્ક કરી શકો છો. તેઓ તમને કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત તમામ સમસ્યાઓ બાબતે જાણકારી આપી શકે છે. આવા સમયે સહાયતા અને બહુમૂલ્ય માર્ગદર્શન મેળવવા માટે આપ સેફેકસ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકો છો અને ખેતી સાથે સંકળાયેલી તમામ બાબતોનો ઉકેલ મળશે.

પાક રોટેશન સફળતાની ચાવી છે

પાકનું રોટેશન ખૂબ મહત્વનું છે. તેનાથી માટી ફરીથી જીવંત થાય છે અને વારંવાર એક જ પાક લેવાના કારણે જમીન પર પડતું વધારાનો દબાણ દૂર કરી શકાય છે. પરિણામે જમીનને શ્વાસ લેવામાં મદદ મળશે. કેટલાક પાક માટીમાંથી પોષક તત્વોને શોષતા હોય છે. બીજી તરફ કેટલાક પાક તેને જોડે છે. જેથી અલગ અલગ પાકની ખેતી માટે પોષકતત્વોથી ભરપૂર માટી તૈયાર કરવાના બંને પાસાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. જે માટીને વ્યવસ્થિત રીતે પોષણ આપવામાં સહાયક સાબિત થશે.

કાર્યક્ષમતા વધારતા એજન્ટ

પાણીમાં ફેલાવાની ક્ષમતા સીમિત હોય છે અને દવાનો છંટકાવ પાંદડાના અમુક ભાગમાં જ થાય છે. આવી સ્થિતિમાં છંટકાવને અસરકારક બનાવવા માટે સેફેકસના તજજ્ઞો ખેડૂતોને વેલવેટ જેવા ભીના અને ફેલાઈ જનાર એજન્ટોના શ્રેષ્ઠ ઉપયોગની સલાહ આપે છે. આવી રીતે પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી પાણીની સપાટીનો તણાવ ઓછો થાય છે અને ફેંલાવાનો દર 10 ગણો વધુ અસરકારક બને છે. જેથી હવે એક સરખા પ્રમાણમાં દવા સાથે આખા પાંદળમાં ફેલાઈ જાય તે સુનિશ્ચિત કરવું શક્ય થયું છે. આવી રીતે પાંદડાંનું સતત એપીડર્મલ લેયરિંગ તેને અલગ અલગ પ્રકારની જીવાતથી બચાવ થશે. પરિણામે ખેડૂતોનો પ્રયાસ અને ખર્ચ ઘટશે.
First published: