Home /News /business /ખેડૂતો ખુશખુશાલ...સરકારની મોટી જાહેરાત, સરકાર આ યોજના ખેડૂતો માટે ચાલુ જ રાખશે
ખેડૂતો ખુશખુશાલ...સરકારની મોટી જાહેરાત, સરકાર આ યોજના ખેડૂતો માટે ચાલુ જ રાખશે
તમે માહિતી આપી દઈએ કે, ખેડૂતોને કેસીસી દ્વારા 3 લાખ રૂપિયાની ઓછા વ્યાજદરની લોન મળે છે. ખેતી, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મધમાખી ઉછેર અથવા આ લગતી તમામ પ્રવૃત્તિ માટે સરકાર બેન્કોને સબસીડી આપી રહિ છે.
PM Kisan Yojana: કેન્દ્ર સરકાર ખેડૂતોને ક્રેડિટ કાર્ડ વડે સહાય આપી ખેતી અને સંબંધિત અન્ય કાર્ય માટે 3 લાખની ટૂંકા સમયની સહાયક લોન પર વ્યાજ સહાયતા આપી રહી છે. તે હવે વધુ એક વર્ષ માટે ચાલુ રાખવામાં આવશે..
Agriculture Scheme Continue by Gov: કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન થઇ રહી છે. જો તમે એક ખેડૂત છો તો તમારા માટે એક ખુશખબરી છે. સરકાર પીએમ કિસાન સમ્માનનીધીનો 13 મો હપ્તો અને લોકસભા ઈલેક્શન 2024 પહેલા કરોડો ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે. સરકારની આ જાહેરાતનો ફાયદો દેશના 14 કરોડ ખેડૂતને મળશે. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે વર્તમાન અને આવનારા નાણાકીય વર્ષ માટે ક્રેડિટ કાર્ડ દ્વારા ત્રણ લાખ સુધીની ટૂંકા સમયની લોન માટેની વ્યાજ સહાયતા યોજનાને ચાલુ રાખવાની વાત કરી છે.
તમે માહિતી આપી દઈએ કે, ખેડૂતોને કેસીસી દ્વારા 3 લાખ રૂપિયાની ઓછા વ્યાજદરની લોન મળે છે. ખેતી, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મધમાખી ઉછેર અથવા આ લગતી તમામ પ્રવૃત્તિ માટે સરકાર બેન્કોને સબસીડી આપી રહિ છે. આ યોજના મુજબ ખેડૂતોને એકદમ ઓછા એટલેકે 7% ના દરે લોન મળી રહી છે.
સમયસર પરત કરવા પર મળે છે વધુ
સમયસર લોનનું રિપેમેન્ટ કરનાર ખેડૂતોને સરકાર દ્વારા દર વર્ષે 3% વધુ વ્યાજ આપવામાં આવશે. આ લોન મુજબ ખેડૂતોએ 4% વાર્ષિક વ્યાજ આપવાનું હોય છે. આરબીઆઈએ જાહેર કરેલા પત્ર મુજબ લોન આપનારી સંસ્થાઓ માટે વર્ષ 2022-23 અને 2023-24 માટે વ્યાજ છૂટ 1.5% હશે.વર્ષ 2021-22 મા આ સહાયતા રકમ 2% હતી.
આ માહિતી એવા સમયે આપવામાં આવી છે કે જયારે 10 કરોડથી પણ વધુ ખેડૂતો પીએમ કિસાનના 13 મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે ખેડૂતોને સસ્તા ભાવે ખાતર આપવા માટે 2.5 લાખ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ સાથે પીએમએ એ પણ કહ્યું હતું કે સરકારે આ ક્ષેત્રે છેલ્લા 8 વર્ષ દરમ્યાન 10 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર