Agriculture Budget Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પોતાનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું છે. તેની સાથે જ તેઓ દેશના પ્રથમ એવા મહિલા થઈ ગયા છે, જેમે સામાન્ય બજેટ 5 વખત રજૂ કર્યું હોય. આજે સવારે 11 કલાકથી દેશ માટે બજેટ રજૂ થવાનું શરુ થઈ ગયું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે એગ્રીકલ્ચર સેક્ટર માટે બજેટમાં ખાસ જોગવાઈ કરી છે. તેમણે કહ્યું કે, ભારત દુનિયામાં સૌથી વધારે કૃષિ ઉત્પાદકવાળો દેશ છે. સરકાર હૈદરાબાદના ઉત્કૃષ્ઠતા કેન્દ્ર તરીકે પ્રોત્સાહન આપશે.
પીએમ મત્સ્ય યોજનાની સરકાર શરુઆત કરવા જઈ રહી છે. જેના માટે 6000 કરોડ રૂપિયાનું સરકાર રોકાણ કરશે. માછીમારો માટે સ્પેશિયલ પેકેજ પણ સરકાર આપશે. સરકાર સહકારિતા મોડલને પ્રોત્સાહન આપી રહી છે. ખેડૂતોને 20 લાખ કરોડની લોન આપશે તથા તેને ડિજિટલ ટ્રેનિંગ આપશે. એક વર્ષ સુધી ખેડૂતોને લોનમાં છુટ મળશે. તેના પર કોઈ વ્યાજ નહીં લાગે. યુવાનો માટે પીએમ વિશ્વકર્મા યોજનાની પણ શરુઆત કરશે.
ગત વર્ષે 1.40 લાખ કરોડની થઈ હતી ફાળવણી
ફાઈનાન્સિયલ વર્ષ 2022-23 માટે કૃષિ ક્ષેત્રે સરકાર તરફથી 1.40 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જો કે, 2021-22ના અનુમાનથી ખૂબ વધારે છે. આપને જણાવી દઈએ કે, હાલના સમયમાં સીમાંત ખેડૂતોને ક્રેડિટ કાર્ડ પર 10,000થી 50,000 સુધીની લોન ખૂબ જ ઓછા વ્યાજદરે મળે છે. જ્યાં ખેડૂતો આ રૂપિયા ખાતર, બિયારણ, સાધનોની ખરીદી કરી શકે. બીજી તરફ વિતેલા વર્ષોમાં ખાતરની કિંમતમાં પણ ઘણો વધારો થયો છે.
કૃષિ સેક્ટર માટે સ્ટાર્ટ અપ ફંડ
કૃષિમાં સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ પર ભાર આપવાની સાથે નાબાર્ડના માધ્યમથી મિશ્રિત રકમવાળા ફંડની સુવિધાનું એલાન છેલ્લા બજેટમાં કેન્દ્ર સરકારે કર્યું હતું. સહ નિવેશ મોડલ અંતર્ગત એકઠી કરવામાં આવેલ નિધિનો ઉદ્દેશ્ય કૃષિ અને ગ્રામિણ ઉદ્યમમાટે સ્ટાર્ટઅપનો વિત્તપોષણ કરવાનું છે, જે કૃષિ ઉપજ મૂલ્ય સીરિઝ માટે પ્રાંસગિક છે. આ સ્ટાર્ટઅપની ગતિવિધિઓમાં અન્ય વાતોની સાથે સાથે કૃષિ સ્તર પર ભાડાના આધાર પર ખેડૂતોને મશીનરી અને એફપીઓ માટે આઈટી આધારિત સમર્થન સહિત ટેકનોલોજી સામેલ હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર