Home /News /business /ફેડ દ્વારા વ્યાજ દરોમાં વધારાના સંકેત મળતાં જ US માર્કેટમાં ધબડકો, સ્થાનિક બજાર પર દેખાશે અસર

ફેડ દ્વારા વ્યાજ દરોમાં વધારાના સંકેત મળતાં જ US માર્કેટમાં ધબડકો, સ્થાનિક બજાર પર દેખાશે અસર

યુએસ ફેડ રિઝર્વના પ્રમુખ જેરોમ પોવેલે કહ્યું વ્યાજ દરોમાં થશે વધારો

US Fed Likely To Hike Rate: અમેરિકાની અર્થવ્યવસ્થાના આંકડાઓ દર્શાવે છે કે મજબૂતી જોવા મળી રહી છે. જેના કારણે ફેડને શંકા છે કે મોંઘવારી વધી શકે છે. જેને કાબૂમાં રાખવા માટે વ્યાજ દરોમાં વધારો કરી શકે છે.

અમેરિકી અર્થતંત્રના તાજેતરના આંકડાઓ પછી બજાર જે અપેક્ષા રાખતું હતું તેની શક્યતાઓ બનવા લાગી છે. વાસ્તવમાં, ફેડરલ રિઝર્વના વડાએ નિવેદન આપ્યું છે કે વ્યાજ દરો અગાઉના અંદાજ કરતાં વધુ ઝડપથી વધારી શકાય છે. આ નિવેદન આવતાની સાથે જ અમેરિકન બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે સ્થાનિક બજાર પર તેની અસર જોવા મળે તેવી પૂરી શક્યતા છે. જે મંગળવારે હોળી નિમિત્તે બંધ હતા.

આ પણ વાંચોઃ બસ એક ક્લિકમાં 50 હજાર રુપિયાનો ટેક્સ બચાવી આપે છે આ ટ્રિક

શું કહ્યું ફેડરલ રિઝર્વના વડાએ


યુએસ સેનેટ બેંકિંગ કમિટિ સમક્ષ સુનાવણી દરમિયાન ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલે કહ્યું કે તાજેતરના આર્થિક ડેટા અપેક્ષા કરતા વધુ મજબૂત છે. જે દર્શાવે છે કે દરોમાં વર્તમાન વધારાનું ઉપરનું સ્તર અગાઉના અનુમાન કરતાં વધુ હોઈ શકે છે. તેમજ તેમણે કહ્યું કે જો એવું લાગે છે કે ફુગાવાને નિયંત્રિત કરવા માટે વધુ કડક પગલાં લેવા જોઈએ, તો ફેડરલ રિઝર્વે પહેલા કરતા વધુ ઝડપથી અને ઊંચા સ્તરે દર વધારવો પડશે.

આ પણ વાંચોઃ પેપ્સી-કોકાકોલા નહીં આ છે દેશની સૌથી જૂની કોલ્ડ્રિંક કંપની, અંગ્રેજોના ઝગડાના કારણે શરું થઈ હતી

યુએસ બજારોમાં ઘટાડો


આ સમાચાર બાદ અમેરિકન બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. સમાચાર લખાયાના સમયે S&P 500 લગભગ 1.53 ટકા ઘટ્યો હતો, જ્યારે Nasdaq અને Dow Jones માં પણ અનુક્રમે 1.25 ટકા અને 1.72 ટકાનું નુકસાન જોવા મળ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ બજાર હવે આ મહિને અડધા ટકાની વૃદ્ધિને નિશ્ચિત તરીકે વિચારી રહ્યું છે. આ સમાચાર બાદ સૌથી વધુ નુકસાન ફાઈનાન્શિયલ સેક્ટરના શેરોમાં જોવા મળી રહ્યું છે.



(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Share market, US Market

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો