નિર્મલા સીતારમણે કહ્યું, હાલ રોજગારના આંકડા જણાવીશ તો રાહુલ 15 મહિના બાદ સવાલ પૂછશે!

News18 Gujarati
Updated: February 10, 2020, 1:25 PM IST
નિર્મલા સીતારમણે કહ્યું, હાલ રોજગારના આંકડા જણાવીશ તો રાહુલ 15 મહિના બાદ સવાલ પૂછશે!
નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Photo PTI)

રાહુલ ગાંધીએ ટીકા કરતાં કહ્યું હતું કે, નિર્મલા સીતારમણનું ભાષણ લાંબું હતું, પરંતુ બજેટમાં યુવાઓ માટે કંઈ નથી

  • Share this:
નવી દિલ્હી : મોદી સરકાર 2.0નું બીજું બજેટ (Budget 2020) 1 ફેબ્રુઆરીએ રજૂ થઈ ચૂક્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ આ બજેટને રોજગાર વધારનારું ગણાવ્યું. જોકે, તેઓએ પોતાના બજેટ ભાષણમાં એવું નથી જણાવ્યું કે કેવી રીતે અને કેટલી રોજગારી આપવામાં આવશે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ બજેટને લઈ નાણા મંત્રી પર નિશાન પણ સાધ્યું હતું. રાહુલે કહ્યું હતું કે, નિર્મલા સીતારમણનું ભાષણ તો લાંબું હતું, પરંતુ બોલ્યા કંઈ નહીં. બજેટમાં યુવાઓ માટે કંઈ નથી. હવે નિર્મલા સીતારમણએ એક ઇન્ટરવ્યૂમાં તેનો જવાબ આપ્યો છે.

હિન્દી અખબાર દૈનિક ભાસ્કરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં નાણા મંત્રીએ બજેટ પર પોતાનો વાતો રજૂ કરી. બજેટમાં રોજગારી વધારવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ કોઈ સ્પષ્ટ આંકડા કેમ નથી આપવામાં આવ્યા? આ સવાલના જવાબમાં નાણા મંત્રીએ કહ્યું કે, એ સાચું છે કે રોજગારીનો કોઈ આંકડો નથી આપવામાં આવ્યો. તમે જે આંકડા માંગી રહ્યા છો તે આજે જણાવવો કઠિન છે. માની લો કે આજે હું આંકડો બોલું છું- એક કરોડ. પછી 15 મહિના બાદ રાહુલ ગાંધી પૂછશે કે તમે એક કરોડ નોકરીઓનું કહ્યું હતું- શું થયું?

આગળની સ્થિતિ જોઈને જણાવશે આંકડો

નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું કે, જોકે હું આજે એક આંકડો આપી શકું છું. તેમ છતાંય ત્રણ-ચાર મહિનામાં સ્થિતિના આકલન બાદ કોઈ આંકડો જણાવવા માંગીશે. પછી તેના બે-ત્રણ મહિના બાદ વધુ આંકડા જણાવવાની સ્થિતિમાં હોઈશ. આ બધું એક પ્રોસેસનો મામલો છે.

ઇન્કમ ટેક્સના બે ફોર્મેટ આ કારણે રાખ્યા

ઇન્કમ ટેક્સના બે ફોર્મેટ રાખવાથી લોકોમાં અસમંજસ છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે તેનાથી બચત પર અસર પડશે. આ સવાલ પર નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, અત્યાર સુધી જેટલી પણ સરકારો આવી, તે ટેક્સ સિસ્ટમમા્ર છૂટ પર છૂટ વધારતી ગઈ. છૂટનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. દુનિયાના કોઈ પણ પ્રગતિશીલ દેશમાં આવી ટેક્સ સિસ્ટમ નથી. તેનાથી આગળ જતાં દેશને નુકસાન જ થાય છે. તેઓએ વધુમાં કહ્યું કે અમે આ દિશામાં પગલાં પણ ઉઠાવવાના હતા અને લોકો પર દબાણ પણ નહોતું કરવું, તેથી ટેક્સપેયર્સની સામે બે વિકલ્પ મૂક્યા છે.નોંધનીય છે કે, બજેટ 2020માં સૌથી મોટી જાહેરાત ઇન્કમ ટેક્સ ભરવાના બે વિકલ્પોની રહી. જૂની વ્યવસ્થાની સાથે ટેક્સ સ્લેબના નવા દરોની જાહેરાત કરવામાં આવી. 5 લાખ સુધીની આવકને જૂની વ્યવસ્થાની જેમ નવી વ્યવસ્થામાં કોઈ ટેક્સ નહીં આપવો પડે. જ્યારે નવા ટેક્સ સ્લેબમાં 5 લાખથી 7.50 લાખ આવકવાળાઓએ 10 ટકા ટેક્સ આપવો પડશે. નવી વ્યવસ્થામાં 3 અન્ય સ્લેબમાં પણ ટેક્સ ઘટાડવામાં આવ્યો, પરંતુ તેના માટે આપને લગભગ 70 પ્રકારની છૂટ છોડવી પડશે.

આ પણ વાંચો, Budget 2020: બજેટના દિવસે નિર્મલા સીતારમણે પીળી રંગને સાડી કેમ પહેરી?

First published: February 3, 2020, 11:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading