Home /News /business /ખુશખબર! ચૂંટણી બાદ સ્ટાર રેટિંગથી બનશે સ્માર્ટ ઘર, 40% વીજળીની થશે બચત

ખુશખબર! ચૂંટણી બાદ સ્ટાર રેટિંગથી બનશે સ્માર્ટ ઘર, 40% વીજળીની થશે બચત

પ્રતિકાત્મક તસવીર

અગામી દિવસોમાં દરેક પ્રકારના હાઉસિંગ પ્રોજેક્ટ માટે સ્ટાર રેટિંગ જરૂરી બનાવવામાં આવશે.

ચૂંટણી બાદ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે ઉર્જા મંત્રાલય સ્ટાર રેટિંગ પ્રોગ્રામ લાગૂ કરવાની તૈયારીમાં છે. સૂત્રો અનુસાર, તેના માટે પાવર મિનિસ્ટ્રીની એનર્જી એફિશિએન્સી બ્યૂરોએ બિલ્ડરો સાથે વાતચીત પણ શરૂ કરી દીધી છે. સૂત્રો અનુસાર, અગામી મહિને આના પર ઔપચારીક કરારની આશા છે. સરકારે આ પ્રોગ્રામ ફેબ્રુઆરીમાં લોન્ચ કર્યો હતો. પ્રોગ્રામ માટે અત્યાર સુધીમાં માત્ર સીપીડબલ્યૂ સાથે કરાર થયો છે.

પાવર મિનિસ્ટ્રીએ રેસિડેન્શિયલ ઘરો માટે સ્ટાર રેટિંગ પ્રોગ્રામ લાગૂ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી દીધી છે. દરેક પ્રકારના ગ્રુપ હાઉસિંગ માટે સ્ટાર રેટિંગ જરૂરી બનાવવાની યોજના છે. ડેવલપર સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે. ચૂંટણીના કારણે કામ રોકાયેલું હતું. તમને જણાવી દઈએ કે, સરકારે એનર્જી અફિશિએન્શી હેઠળ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે પણ સ્ટાર રેટિંગ પ્રોગ્રામ શરૂ કર્યા હતા, પરંતુ ચૂંટણીના કારણે તેને લાગૂ નહોતા કરી શકાયા. અગામી દિવસોમાં દરેક પ્રકારના હાઉસિંગ પ્રોજેક્ટ માટે સ્ટાર રેટિંગ જરૂરી બનાવવામાં આવશે.

40 ટકા સુધી ઓછી ખપત થશે વીજળી
સ્ટાર રેટિંગવાળા ઘરોમાં વીજળીની ખપત ઓછી થશે. સ્ટાર રેટિંગવાળા ઘરોમાં 35-40 ટકા વીજળી ઓછી ખર્ચ થવાનું સંભવ છે. આમાં મેન્ટેનન્સ ખર્ચાઓમાં પણ લગભગ 20 ટકા ઘટાડો આવશે. સ્ટાર રેટિંગ પ્રોગ્રામને દરેક નવા પ્રોજક્ટ માટે જરૂરી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

10 ટકા સુધી મોંઘા થઈ શકે છે ઘર
સ્ટાર રેટિંગ ઘરોમાં અલગ પ્રકારનું આર્કિટેક્ટ, ડિઝાઈન અને અલગ પ્રકારના મટેરિયલ્સનો ઉપયોગ થશે. તેથી ઘરોની કિંમત સ્ટાર રેટિંગના આધારે નક્કી થશે. સ્ટાર રેટિંગવાળા ઘરની કિંમતોમાં 10-12 ટકાનો વધારો થઈ શકે છે. પરંતુ, લોન્ગ ટર્મમાં હોમ બાયર્સ માટે આ ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે.

જો કોઈ વ્યક્તિ પોતાનું ખુદનું ઘર બનાવવા માંગે છે તો તેને પણ સરકાર મદદ કરશે. બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સીએ તેના માટે એક અલગ પ્લેટફોર્મ શરૂ કર્યું છે, જ્યાંથી આવા હોમ બાયર્સ માટે મદદ કરી શકાશે.
First published:

Tags: After, Lok Sabha Election

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો