Home /News /business /મોદી સરકારની જાહેરાત બાદ આ 8 બેન્કોમાં બમ્પર નોકરી, 10% અનામતનો મળશે લાભ

મોદી સરકારની જાહેરાત બાદ આ 8 બેન્કોમાં બમ્પર નોકરી, 10% અનામતનો મળશે લાભ

વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

મોદી સરકારે રોજગારને વધારવા માટે વધુ આઠ બેન્કોને પીએસીએથી બહાર કરવાનો ઇશારો કર્યો છે.

    ન્યૂઝ18 ગુજરાતીઃ લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે પોતાનું અંતરિમ બજેર રજૂ કર્યું છે. બજેરમા નાણાંમંત્રી પીયુષ ગોયલે જે પ્રકારે યોજનાઓને લીલીઝંડી આપી છે. એ પ્રકારે નક્કી છે કે, આવનારા સમયમાં બમ્પર નોકરી ઊભી થશે. મોદી સરકારે રોજગારને વધારવા માટે વધુ આઠ બેન્કોને પીએસીએથી બહાર કરવાનો ઇશારો કર્યો છે. મોદી સરકારના આ નિર્ણયથી બેન્ક પોતાની શાખાઓ વધારી શકશે. બેન્કોની શાખાઓ વધવાની સાથે જ બમ્પર નોકરીઓ ઊભી થશે. અને બેરોજગારોને નોકરી મળશે.

    નાણામંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, આરબીઆઇ (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા)એ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઓબીસી (ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ)ને પીએસીએ (પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન)માંથી પહેલાથી જ બહાર રાખી છે. હવે અમે વધુ આઠ બેન્કોને આનાથી બહાર કરીશું. જેનો ફાયદો સીધી રીતે રોજગારને વધારો મળશે. ઉલ્લેખનીય છે કે, આ સરકારી બેન્કોને આરબીઆઇએ પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) અંતર્ગત લાવી દીધી હતી. પીએસીએમાં સામેલ બેન્કોની હાલત જ્યાં સુધી નહીં સુધરે કે ત્યા સુધી આ કોઇ નવી લોન નહીં આપી શકે.

    આ પણ વાંચોઃ-ચૂંટણી પહેલા મોદી સરકારે વચગાળાનાં બજેટમાં કરી આ 10 મહત્વની જાહેરાતો

    હવે આ બેન્કોને પીસીએમાંથી બહાર થવા પર ગ્રાહકોને ભલે કોઇ અસર નહીં થાય. આ બેન્ક પોતાની શાખાઓનો વિસ્તાર કરી શકશે. સાથે જ નવી ભરતીઓ પણ શરૂ કરશે. આમ રોજગારની નવી તકો મળશે. કોઇ બેન્ક પીસીએમાં રાખવામાં આવતા તેના ગ્રાહકોને કોઇ ચિંતા કરવાની જરૂર નથી હોતી. કારણ કે આરબીઆઇના બાસેલ માપંદડ અનુસાર બેન્કો નાણાકિય સ્થિતિને સારી રાખવા માટે પીસીએ ફ્રેમવર્ક બનાવે છે. જેનાથી બેન્ક પોતાના નાણાંનો સદઉપયોગ કરીશકે છે અને જોખમનો સામનો કરવા માટે તૈયાર રહે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: PIyush Goyal, Union Budget 2019

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन