Home /News /business /Petrol Price Today : કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડ્યો, જાણો નવી કિંમત
Petrol Price Today : કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડ્યો, જાણો નવી કિંમત
state governments also reduced the VAT on petrol diesel
મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેરળની સરકારોએ સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ પર વેટ 2.08 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 1.44 રૂપિયા પ્રતિ લિટર ઘટ્યો છે.
બે દિવસ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાનાં કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં (Petrol-diesel price) મોટો ઘટાડો જોવા મળ્યો હતો. હવે ઘણા રાજ્યોએ વેટમાં ઘટાડો કરીને સામાન્ય જનતાને વધુ રાહત આપી છે. કેન્દ્ર અને રાજ્યોની આ પહેલથી સામાન્ય માણસે રાહતનો શ્વાસ લીધો છે.
મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેરળની સરકારોએ સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ પર વેટ 2.08 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 1.44 રૂપિયા પ્રતિ લિટર ઘટ્યો છે. ઉદ્ધવ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાથી રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 2,500 કરોડનું નુકસાન થશે.
બીજી તરફ રાજસ્થાન સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. અહીં પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 2.48 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 1.16 નો વેટ ઘટાડવાનું કહેવામાં આવ્યું હતું. અગાઉ કેરળ સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનો પર વેટમાં ઘટાડો કર્યો હતો. કેરળમાં વેટમાં રૂ. 2.41 અને ડીઝલ પર રૂ. 1.36 પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
અગાઉ, પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી, તેલ કંપનીઓએ 22 માર્ચ 2022 થી 6 એપ્રિલ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો હતો. પરંતુ 6 એપ્રિલ પછી ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. ઓઈલ કંપનીઓએ કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. હવે ફરી એકવાર કેન્દ્ર અને રાજ્યો દ્વારા સામાન્ય માણસને મોટી રાહત આપવામાં આવી છે.