Home /News /business /

Stock Market: પરિણામ બાદ ક્યા સ્ટોક પર વરસશે બજારનો પ્રેમ, કોણે કમાણીની આશા જગાવી?

Stock Market: પરિણામ બાદ ક્યા સ્ટોક પર વરસશે બજારનો પ્રેમ, કોણે કમાણીની આશા જગાવી?

શેરબજાર એક્સપર્ટ્સના આ ડાર્લિંગ સ્ટોકમાં રોકાણ કરીને તમે પણ ફાયદો મેળવી શકો છો.

Stock Market Update: હાલ બજારમાં પરિણામની સીઝન ચાલી રહી છે. આ દમરિયાન જુદા જુદા એક્સપર્ટ્સ મુજબ કેટલાક એવા સ્ટોક છે જે તેમના ડાર્લિંગ સ્ટોક છે. ડાર્લિંગ એટલે કે પ્રિય સ્ટોક આ શેરમાં તેમને તગડો નફો મેળવવાની આશા છે અને નિષ્ણાતોએ આ માટે આવા શેર્સને જુદા જુદા પેરમીટર્સ પર ચકાસ્યા પણ છે. તો આવો જાણીએ આવતીકાલથી શરું થતા નવા સપ્તાહમાં તમે ક્યા શેર પર દાવ લગાવી શકો છો.

વધુ જુઓ ...
  મુંબઈઃ ડાર્લિંગ એટલે પ્રિય, આંખોના તારા, આપણે હંમેશા પોતાના ખૂબ જ ગમતા વ્યક્તિને જ ડાર્લિંગ અથવા પ્રિય તરીકે બોલાવીએ છીએ, કારણ કે આપણને તેમના પર ખૂબ જ ભરોસો હોય છે. હવે તમને થશે કે અહીં શેરબજારની વાતમાં આ પ્રેમની વાત કેમ આવી ગઈ તો વાત જાણે એવી છે આ પ્રેમ છે પરંતુ તે સ્ટોક્સ અથવા તો શેર સાથેનો પ્રેમ છે. શેરબજારના નિષ્ણાતોના પણ કેટલાક ડાર્લિંગ સ્ટોક હોય છે અને તેને અનુલક્ષીને જ અમારા સહયોગી સીએનબીસી અવાઝે એક લિસ્ટ તૈયાર કર્યું છે જેમાં નિષ્ણાતોના આવા ડાર્લિંગ સ્ટોકનો સમાવેશ કરવામાં આવ્યા છે. જે તમારા પોર્ટફોલિયો માટે પરફેક્ટ મેચ બની શકે છે અને પરિણામની આ સીઝનમાં તમને સારી એવી કમાણી કરાવી શકે છે. આ સ્ટોકને નિષ્ણાતના ડાર્લિંગ સ્ટોક એટલા માટે કહેવાય છે કેમ કે એક્સપર્ટ્સે આવા સ્ટોક્સને પોતાની રીતે દરેક કસોટી પર ચકાસ્યા હોય છે અને ત્યાર બાદ જો તમને થાય કે તે તગડું રિટર્ન આપી શકે છે તો તેઓ આ સ્ટોકનું સૂચન કરતા હોય છે.

  લાંબી ગણતરી હોય તો આવા કરોડપતિ બનાવનાર શેર ખરીદો, 20 વર્ષમાં રુ.1 લાખના કર્યા રુ.2 કરોડ

  અમારા સહયોગી સીએનબીસી અવાઝના ખાસ શો માર્કેટ એક્સપર્ટ્સમાં અંબરીશ બાલિગા અને સુદીપ બંદોપાધ્યાય આ વખતે જોડાયા હતા અને તેમણે પોતાના પસંદના ડાર્લિંગ સ્ટોક સુઝાડ્યા હતા. જેમાં પોઝિશનલ ખરીદદારી કરીને તમે આવનારા સમયમાં મોટી કમાણી કરી શકો છો તેવું આ એક્સપર્ટ્સનું માનવું છે. તો શું તમારે પણ જાણવા છે આ ડાર્લિંગ શેર ક્યા ક્યા છે? તો ચાલો આવો શરું કરીએ એક બાદ એક આવા શેર વિશે જાણવાનું.

  માર્કેટ એક્સપર્ટ્સ સુદીપ બંદોપાધ્યાયના ડાર્લિંગ સ્ટોકઃ

  ICICI Bank

  સુદીપે કહ્યું કે તેમને આ સ્ટોક પસંદ છે. તેમાં દાવ લગાવવો જોઈએ. ગ્રોથ, માર્જિન અને એસેટ ક્વોલિટી તમામ પાસાઓ તપાસ્યા પછી દરેક મોરચે આ બેંક દમદાર પ્રદર્શન કરી રહી છે. એટલું જ નહીં બેંકની સબ્સિડરીનું પણ પ્રદર્શન ખૂબ સારું છે.

  L&T

  સુદીપ આ સ્ટોક પર દાવ લગાવવાનું કહેતા જણાવે છે કે મજબૂત ઓર્ડર બુક અને પોતાના ઓનગોઈંગ પ્રોજેક્ટ પર કંપની જે ઝડપથી કામ કરે છે તે જોતા આગામી સમયમાં કંપનીનો પ્રોફિટ ખૂબ સારો રહી શકે છે. તેમજ તેની સબ્સિડરીનું પ્રદર્શન અને રિટર્ન રેશિયો પણ ખૂબ સારો જોવા મળી રહ્યો છે.

  Tata Steel

  સુદીપ બંદોપાધ્યાયનો અન્ય એક ડાર્લિંગ સ્ટોક સ્ટીલ સેક્ટરનો છે. તેમણે કહ્યું કે આગામી સમયમાં સ્ટીલની માગ વધવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટમાં પ્રોડક્શન ખર્ચ ઓછો થયો છે. જ્યારે દેશમાં ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર પર ખર્ચ વધવો અને કેપેક્સથી કંપનીને ફાયદો મળી રહ્યો છે. જેથી તેઓ આ સ્ટોકમાં પણ રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે.

  વર્ષ 2022ના બાકીના 6 મહિનામાં રોકાણકારો માટે Stock Market ખુશીઓની લહેર લઈ આવશે

  સુદીપ બંદોપાધ્યાયની જેમ માર્કેટ એક્સપર્ટ અંબરીશ બાલિગાએ પણ પોતાના ડાર્લિંગ સ્ટોકનું લિસ્ટ આપ્યું હતું. જે આ મુજબ છે.

  TCS

  અંબરીશે પોતાના ડાર્લિંગ સ્ટોકની શરુઆત આઈટી સેક્ટરની આ દિગ્ગજ કંપનીથી શરું કરી છે. ટીસીએસના શેરે સતત દમદાર પ્રદર્શન કર્યં છે અને આગળ પણ આ પ્રદર્શન ચાલુ જ રહેશે તેવું અંબરીશનું માનવું છે. અંબરીશે કહ્યું કે આ સ્ટોકમાં 25 ટકાથી વધારે માર્જિન દેખાઈ રહ્યું છે. જ્યારે 10 ટકાથી વધુ આ શેરનો રિટર્ન રેશિયો છે અને કંપનીમાં મજબૂત કેશ ફ્લો જોવા મળી રહ્યો છે. સાથે જ કંપનીની એટ્રિશનની સમસ્યા પૂર્ણ થતી જોવા મળી રહી છે.

  HUL

  આઈટી સેક્ટર બાદ અંબરીશે પોતાના ડાર્લિંગ સ્ટોકમાં એફએમસીજી સેક્ટરના HUL પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે. તેમણે આ શેર પર દાવ લગાવતા કહ્યું કે કંપનીમાં મજબૂત વોલ્યુમ ગ્રોથ નજર આવે છે. તેના પ્રોડક્ટ્સની ગ્રામીણ ક્ષેત્રોમાં માગ વધવાની શક્યતા છે. ત્યારે કંપનીના ચોપડે ખર્ચ અને માર્જિનનું દબાણ ઘટતું જોવા મળી રહ્યું છે. તેના GSK પોર્ટફોલિયોનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે.

  Business Idea: નોકરી સાથે શરું કરો આ પાર્ટ ટાઈમ બિઝનેસ, તમારા નાના-મોટા ખર્ચા નીકળી જશે

  Dr. Reddy's

  અંબરીશે પોતાના ડાર્લિંગ સ્ટોકના લિસ્ટમાં ત્રીજો સ્ટોક ફાર્મા સેક્ટરનો જોડ્યો છે. જે ડો. રેડ્ડીઝ છે, આ ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની છે જેના પર તેમણે દાવ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આ કંપનીએ તમામ જિયોગ્રાફીમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તેની સાથે જ કંપની દ્વારા કરવામાં આવતા નવા નવા લોન્ચથી મધ્યમ સમયગાળામાં માર્જિનમાં સુધાર જોવા મળશે. આમ તેમણે આ ત્રણ શેરને પોતાના ડાર્લિંગ સ્ટોકના લિસ્ટમાં સમાવ્યા છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Expert opinion, Share bazar, Stock market Tips, શેરબજાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन