US Market: RBI બાદ યૂએસ ફેડે પણ વ્યાજદરમાં કર્યો વધારો; યૂએસ બજારમાં મોટો ઉછાળો, ભારતીય બજારમાં પણ તેજી
US Market: RBI બાદ યૂએસ ફેડે પણ વ્યાજદરમાં કર્યો વધારો; યૂએસ બજારમાં મોટો ઉછાળો, ભારતીય બજારમાં પણ તેજી
યૂએસ ફેડ (ફાઇલ તસવીર)
US Fed rate hike: સરળ શબ્દોમાં કહીએ તો ફેડની આ કડક નાણાંકીય નીતિનો અર્થ એવો થાય કે વ્યાજદરોમાં વધારો તમામ ગ્રાહકો અને વેપારીઓ માટે ઉધાર લેવું મોંઘુ બનશે. માર્ગેજ, ક્રેડિટ કાર્ડ અને ઓટો લોન જેવા તમામ ઉધાર મોંઘા થઇ જશે.
નવી દિલ્હી: RBIએ ગતરોજ રેપો રેટમાં વધારો (RBI Increased Repo Rate) કર્યા બાદ US FEDએ પણ પોતાની બેંચમાર્ક લેંડિંગ રેટમાં 50 બેસિસ પોઇન્ટ એટલે કે 0.50 ટકાનો વધારો (US FED Raised Interest Rates) કર્યો છે. મોંઘવારીને પહોંચી વળવા માટે યુએસ ફેડે બે દાયકાનો સૌથી મોટો વધારો કર્યો છે. એટલું જ નહીં, દર મહીને 95 બિલિયન ડોલરના બોન્ડ ખરીદી ઘટાડવાનો પણ નિર્ણય લીધો છે. ફેડ ચેરમેને જણાવ્યું કે, કમિટી એકસાથે દરોમાં 0.75 ટકાના વધારાનો વિચાર નથી કરી રહી. ફેડના વ્યાજદર વધારા બાદ યૂએસ માર્કેટમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
ભારતીય શેર બજાર
આજે (5 મે) ભારતીય શેર બજારની સારી શરૂઆત થઈ હતી. સવારે 9:17 વાગ્યે સેન્સેક્સ 517.95 પોઇન્ટ એટલે કે 0.93 ટકા વધારા સાથે 56,186.98ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 141.30 પોઇન્ટ એટલે કે 0.85 ટકા વધીને 16,822ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
યુએસ ફેડ દ્વારા કરવામાં આવેલા આ વધારાથી કુલ દર 0.5 ટકાથી 1 ટકાની રેન્જમાં આવી ગયો છે. જે કોરોના મહામારી શરૂ થયાના છેલ્લા 2 વર્ષમાં સૌથી ઊંચો દર છે. વર્ષ 2000 બાદ 0.50 ટકાનો આ ભારે વધારો તે વાતનો સંકેત છે કે યૂએસ ફેડ આગળ દરોમાં હજુ પણ વધારો કરી શકે છે. આ સિવાય યૂએસ ફેડે તેમ પણ જણાવ્યું છે કે, ઝડપથી જ તે પોતાના 9 લાખ કરોડ ડોલર બેલેન્સશીટમાં કપાત શરૂ કરશે. આપને જણાવી દઇએ કે ફેડની બેલેન્સ સીટમાં મુખ્યત્વે ટ્રેજરી અને મોર્ગેજ બોન્ડ સામેલ છે. કોરોના મહામારીમાં આવેલ મંદીના કારણે આ બંનેમાં હોલ્ડિંગ બે ગણાથી વધુ વધી ગઇ છે.
મોંઘવારીને કાબૂમાં કરી શકાશે
ફેડે લોંગ ટર્મ બોરોઇંગ રેટને નીચા સ્તર પર જાળવી રાખવા માટે મોટા પ્રમાણમાં આ પ્રકારના બોન્ડ ખરીદ્યા હતા. જણાવી દઇએ કે યુએસ ફેડ દ્વારા બોન્ડ હોલ્ડિંગ ઘટાડવાથી ઇકોનોમીમાં ઉધાર લેવાના ખર્ચ પણ વધારો થતો નજરે આવશે. જેના કારણે બજારમાં લિક્વિડીટી ઘટશે અને મોંઘવારીને કાબૂમાં લઇ શકાશે.
સરળ શબ્દોમાં કહીએ તો ફેડની આ કડક નાણાંકીય નીતિનો અર્થ એવો થાય કે વ્યાજદરોમાં વધારો તમામ ગ્રાહકો અને વેપારીઓ માટે ઉધાર લેવું મોંઘુ બનશે. માર્ગેજ, ક્રેડિટ કાર્ડ અને ઓટો લોન જેવા તમામ ઉધાર મોંઘા થઇ જશે. નોંધનીય છે કે, હાલના દિવસોમાં અમેરિકામાં ખાવાપીવાની વસ્તુઓ, એનર્જી અને કન્ઝ્યૂમર ગુડ્સની કિંમતોમાં પણ વધારો જોવા મળ્યો છે. તેથી લોકોની ખર્ચ ક્ષમતા ઘટાડવા અને મોંઘવારીને રોકવા માટે યુએસ ફેડના દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જોકે, દરોમાં જેટલો વધારો કરવામાં આવ્યો છે તેનાથી ઇકોનોમીની ગ્રોથમાં કોઇ ખાસ અસર નહીં પડે. જણાવી દઇએ કે મોંઘવારી દર 40 વર્ષની ઊંચાઇ પર છે.
જણાવી દઇએ કે આ વધારાથી બજાર ધારણા અનુસાર જ રહ્યું છે. ગતરોજના કારોબારમાં DOWમાં 932ની જોરદાર તેજી જોવા મળી છે. 2020 બાદ S&P 500માં સૌથી મોટો વધુ ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ SGX NIFTYમાં પણ 150 પોઇન્ટની તેજી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં પણ રોનક જોવા મળી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર