Investment Idea for Week: શેરબજાર ભલે આજે પ્રોફિટ બુકિંગ વચ્ચે ફ્લેટ બંધ થયું હોય જોકે આગામી એક સપ્તાહ માટે તમે નિફ્ટી ઓપ્શન અને બેન્ક નિફ્ટી આ બંનેમાં કમાણી કરી શકો છો. તેના માટે વાંચો મોતિલાલ ઓસવાલના શિવાંગી સારડાનું શું કહેવું છે.
મુંબઈઃ શેરબજારમાં છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી સતત તેજી જોવા મળ્યા બાદ આજે માર્કેટ હળવા દબાણ વચ્ચે ફ્લેટ બંધ થયું હતું. બેન્ક નિફ્ટીએ આજે આઉટ પરફોર્મ કરતી જોવા મળી હતી. આજે કારોબારમાં નિફ્ટી કોલ રાઇટર અને નિફ્ટી પુટ રાઇટર્સનું પલડું થોડું ભારી જોવા મળ્યું હતું. નિફ્ટીમાં 17300 પર કોલ રાઇટર્સ ભારે હતા. જ્યારે બેંક નિફ્ટીમાં 37700 અને 37800ના પુટમાં સારી રાઈટિંગ જોવા મળી હતી.
તેવામાં આપણે ઓપ્શન્સના આંકડા દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ કે રાઈટર્સ આ સપ્તાહ માટે કઈ રેન્જ જોઈ રહ્યા છે. સીએનબીસી અવાજ ફ્યુચર એક્સપ્રેસમાં આજના અમારા એક્સપર્ટ મોતીલાલ ઓસવાલના શિવાંગી સારડા હતા. શિવાંગીએ પોતાના શાનદાર કોલ્સ સાથે સસ્તા ઓપ્શન પણ આપ્યા છે.
NIFTY પર રાઇટર્સની રેન્જ
આજે બપોરે માર્કેટમાં ટ્રેડિંગ દરમિયાન 12 વાગ્યા આસપાસ નિફ્ટીમાં સૌતી વધુ કોલ રાઇટર્સ 16700, 16800 અને 16900ના લેવલે એક્ટિવ જોવા મળ્યા હતા. જ્યારે આજે બપોરે તે જ સમય એટલે કે 12 વાગ્યા મુજબ નિફ્ટીમાં સૌથી વધુ પુટ રાઇટર્સ 16600, 16500 અને 16400ના સ્તરે એક્ટિવ જોવા મળ્યા હતા.
NIFTY BANK પર રાઇટર્સની રેન્જ
આજે બપોરે 12 વાગ્યા દરમિયાન બેંક નિફ્ટીમાં સૌથી વધુ કોલ રાઇટર્સ 36500, 36600 અને 36700ના લેવલ પર એક્ટિવ હતા. જ્યારે 12 વાગ્યે બેંક નિફ્ટીમાં સૌથી વધુ પુટ રાઇટર્સ 36200, 36100 અને 36000ના લેવલે એક્ટિવ જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ઇન્ડેક્સ અથવા શેરમાં ઓપ્શન પર કોઈ સ્ટ્રીઈક પર કોલ અથવા પુટ ટ્રેડ લેવાવાળા ટ્રેડર્સને રાઇટર્સ કહે છે.
શિવાંગી સારડાની માર્કેટ અંગે સલાહ
મોતીલાલ ઓસવાલની શિવાંગી સારડાએ બજાર પર સલાહ આપતા કહ્યું કે પાછલા 4-5 દિવસની તેજી બાદ આજે બજારમાં હળવા પ્રમાણમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જોકે તેમ છતાં અમારો દ્રષ્ટીકોણ પોઝિટિવ છે. અમે નિફ્ટી બુલિશ રહેશે તેમ માનીને બાય ઓન ડિપ્સ માટે સલાહ આપીએ છીએ. તેમણે કહ્યું કે છેલ્લા ચાર સેશનથી નિફ્ટી હાયર લો બનાવી રહી છે. તેથી જો તેમાં જ્યાં પણ ઘટાડો આવે ત્યાં આપણે ખરીદવાનો મોકો જોવો જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે બેન્કિંગ ઓપ્શનમાં પણ પોઝિશન ઉભી રાખી શકાય છે. તેમાં 38500નું લક્ષ્ય જોવા મળી શકે છે. જોકે 37777નો સ્ટોપલોસ રાખવાની સલાહ પણ આપવામાં આવી છે.
શિવાંગી સારડાના કમાણી કરાવી શકે તેવા શેર
Apollo Tyres Aug Fut: ખરીદો- 228 રુપિયા, ટાર્ગેટ- 236 રુપિયા, સ્ટોપલોસ-222 રુપિયા
Federal Bank Aug Fut: ખરીદો- 111રુપિયા, ટાર્ગેટ- 114 રુપિયા, સ્ટોપલોસ- 108 રુપિયા
શિવાંગીએ કહ્યું કે સસ્તો ઓપ્શન હોવાથી બેંકિંગ સેક્ટરનો આ શેર પસંદ કર્યો છે. દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંકને સસ્તા ઓપ્શન માટે પસંદ કરી છે. તેમણે એસબીઆઈની ઓગસ્ટ સીરિઝની 550ના સ્ટ્રાઈકમાં કોલ ઓપ્શન અંગે સૂચવ્યું છે. તેમણે કહ્યું કે 550ના સ્ટ્રાઈકનો કોલ 18 રુપિયાના સ્તર પર ખરીદો અને તેમાં 15 રુપિયાનો સ્ટોપલોસ લગાવો. તેમાં જલ્દી જ 24 રુપિયાનું ટાર્ગેટ જોવા મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર