રેલવે બાદ હવે 19 મેથી સ્પેશલ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરશે Air India

News18 Gujarati
Updated: May 13, 2020, 2:53 PM IST
રેલવે બાદ હવે 19 મેથી સ્પેશલ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરશે Air India
આ દિવસથી શરુ થશે હવાઇ યાત્રા, એરલાઇન્સ કંપનીઓએ બતાવી ટિકિટ બુક કરવાની ડેટ

એર ઈન્ડિયા 19 મેથી 2 જૂનની વચ્ચે સ્પેશલ ડોમેસ્ટિક ફ્લાઇટ્સની શરૂઆત કરવા જઈ રહી છે

  • Share this:
નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના ઘર સુધી પહોંચવા માટે રેલ સેવાઓ (Railway services) શરૂ કરી દેવામાં આવી છે. હવે અહેવાલ છે કે રેલવેની જેમ જ લોકોને ઘર સુધી પહોંચાડવા માટે એર ઈન્ડિયા (Air India) 19 મેથી 2 જૂનની વચ્ચે સ્પેશલ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ (Special Domestic Flights)ની શરૂઆત કરવા જઈ રહી છે. તેમાંથી મોટાભાગની ફ્લાઇટ્સ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ માટે હશે.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ચેન્નઈ માટે માત્ર એક જ ફ્લાઇટની સુવિધા આપવામાં આવી છે. તે 19 મેના રોજ કોચ્ચિથી ચેન્નઈ માટે ઉડાન ભરશે. આ ઉપરાંત દિલ્હી માટે 173, મુંબઈ માટે 40, હૈદરાબાદ માટે 25 અને કોચ્ચિ માટે 12 ફ્લાઇટની શરૂઆત કરવામાં આવશે. દિલ્હીથી જે ફ્લાઇટ્સ ઉડાન ભરશે તે અમૃતસર, બેંગલુરુ, ગયા, હૈદરાબાદ, જયપુર, અમદાવાદ, કોચ્ચિ, વિજયવાડા, લખનઉ અને થોડા શહેરો માટે હશે. આ પ્રકાશ્રે મુંબઈથી ઉડાન ભરનારી એર ઈન્ડિયાની ફ્લાઇટ્સ અમદાવાદ, હૈદરાબાદ, કોચ્ચિ, બેંગલુરુ, વિશાખાપટ્ટનમ અને વિજયવાડા માટે ઉડાન ભરશે. આ ઉપરાંત હૈદરાબાદથી મુંબઈ અને દિલ્હી માટે પણ ફ્લાઇટ્સ ઉડાન ભરશે. બેંગલુરુથી મુંબઈ, દિલ્હી અને હૈદરાબાદ માટે ફ્લાઇટ હશે. તેની સાથે જ ભુવનેશ્વરથી એક ફ્લાઇટ બેંગલુરુ જશે.

આ પણ વાંચો, બસમાં ચઢી રહેલા શ્રમિકને રેવન્યૂ અધિકારીએ મારી લાત, Video થયો વાયરલ

એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમારા તરફથી તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. અમે નાગરિક ઉડ્ડયન મંત્રાલયથી મંજૂરી મળવાની રાહ જોવામાં આવી રહી છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને ભારત લાવ્યા બાદ હવે બીજા ચરણ તરફ આગળ વધી રહ્યા છીએ. સરકારે કહ્યું છે કે બીજા ચરણમાં ડોમેસ્ટિક ઉડાનોને મંજૂરી પણ આપવામાં આવશે. તેઓએ કહ્યું કે અમારા તમામ પ્રયાસ છે કે કોરોનાના જોખમની વચ્ચે પ્રવાસીઓને સુરક્ષિત રીતે સફર કરાવવામાં મદદ કરવામાં આવે.

આ પણ વાંચો, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો ભારે કિંમત ચૂકવવી પડશે!
First published: May 13, 2020, 2:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading