વધુ બગડશે તમારા ઘરનું બજેટ! ડુંગળી-બટાકા-દાળ બાદ મોંઘી થઈ શકે છે ખાંડ

પ્રતીકાત્મક તસવીર

મોંઘવારી ટૂંક સમયમાં આપના ઘરનું બજેટ વધુ બગાડી શકે છે, ખાંડનો સ્વાદ થઈ શકે છે 'કડવો'!

 • Share this:
  નવી દિલ્હી : મોંઘવારી (Inflation) ટૂંક સમયમાં આપના ઘરનું બજેટ વધુ બગાડી શકે છે. કારણ કે ડુંગળી અને દાળોના ભાવ (Onion-Pulses Price) આસમાને પહોંચ્યા બાદ ખાંડ મોંઘી થવાની છે. મિનિસ્ટ્રી ઑફ કન્ઝૂમર્સ અફેર્સનું કહેવું છે કે સરકારની પાસે પૂરતો બફર સ્ટૉક છે. તેઓ પોતાના બફર સ્ટૉકથી લગભગ 8.5 લાખ મેટ્રિક ટન દાળો ખુલ્લા બજારમાં વેચશે, તેનાથી ચોક્કસપણે દાળોના ભાવો ઘટી જશે. પરંતુ હવે ખાંડના ભાવ વધવાની (Sugar Price Increase) આશંકા છે.

  ખાંડનું પ્રોડક્શન ઘટ્યું

  દેશમાં ખાંડનું ઉત્પાદન આ માર્કેટિંગ વર્ષમાં 15 ડિસેમ્બર સુધી 35 ટકા ઘટીને 45.8 ટન પર આવી ગયું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઉત્પાદન ઘટવાના કારણે આવું થયું છે. ખાંડનું માર્કેટિંગ વર્ષ ઑક્ટોબરથી સપ્ટેમ્બર સુધી હોય છે. ગયા માર્કેટિંગ વર્ષની આ અવધિમાં ખાંડ ઉત્પાદન 70.5 લાખ ટન હતું. પ્રાઇવેટ મિલોનું પ્રતિનિધિત્વ કરનારી ઇસ્માએ જણાવ્યું કે 15 ડિસેમ્બર 2019 સુધી 406 સુગર મિલોમાં શેરડીની આવક થઈ રહી હતી. ગયા માર્કેટિંગ વર્ષમાં 15 ડિસેમ્બર સુધી 473 મિલોમાં શેરડીની આવક થઈ રહી હતી.

  ડુંગળી-દાળના ભાવ

  આયાતી ડુંગળીના પહેલો જથ્થો મુંબઈ પોર્ટ પહોંચી ગયો. દિલ્હીના રિટેલ માર્કેટમાં આયાતી ડુંગળી ટૂંક સમયમાં જોવા મળશે. બીજી તરફ, દાળોના ભાવ પર લગામ કસવા માટે સરકાર બફર સ્ટૉકથી દાળો વેચવાની તૈયારીમાં છે. એવામાં દાળોના આસમાને સ્પર્શથા ભાવ ટૂંક સમયમાં નીચે આવવાની શક્યતા છે.

  પૂરમાં ખરાબ થયો શેરડીનો પાક

  ઈસ્મા મુજબ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખાંડ ઉત્પાદન ગયા વર્ષની તુલનામાં ઓછું છે. બંને રાજ્યોમાં મિલોએ વિલંબથી કામ શરૂ કર્યું હતું. ઈસ્માએ એમ પણ જણાવ્યું કે શેરડીથી ઉત્પાદિત થયેલી ખાંડની માત્ર ગયા વર્ષની તુલનામાં અત્યાર સુધી ઓછી રહી છે. સુગર મિલો તાજી શેરડીની સાથે પૂરમાં ખરાબ થયેલી શેરડી પણ પ્રોસેસ કરી રહી છે. ગુજરાતમાં 1.52 લાખ ટન, બિહારમાં 1.35 લાખ ટન, પંજાબમાં 75 હજાર ટન, તમિલનાડુમાં 73 હજાર ટન, હરિયાણામાં 65 હજાર ટન, મધ્ય પ્રદેશમાં 35 હજાર ટન અને તેલંગાના અને આંધ્ર પ્રદેશ મળીને 30 હજાર ટન ખાંડનું ઉત્પાદન થયું છે. ઈસ્માને અનુમાન છે કે 209-20 માર્કેટિંગ વર્ષમાં કુલ ખાંડ ઉત્પાદન 21.5 ટકા ઘટીને 2.6 કરોડ ટન રહી શકે છે.

  ઈસ્માએ જણાવ્યું કે સુગર મિલો અને સ્ટેન્ડઅલોન ડિસ્ટિલરીઝે આ વર્ષે ઑયલ માર્કેટિંગ કંપનીઓને (OMC) 163 કરોડ લીટર એથનાલ સપ્લાય કરવાની વાત કહી છે. તેમાંથી 10.38 કરોડ લીટરને શેરડીના રસ, 62.58 કરોડ લીટરને બી હેવી મોલાસેસ, 86.39 કરોડ લીટરને સી હેવી મોલાસેસ અને 3.78 કરોડ લીટરને ખરાબ થઈ ચૂકેલા અનાજથી તૈયાર કરવામાં આવશે.

  આ પણ વાંચો, સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં કર્યો ફેરફાર, આ રીતે મળશે રુ.73 લાખ
  Published by:Mrunal Bhojak
  First published: