Home /News /business /5G સર્વિસ માત્ર ખાસ લોકો માટે જ નથી, દરેક વ્યક્તિ તેનો લાભ લઈ શકે એ માટે અમે કાર્યરત છીએ : આકાશ અંબાણી

5G સર્વિસ માત્ર ખાસ લોકો માટે જ નથી, દરેક વ્યક્તિ તેનો લાભ લઈ શકે એ માટે અમે કાર્યરત છીએ : આકાશ અંબાણી

જીઓ ટ્રુ5G વેલકમ ઓફરમાં ચેન્નઈનો સમાવેશ (ફાઈલ તસવીર- ANI)

Jio True 5G welcome offer:  તાજેતરના લોન્ચ દરમિયાન આપેલા વચન મુજબ જીઓ ટ્રુ5G વધુ શહેરોમાં વિસ્તરણ કરશે અને ચેન્નાઈ જીઓ વેલકમ ઓફરમાં સમાવિષ્ટ થનારું નવું શહેર છે.

નવી દિલ્હીઃ તમામ વપરાશકારોને 5G સુવિધાઓ પૂરી પાડવા માટે રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડે (જીઓ) આજે જાહેરાત કરી છે કે, તેમણે મહત્તમ લોકોની અવરજવરવાળા વિસ્તારો જેવા કે શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશન્સ, બસ સ્ટેન્ડ્સ, કોમર્શિયલ હબ્સ અને અન્ય વિસ્તારોમાં જીઓ ટ્રુ 5G-સંચાલિત વાઈ-ફાઈ સેવાઓને રજૂ કરી રહી છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા તથા વારાણસીમાં તાજેતરમાં લોન્ચ કરાયેલી જીઓ વેલકમ ઓફર ઉપરાંત આ જીઓ ટ્રુ5G સર્વિસ શરૂ કરવામાં આવી છે.

બીજા શહેરોમાં પણ આ સર્વિસ લાઈવ કરવા અને ટ્રુ5G-રેડી હેન્ડસેટ્સની ઉપલબ્ધતા વધારવા માટે જીઓની ટીમ દિવસ રાત કામ કરી રહી છે.જીઓ ટ્રુ5G સર્વિસીઝની સાથે શુભારંભ કરતાં જીઓએ રાજસ્થાનના નાથદ્વારામાં જીઓ ટ્રુ5G પાવર્ડ વાઈ-ફાઈ સર્વિસીસનો આજથી પ્રારંભ કર્યો છે.

આ પણ વાંચોઃ કરોડપતિ બનાવાની સુવર્ણ તક, માત્ર રોજના 10 રૂપિયા બચાવો; પાકતી મુદ્દતે મળશે પૂરા 1 કરોડ

5G સર્વિસ માત્ર ખાસ લોકો માટે નથી


જીઓ વેલકમ ઓફર પિરિયડ દરમિયાન જીઓ યુઝર્સ કોઈપણ જાતના ચાર્જ વિના આ સર્વિસ મેળવી શકશે, નોન-જીઓ કસ્ટમર્સ ફુલ અને અનલિમિટેડ સર્વિસ અનુભવ મેળવવા જીઓ તરફ શિફ્ટ થાય તે પહેલાં પણ આ સર્વિસ અજમાવી શકશે. જીઓના મૂળભૂત સિદ્ધાંતોને વરેલી તેની ‘વી કેર’ ફિલોસોફીનું આ વધુ એક મૂર્ત સ્વરૂપ છે. રિલાયન્સ જીઓ ઈન્ફોકોમના ચેરમેન આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે, માનવતાની સેવા એ ભારતીય સંસ્કૃતિના સૌથી પ્રિય પાસાં પૈકીનું એક છે, જેના મૂળ આપણી સામાજિક-ધાર્મિક પરંપરાઓમાં જોવા મળે છે. અગાઉ કહ્યું તેમ 5G સર્વિસ ખાસ લોકો માટે જ અથવા મોટા શહેરોમાં રહેતા લોકો માટે જ હોઈ શકે નહીં. તે દરેક નાગરિક, દરેક ઘર અને દરેક વ્યવસાય માટે ઉપલબ્ધ થવી જોઈએ.

આ પણ વાંચોઃ આ દિવાળીએ કેવી રહેશે સોનાની ચમક? રોકાણ કરવાથી યોગ્ય રિટર્ન મળશે? જાણો વિગતવાર

નાથદ્વારા ખાતે પ્રથમ ટ્રુ5G-અનેબલ્ડ વાઈ-ફાઈ સર્વિસનો પ્રારંભ


ભારતના દરેક નાગરિકને જીઓ ટ્રુ5G સાથે આ સર્વિસ માટે સક્ષમ બનાવવાની દિશામાં આ એક પગલું છે. આજે અમે શ્રીનાથજી ભગવાનના મંદિર અને પવિત્ર શહેર નાથદ્વારા ખાતે પ્રથમ ટ્રુ5G-અનેબલ્ડ વાઈ-ફાઈ સર્વિસનો પ્રારંભ કર્યો છે. આ સાથે અમે બીજા અનેક સ્થળોએ આ સર્વિસ શરૂ કરીશું અને તેમને અમારી સેવાઓનો પ્રયોગ કરવાની તક આપીશું.


જીઓ ટ્રુ5G વેલકમ ઓફરમાં ચેન્નઈનો સમાવેશ


આ ઉપરાંત, અમે ચેન્નાઈને જીઓ ટ્રુ5G વેલકમ ઓફરમાં સમાવિષ્ટ થનારા વધુ એક શહેર તરીકે આવકારીએ છીએ. તાજેતરના લોન્ચ દરમિયાન આપેલા વચન મુજબ જીઓ ટ્રુ5G વધુ શહેરોમાં વિસ્તરણ કરશે અને ચેન્નાઈ જીઓ વેલકમ ઓફરમાં સમાવિષ્ટ થનારું નવું શહેર છે. ચેન્નાઈમાં આમંત્રિત જીઓ યુઝર્સ એક જીબીપીએસ સુધી અનલિમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરી શકશે અને જીઓટ્રુ5Gનો અનુભવ કરી શકશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: 5G in India, Akash ambani, Reliance jio users

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन