Lockdown: 15 એપ્રિલથી ફરી દોડી શકે છે ટ્રેનો, 4 કલાક પહેલા સ્ટેશન પહોંચવું પડશે

News18 Gujarati
Updated: April 9, 2020, 8:56 AM IST
Lockdown: 15 એપ્રિલથી ફરી દોડી શકે છે ટ્રેનો, 4 કલાક પહેલા સ્ટેશન પહોંચવું પડશે
પ્રતિકાત્મક તસવીર

ભારતીય રેલવેની ગાઇડલાઇનઃ જો તાવ, ઉધરસ કે શરદી હશે તો રેલવે સ્ટેશનમાં પ્રવેશ જ નહીં મળે

  • Share this:
નવી દિલ્હીઃ લૉકડાઉન (Lockdown)ના કારણે બંધ થયેલું ટ્રેનોનું ઓપરેશન (Train Operation) 15 એપ્રિલથી ફરી એકવાર શરૂ થઈ શકે છે. ભારતીય રેલવે (Indian Railways)એ ટ્રેનોના ઓપરેશનને ફરી શરૂ કરવા માટે જરૂરી પ્રોટોકાલ તૈયાર કરી દીધા છે. નવા પ્રોટોકોલ મુજબ, મુસાફરોને ટ્રેનના નિયત સમયથી ચાર કલાક પહેલા રેલવે સ્ટેશન પહોંચવું પડશે. રેલવે સ્ટેશનમાં પ્રવેશતાં પહેલા તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ થશે. થર્મલ સ્ક્રીનિંગ (Thermal Screening) પાસ કરનારા મુસાફરોને જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત, મુસાફરોને તાવ, ઉધરસ, શરદીની ફરિયાદ હશે તો તેમને પ્રવાસની મંજૂરી નહીં આપવામાં આવે.

માત્ર સ્લીપર ક્લાસમાં મુસાફરી કરી શકાશે

રેલવેના વરિષ્ઠ અધિકારી અનુસાર, 15 એપ્રિલથી આરક્ષિત (Reserved) નૉન એસી સ્પીપર શ્રેણીમાં જ મુસાફરી કરવાની મંજૂરી હશે. ટ્રેનોમાં ન તો એસી કોચ હશે અને ન તો અનારક્ષિત (Non-Reserved) ક્લાસમાં મુસાફરી કરવાની મંજૂરી હશે. એટલું જ નહીં, રેલવે સ્ટેશનમાં માત્ર નૉન એસી સ્લીપર શ્રેણીમાં ટિકિટ બુકિંગ કરાવનારા મુસાફરોને જ પ્રવેશ આપવાની મંજૂકરી હશે. આ દરમિયાન, કોઈ પણ સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ સમગ્રપણે પ્રતિબંધિત હશે. જે મુસાફરોની પાસે વેઇટિંગ ટિકિટ હશે તેઓ પણ રેલવે સ્ટેશનમાં પ્રવેશી નહીં શકે. આ ઉપરાંત રેલવેએ વરિષ્ઠ નાગરિકોને હાલ મુસાફરી ન કરવાની સલાહ આપવાનું વિચાર્યું છે.

12 કલાક પહેલા આપવી પડશે સ્વાસ્થ્યની જાણકારી

ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારી મુજબ, મુસાફરી કરનારા તમામ લોકોને પોતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જાણકારી પ્રવાસના નિર્ધારિત સમયથી 12 કલાક પહેલા રેલવેને જણાવવી પડશે. પ્રવાસ દરમિયાન, કોઈ પણ મુસાફરમાં ઉધરસ, તાવ જેવા લક્ષણ જોવા મળે છે તો તેમને તાત્કાલિક ટ્રેન રોકાવીને નીચે ઉતારી દેવામાં આવશે. પ્રવાસ દરમિયાન ટ્રેનના તમામ દરવાજા બંધ રહેશે, જેનાથી કોઈ પણ બિનજરૂરી વ્યક્તિઓ ટ્રેનમાં દાખલ ન થઈ શકે. આ ઉપરાંત, દરેક રૂટ પર પસંદગીના સ્ટેશનોની પસંદ કરવામાં આવશે જ્યાં ટ્રેનો રોકાશે. બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે કોચની તમામ સાઇડ બર્થ ખાલી રહેશે. આ ઉપરાંત, દરેક 6 સીટને મળેવીને એક કેબિન બનાવવામાં આવી ેછ. આ કેબિનમાં માત્ર બે મુસાફરો પ્રવાસ કરી શકશે.

આ પણ વાંચો, લૉકડાઉન ખુલવાની તૈયારી વચ્ચે ફ્લાઇટની ટિકિટ મોંઘી થઈ, જાણો અમદાવાદ-મુંબઈ વચ્ચેનું ભાડુંસામાન્ય ચાર્જ આપતાં મળશે માસ્ક અને મોજાં

કોરોના પર રચવામાં આવેલા મંત્રીઓના સમૂહના નિર્દેશ-ભલામણોને ધ્યાનમાં રાખવા રેલવેએ માસ્ક અને મોજાંને રેલવે સ્ટેશનમાં પૂરા પાડવાનો નિર્ણય લીધો છે. રેલ ઓપરેશનના આવતાં તમામ સ્ટેશન પર સામાન્ય ચાર્જ લઈને માસ્ક અને મોજા મુસાફરોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં તમામ મુસાફરો અને રેલવે સ્ટાફને માસ્ક પહેરવા અનિવાર્ય હશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર રેલવેએ લૉકડાઉન ખતમ થયા બાદ 307 ટ્રેનોને દોડાવવાની યોજના તૈયાર કરી છે, જેમાં 133 ટ્રેનોની 100 ટકા સીટો આરક્ષિત હશે.

આ પણ વાંચો, Jioનો ખૂબ જ સસ્તો પ્લાન! 100 રૂપિયાથી ઓછામાં મહિનો સુધી કરો ફ્રી કોલિંગ, મળશે 3GB ડેટા
First published: April 9, 2020, 8:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading