Lockdown પૂરી થવાની સાથે આ સેક્ટરમાં કામ કરનાર લોકો માટે નીકળી બમ્પર Jobs

News18 Gujarati
Updated: July 22, 2020, 2:54 PM IST
Lockdown પૂરી થવાની સાથે આ સેક્ટરમાં કામ કરનાર લોકો માટે નીકળી બમ્પર Jobs
પ્રતિકાત્મક તસવીર

આ સેક્ટરમાં કામ કરનાર લોકો માટે હવે છે સારી તક આવી છે. વધુ વાંચો.

  • Share this:
કોરોના મહામારી (Covid 19 pandemic)ના કારણે દેશની આર્થિક ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થઇ છે. જેની વેપાર પર પણ અસર થઇ છે. પણ હવે ધીરે ધીરે આ વાતમાં પણ સુધાર આવ્યો છે. દેશમાં 21 સેક્ટરોમાં હજી પણ 800થી વધુ કંપનીઓ પર નજર રાખતા સ્ટાફિંગ ફર્મ ટીમલીઝ મુજબ લોકડાઉન પૂરી થવા પછી રિક્રૂટમેન્ટ સેન્ટીમેંટમાં સુધાર થયો છે. કંપનીઓએ ફરી હાયરિંગ શરૂ કર્યું છે.

એપ્રિલથી સપ્ટેમ્બર સુધીની અવધિમાં હાયરિંગ ઇંટેંટ 18 ટકા થઇ ગયું છે જે 25 માર્ચથી 7 જૂન સુધી લોકડાઉનના કારણે 11 ટકા હતું. હાયરિંગ ઇંટેટ તેવા નિયોક્તાઓના પ્રતિશત છે જે આ સમયમાં પણ કર્મચારીની ભરતી કરી શકે છે. બેંગલૂરુમાં હાયરિંગ ઇંટેટ સૌથી વધુ 21 ટકા છે. દિલ્હીમાં 19, હૈદરાબાદમાં 15, ચંદીગઢમાં 14, કોલકત્ત અને મુંબઇમાં 12 ટકા છે.

વધુ વાંચો : સરકારે 'વર્ક ફ્રોર્મ હોમ' નૉર્મ્સમાં કર્યો ફેરફાર, IT અને BPO કંપનીઓએ હવે 31 ડિસેમ્બર સુધી લંબાવ્યું ઘરેથી કામ કરવું

ટીમલીઝ રિપોર્ટ મુજબ આ આંકડાથી ખબર પડે છે કે અમેરિકા, યુરોપ, મધ્યપૂર્વની તુલનામાં ભારતમાં સ્થિતિ સારી છે. જો કે આ પહેલા કોરોના કાળમાં ખૂબ જ ઓછા સુધારના સંકેત મળી રહ્યા હતા. દેશની ઇકોનોમી હવે પટરી પર આવી છે. ઓક્ટોબર 2019થી માર્ચ 2020 દરમિયાન તે 96 ટકા હતી.

ટીમલીજના કોફાઉન્ડર રિતુપર્ણા ચક્રવર્તીએ કહ્યું કે જો મોટા શહેરોમાં લોકડાઉન ના થયું હોત તો આ નાણાંકિય વર્ષમાં બાકીના સમયમાં હાયરિંગ ઇંટેટ સતત વધવાની આશા હતા. દેશમાં રિક્રૂટમેન્ટ એક્ટિવિટીજમાં તેજી આવી છે. અને આ સેક્ટરમાં રિક્રૂટમેન્ટ વધી છે.

હેલ્થકેર એન્ડ ફાર્માસ્યૂટિક્લએજ્યુકેશન સર્વિસેસ

ઇ-કૉમર્સ, ટેક્સ સ્ટાર્ટઅપ્સ

એગ્રીકલ્ચર એન્ડ એગ્રો કેમિકલ્સ

આઇટી અને એફએમસીજી

આ સેક્ટરોમાં રિક્ર્ટમેન્ટ માટે સૌથી વધુ એક્ટિવિટીજ જોવા મળી છે. આ સેક્ટરોમાં તમામ સ્તરો પર લોકોને ભરતી કરવાની યોજના છે. ડિલિવરી એક્જીક્યૂટિવ જેવી ગિગ ઇકોનોજીથી જોડાયેલી નોકરીઓ માટે બેંગલુરુ જેવા શહેરમાં આપૂર્તિની તુલનામાં માંગ વધુ છે. ચક્રવર્તીએ કહ્યું કે નાણાંકીય વર્ષના બીજા ક્વાટરમાં હાયરિંગ એક્ટિવિટીજમાં તેજી આવશે.



ધીરે ધીરે આની સ્પીડ વધી રહી છે.
Published by: Chaitali Shukla
First published: July 22, 2020, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading