Home /News /business /આર્જેન્ટિનામાં ચલણી નોટો પર છપાશે ‘Messi’ની તસવીર? જાણો વાયરલ મેસેજની હકીકત

આર્જેન્ટિનામાં ચલણી નોટો પર છપાશે ‘Messi’ની તસવીર? જાણો વાયરલ મેસેજની હકીકત

ચલણી નોટો પર છપાશે મેસ્સીની તસવીર

લિયોનેલ મેસીની આગેવાનીમાં આર્જેન્ટિનાની ટીમે ફીફા વર્લ્ડ કપ 2022 જીતીને ઈતિહાસ રચ્યો છે અને તેના સાથે જ દુનિયાભરમાં મેસ્સીની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. પોતાના આ સ્ટાર ફૂટબોલરને આર્જેન્ટિનાની સરકાર મોટા સ્તર પર સમ્માનિત કરવાની યોજના બનાવી રહી છે.

વધુ જુઓ ...
  • News18 Hindi
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ લિયોનેલ મેસીની આગેવાનીમાં આર્જેન્ટિનાની ટીમે ફીફા વર્લ્ડ કપ 2022 જીતીને ઈતિહાસ રચ્યો છે અને તેના સાથે જ દુનિયાભરમાં મેસ્સીની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. પોતાના આ સ્ટાર ફૂટબોલરને આર્જેન્ટિનાની સરકાર મોટા સ્તર પર સમ્માનિત કરવાની યોજના બનાવી રહી છે. ખબર છે કે, આર્જેન્ટિનાની સરકાર પોતાના દેશની નોટ પર મેસ્સીની તસવીર લગાવવા પર વિચાર કરી રહી છે. જો કે, આ ન્યૂઝ સંપૂર્ણ રીતે ફેક છે, જો કે આ વિચાર આર્જેન્ટિનાના સેટ્રલ બેંકના સદસ્યો દ્વારા ‘મજાકમાં પ્રસ્તાવિત’ કરવામાં આવ્યો હતો.

વાસ્તવમાં, આ પ્રકારની રિપોર્ટ વાઈરલ થઈ રહી છે, જેમાં 1000 પેસો બિલ પર લિયોનેલ મેસ્સીની તસવાીર છાપવામાં આવશે. 36 વર્ષના લાંબા સમય પછી મેસ્સીએ આર્જેન્ટિનાને વિશ્વ કપ અપાવ્યો છે. એટલા માટે લોકોમાં ઘણું જૂનુન છે.

આ પણ વાંચોઃ ભારતના સૌથી મોટા ધુતારાઓ! ટોપ-50 મળીને દેશનું 92,570 કરોડનું કરી ગયા

વાયરલ મીડિયા રિપોર્ટની હકીકત


મીડિયા રિપોર્ટના અનુસાર, સેન્ટ્રલ બેંક ઓફ આર્જેન્ટિના આ વિકલ્પ પર વિચાર કરી રહી છે, 1000 પેસો નોટ પર મેસ્સીની ફોટો લગાવવામાં આવે. આમાં આમાં મેસ્સીની જર્સી નંબર-10 પણ બતાવવામાં આવે. સાથે જ આ નોટ પર La Scaloneta શબ્દ પણ હશે, જે આર્જેન્ટિનાનું બીજુ નામ પણ છે.

વાસ્તવમાં આર્જેન્ટિનાની મીડિયામાં વાયરલ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, સેન્ટ્રલ બેંક નોટો પર મેસ્સીની તસવીર લગાવવા માંગે છે. નાણાકીય સમાચાર પેપર એલ ફાઈનાન્સિએરોએ આ અંગે જાણ કરી છે. જો કે, ખબર વાયરલ થયા પછી ન્યૂઝ પેપર તરફથી જણાવવામાં આવ્યુ કે, આ વિકલ્પ આર્જેન્ટિનાના સેટ્રલ બેંકના સદસ્યો દ્વારા ‘મજાકમાં પ્રસ્તાવિત’ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ આ 5 સ્ટૉકમાં વર્ષભર પૈસાનો વરસાદ, મ્યુચ્યુઅલ ફંડે પણ લગાવ્યો દાવ, જાણો મલ્ટિબેગર શેરોના નામ

36 વર્ષ બાદ મેળવ્યો પદક


જાણકારી અનુસાર, આર્જેન્ટિનાએ ગત રવિવારે 36 વર્ષ પછી ફીફા વર્લ્ડ કપ પોતાના નામે કર્યો અને આ જીતના હીરો રહ્યો લિયોનલ મેસ્સી, જેમણે ફાઈનલમાં બે ગોલ કર્યા અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા.


આ પહેલા 1978માં આર્જેન્ટિનાએ પહેલો વિશ્વ કપ જીત્યો હતો. તે સમયે બેંકેઆ જીતની ખુશીમાં સ્મારક સિક્કાઓ બહાર પાડ્યા હતા. આ પહેલા આર્જેન્ટિનાએ 1978 અને 1986માં વર્લ્ડ કપ જીત્યો હતો. જ્યારે, આ દેશ 1930, 1990 અને 2014માં રનર્સઅપ રહી ચૂક્યો છે.
First published:

Tags: Business news, Fifa-world-cup, Lionel Messi

विज्ञापन