Home /News /business /1 પર 1 બોનસ શેર આપશે આ કંપની, લિસ્ટિંગ બાદ મળી ચૂક્યું છે 590% રિટર્ન
1 પર 1 બોનસ શેર આપશે આ કંપની, લિસ્ટિંગ બાદ મળી ચૂક્યું છે 590% રિટર્ન
1 પર 1 બોનસ શેર આપશે આ કંપની, લિસ્ટિંગ બાદ મળી ચૂક્યું છે 590% રિટર્ન
છેલ્લા 3 વર્ષમાં આ શેરમાં 86 ટકાની તેજી આવી છે અને છેલ્લા એક વર્ષની વાત કરીએ તો 31 જાન્યુઆરી 2022થી અત્યાર સુધી રુ. 118 જેટલો વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન આ શેરે કુલ 169.49 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.
ઇવાન્સ ઇલેક્ટ્રિક (Evans Electric Ltd) નામની સ્મોલકેપ કંપની (Smallcap Company)એ રોકાણકારોને બોનસ શેર જાહેર કરવાનું એલાન કર્યું છે. કંપનીએ પોતાના પાત્ર રોકાણકારોને 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીની માર્કેટ કેપ રૂ. 43.63 કરોડની છે. કંપનીના શેર શુક્રવારે 318 રૂપિયા પાર બંધ થયા હતા. ઇવાન્સ ઇલેક્ટ્રિક લિમિટેડ એક સ્મોલકેપ કંપની છે, જે કોમર્શિયલ સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. ઇવાન્સ ઇલેક્ટ્રિક લિમિટેડની બોર્ડ મિટિંગ મંગળવાર, 31 જાન્યુઆરી, 2023ના રોજ રેકોર્ડ ડેટ અંગે વિચાર-વિમર્શ કરવા માટે અને અપ્રૂવલ માટે યોજાશે.
ઈવાન્સ ઈલેક્ટ્રિકે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે, ઈક્વિટી શેરોનું બોનસ ઈશ્યુ 1:1ના રેશિયોમાં આપવામાં આવશે. એટલે કે બોર્ડ દ્વારા નક્કી કરેલી તારીખે શેરધારકોને દરેક શેર દીઠ એક એક્સ્ટ્રા શેર આપવામાં આવશે. શુક્રવારે ઇવાન્સ ઇલેક્ટ્રિકના શેર BSE પર 318ના સ્તરે બંધ થયા હતા, જે ગત બંધ રૂ. 327.75થી 2.97 ટકા ઓછું છે. BSE પર કંપની 13-05-2019ના રોજ રૂ. 52ની કિંમતે લિસ્ટ થઈ હતી. ત્યારથી અત્યાર સુધી આ સ્ટોકે 509% રિટર્ન આપ્યું છે.
ગત 3 વર્ષોમાં કંપનીના શેરોમાં 86 ટકાની તેજી આવી છે અને ગત 1 વર્ષમાં શેરની કિંમત 31 જાન્યુઆરી, 2022ના રોજ રૂ. 118થી વધીને વર્તમાન શેર પ્રાઇસ પર પહોંચી ગઈ હતી. એટલે કે આ દરમિયાન શેરે 169.49%નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આ સ્ટોક 2023માં અત્યાર સુધીમાં 8.54% YTD ઘટ્યો છે. તો ગત 6 મહિનામાં આ સ્ટોક 1 ઓગસ્ટ, 2022ના રોજ રૂ. 80થી વધીને હાલની વર્તમાન પ્રાઇસ પર પહોંચી ગયો છે. આ દરમિયાન આ શેરે 297.50%નું તગડું રિટર્ન આપ્યું છે. ગત પાંચ કારોબારી સત્રો દરમિયાન સ્ટોકમાં 7.53% અને ગત મહિનાની તુલનામાં 8.78%ની ઘટાડો નોંધાયો છે. આ સ્ટોકે 16-12-2022ના રોજ રૂ. 411.65ના 52-વીક હાઈની સપાટીને સ્પર્શ કર્યો હતો અને 11-8-2022ના રોજ રૂ. 70ના 52-વીકના નીચલા સ્તરને સ્પર્શ કર્યો હતો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર