Home /News /business /શું તમારી લોન મંજૂર થઈ ગઈ છે? તો ડિસ્બર્સમેન્ટ પહેલા જરુરી છે આ 4 મુદ્દા જાણી લેવા

શું તમારી લોન મંજૂર થઈ ગઈ છે? તો ડિસ્બર્સમેન્ટ પહેલા જરુરી છે આ 4 મુદ્દા જાણી લેવા

શું તમારી લોન મંજૂર થઈ ગઈ છે? તો જાણી લો વિતરણ વિશે આ 4 જરૂરી મુદ્દાઓ વિશે.

જો તમારી લોન મંજૂર થઈ ગઈ હોય તો તેના ડિસ્બર્સમેન્ટ પહેલા આટલા મુદ્દા ખાસ જાણી લો જેનાથી પાછળથી તમારી સેક્શન લોન કેન્સલ ન થઈ જાય અથવા તમે કારણ વગરનું વધારાનું વ્યાજ ચૂકવવું ન પડે.

લોનની પ્રક્રિયામાં ઘણા સટેપ્સ (Loan Steps) સામેલ છે. તે એક એપ્લિકેશનથી શરૂ થાય છે, જેને લોન આપનાર તેની ચકાસણી કરે છે. જો તમારી એપ્લિકેશન (Application for Loan) યોગ્ય ઠરે તો લોનની રકમ મંજૂર કરવામાં આવે છે અને તમને લોન આપવામાં આવે છે. એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે લોન મંજૂરી અને લોન આપવી એ લોનની મંજૂરી (Loan Approval) પ્રક્રિયાના બે જુદા જુદા પગલા છે.

Gold Price: શું દિવાળી સુધીમાં સોનાનો ભાવ 46 હજાર જશે? શું કહે છે એક્સપર્ટ

જ્યારે લોન આપનાર તમારી લોનની અરજીને મંજૂરી આપે છે ત્યારે લોન મંજૂર કરવામાં આવે છે. મંજૂર કરાયેલી લોનની રકમ તમારા (અરજદાર) દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીના આધારે નક્કી કરવામાં આવે છે અને તે નિર્ધારિત લાયકાત માપદંડને પરિપૂર્ણ કરવાને આધિન છે. લોન વિતરણ (Loan disbursal)એ આગળનું પગલું છે, જેમાં મંજૂર કરેલી લોનની રકમ તમારા ખાતામાં જમા થાય છે. જો તમારી લોન મંજૂર કરવામાં આવી હોય તો અહીં તેના વિતરણ વિશેના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ (important points about loan disbursal) આપેલા છે જે તમારે ધ્યાનમાં લેવા જોઈએ.

હોમલોન લેતા પહેલા ધ્યાન રાખજો આ બાબતો, બચાવશે તમારું બજેટ

સંપૂર્ણ કે આંશિક ચૂકવણી

પ્રોપર્ટી અથવા પર્સનલ લોન સામે લોન જેવી ચોક્કસ લોનના કિસ્સામાં બેંક સામાન્ય રીતે લોનની રકમ સીધા જ તમારા બેંક ખાતામાં જમા કરે છે. તેને સંપૂર્ણ ચૂકવણી તરીકે ઓળખવામાં આવે છે. હોમ લોન અથવા એજ્યુકેશન લોનના કિસ્સામાં, બેંક ડેવલપર અથવા શૈક્ષણિક સંસ્થા પાસેથી ડિમાન્ડ લેટર પ્રાપ્ત કર્યા પછી મંજૂર કરેલી રકમનું વિતરણ કરે છે. જો મિલકતનું બાંધકામ ચાલતું હોય તો બાંધકામનો દરેક તબક્કો પૂર્ણ થઈ જતાં લોનનું વિતરણ કરવામાં આવી શકે છે. રેડી-ટુ-મૂવ અથવા રિસેલ પ્રોપર્ટીની ખરીદી માટે બેંક સેલરને મંજૂરી પત્રમાં ઉલ્લેખિત રકમ માટે લમ્પ-સમ ચુકવણી કરે છે.

એજ્યુકેશન લોન માટે બેંકો કોલેજ/યુનિવર્સિટી દ્વારા પૂરા પાડવામાં આવતા ટ્યુશન ફી ચુકવણીના સમયપત્રકને અનુસરે છે અને ઋણલેનાર પાસેથી ડિસ્ટ્રીબ્યૂશન પત્ર પ્રાપ્ત કર્યા પછી ચુકવણી શરૂ કરે છે.

Post Office Scheme: દરરોજ જમા કરો માત્ર 95 રૂપિયા અને મેળવો 14 લાખ રૂપિયા

ચૂકવવાની રકમમાં ફેરફાર શક્ય

લોન મંજૂરી પત્ર લોન લેનારની પ્રોફાઇલની સમીક્ષાના આધારે જાહેર કરવામાં આવે છે અને તે જણાવે છે કે લોન લેનાર કેટલી રકમ માટે પાત્ર છે. જો કે, આ રકમ અનેક નિયમો અને શરતોને આધિન છે. હોમ લોનની વહેંચણી કરતા પહેલા બેંક ઋણલેનાર દ્વારા પસંદ કરેલી સંપત્તિનું મૂલ્યાંકન કરશે. આ આકારણી સ્થળ, કદ, બાંધકામની ગુણવત્તા વગેરે જેવા વિવિધ માપદંડો પર આધારિત છે. મિલકત કોની પાસેથી ખરીદવામાં આવી છે તેના આધારે રિસેલર અથવા ડેવલપર, લોન લેનારને મિલકતનું ટાઇટલ, લેઆઉટ, વર્તમાન માલિકની વિગતો, સંબંધિત ખર્ચ વગેરે જેવા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.

તમામ જરૂરી તપાસ કર્યા પછી બેંક પ્રોપર્ટીની કિંમતની ગણતરી કરે છે. જો બેંકની આંકવામાં આવેલી મિલકતની કિંમત મંજૂરી પત્રમાં ઉલ્લેખિત વેલ્યૂએશન કરતા ઓછી હોય, તો બેંક લોનની રકમમાં ઘટાડો કરી શકે છે.

ધીરજનું ફળ મીઠુંઃ અમદાવાદની આ કંપનીના શેરમાં ફક્ત પાંચ વર્ષમાં રુ.1 લાખના રુ.46 લાખ થયા

ચૂકવવા પાત્ર ડાઉન પેમેન્ટ

અન્ય ઘણી લોનની જેમ હોમ લોનમાં પણ ડાઉન પેમેન્ટની જરૂરિયાત રહે છે. બેંકો સામાન્ય રીતે પ્રોપર્ટી વેલ્યુના 80 ટકાથી 90 ટકા સુધીની હોમ લોન ઓફર કરે છે. લોન લેનારે ચૂકવવાની થતી પ્રોપર્ટીની કિંમતના બાકીના 10%થી 20%ને ડાઉન પેમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેની આગોતરી ચૂકવણી કરવી પડશે. એકવાર આ ચુકવણીના પુરાવા તેમને મોકલવામાં આવ્યા પછી બેંક ભંડોળનું વિતરણ શરૂ કરશે.

ઇન્ટરેસ્ટ અને ઈએમઆઈ

લોન પર વ્યાજની ગણતરી અને ઇએમઆઈ ચુકવણીઓ તેના વિતરણ પછી તરત જ શરૂ થાય છે. જો કે, હોમ અને એજ્યુકેશન લોનના કિસ્સામાં ધિરાણ લેનારાઓને તેમની લોનની ચુકવણી શરૂ કરતા પહેલા મોરેટોરિયમ અવધિનો વિકલ્પ મળે છે. જો તમે લોન માટે અરજી કરી હોય તો ખાતરી કરો કે તમે ચોક્કસ વિગતો આપો છો અને લોનની સમયસર વહેંચણીની સુવિધા માટે જરૂરી ડાઉન પેમેન્ટ તૈયાર રાખો છો.
First published:

Tags: Cheapest home loan banks, Loan Moratorium, Personal finance

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन