દુનિયામાં પહેલી વખત ડ્રાઇવર વગર ચાલશે આ ટ્રક

News18 Gujarati
Updated: May 19, 2019, 12:45 PM IST
દુનિયામાં પહેલી વખત ડ્રાઇવર વગર ચાલશે આ ટ્રક
ટેકનોલોજી ખૂબ જ વિકસી રહી છે. અત્યાર સુધી ડ્રાઇલર લેસ ટ્રેન અને કાર બાદ હવે નવા ટ્રકને માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે.

ટેકનોલોજી ખૂબ જ વિકસી રહી છે. અત્યાર સુધી ડ્રાઇલર લેસ ટ્રેન અને કાર બાદ હવે નવા ટ્રકને માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે.

  • Share this:
ટેકનોલોજી ખૂબ જ વિકસી રહી છે. અત્યાર સુધી ડ્રાઇલર લેસ ટ્રેન અને કાર બાદ હવે નવા ટ્રકને માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. આ ટ્રક ડ્રાઇવર લેસ છે એટલે કે ડ્રાઇવર વગર આ ટ્રક ચાલશે. સ્કેન્ડિનેવિયન દેશ સ્વીડનના રસ્તાઓ પર પહેલી વખત ઇલેકટ્રિક ટ્રકની ચકાસણી ચાલી રહી છે. જો પ્રયોગ સફળ થાય તો તેનું વ્યાપારી રીતે લોન્ચિંગ થશે.

સ્વીડિશ સ્ટાર્ટઅપે તૈયાર કર્યો ડ્રાઇવરલેસ ટ્રક

સ્વીડિશ સ્ટાર્ટ-અપ ઇનરાઇડ કંપનીએ આ ટેકનીક બનાવી છે. તેને સ્વીડનના એક ટેકનોલોજી ક્ષેત્રની અંદર મિકસ ટ્રાન્સપોર્ટમાં પરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઔદ્યોગિક વિસ્તારમાં એક વેરહાઉસ અને એક ટર્મિનલ વચ્ચેના જાહેર માર્ગ પર આ માટે પરમિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: લક્ઝુરિયસ ફીચર્સ સાથે BMW X5 ભારતમાં લોન્ચ, આવો છે નવો લૂકઇનરાઇડે કહ્યું કે અહીં ટ્રાફિકની ઝડપ સામાન્ય રીતે કામ કરે છે. એટલે પરીક્ષણ કરવું સરળ છે. આ કેબ-લેસ ટ્રકને ટી-પૉડ નામ આપવામાં આવ્યું છે. બુધવારે જાહેર માર્ગ પર તેને શરૂ કરવામાં આવી હતી. તેની પરમિટ 31 ડિસેમ્બર, 2020 સુધી માન્ય છે.

ઇન્રાઇડ અને અગ્રણી લોઝિસ્ટિક ફર્મ ડી.બી. શેન્કેરે ગયા વર્ષે નવેમ્બરમાં સ્વીડનના જોનકોપિંગમાં "ટી-પોડ" ની સ્થાપના કરી હતી. કંપનીના જણાવ્યા મુજબ, તે વિશ્વમાં આ પ્રકારની પહેલી વ્યવસાયિક સ્થાપના હતી. એઈન્રાઈડએ દાવો કર્યો છે કે "ટી-પોડ" સ્વીડનમાં માલ પરિવહનમાં કાર્બન ડાઇઓક્સાઇડ ઉત્સર્જનને 2030 સુધી 60 ટકા સુધી કામ કરી શકે છે.આ ટ્રકમાં 5જી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે

કંપનીના જણાવ્યા અનુસાર, ટ્રકનું સંચાલન ઓપરેટર દ્વારા કરવામાં આવે છે. જો જરૂરી હોય ત્યારે જ ઓપરેટર નિયંત્રણ કરે છે. અહેવાલમાં જણાવાયું છે કે આ ટ્રક 85 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે પરંતુ ટ્રાયલ દરમિયાન ફક્ત 5 કિલોમીટર પ્રતિ કલાક ચાલવાની છૂટ છે. તેમા 3 ડી સેન્સરથી સજ્જ તે 360 ડિગ્રી રોટેટિંગ કેમેરા અને રડારથી સજ્જ છે. ટ્રકમાં NVIDIA દ્વારા ઓટોમેટિક ડ્રાઇવિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. સમગ્ર સિસ્ટમ 5 જી નેટવર્કથી કનેક્ટ થાય છે.
First published: May 19, 2019, 12:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading