અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, આગામી દિવસોમાં સોનું રૂ.48,000 થવાના અણસાર

અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, આગામી દિવસોમાં સોનું રૂ.48,000 થવાના અણસાર
પ્રતિકાત્મક તસવીર

નિષ્ણાંતોનું કહેવું છે કે તેમનું કહેવું છે કે જો કોરોના વેક્સીન બજારમાં આવે છે તો સોનાના ભાવ 48,000 રૂપિયા સુધી નીચે આવી શકે છે.

 • Share this:
  અમદાવાદઃ વધતી આર્થિક ચિંતા અને કેનેડા (canada) સહિત દુનિયાના અનેક ભાગોમાં લોકડાઉનના (lockdown) કારણે હવે સોનાની કિંમતોમાં તેજી (Gold-Silver Price today) જોવી મળી રહી છે. સોમવારે ભારતીય બુલિયન માર્કેટોમાં બંને કિંમતી ધાતુઓમાં બે તરફી વલણ જોવા મળ્યું હતું. અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) પણ સોનાના ભાવમાં (Gold pirce today) વધારો થયો હતો. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં (Silver Price today) 1000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. જ્યારે વૈશ્વિક સ્તર ઉપર સપાટ સ્તર ઉપર કારોબાર જોવા મળ્યો હતો. નિષ્ણાંતોનું કહેવું છે કે તેમનું કહેવું છે કે જો કોરોના વેક્સીન બજારમાં આવે છે તો સોનાના ભાવ 48,000 રૂપિયા સુધી નીચે આવી શકે છે.

  અમદાવાદમાં ચાંદીનો ભાવ


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price in Ahmedabad) આજે આજે સોમવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. આમ ચાંદી ચોરસા 62,500 અને ચાંદી રૂપું 62,300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. જો કે, શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાતા ચાંદી ચોરસા રૂ. 63,500 રૂપિયા અને ચાંદી રુંપુ 63,300 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું.

  અમદાવાદમાં સોનાનો ભાવ
  અમદાવાદ ઝવેરી બજારમાં (Gold Price in Ahmedabad) આજે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,400 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,200 રૂપિયાના લેવલે બંધ રહ્યું હતું. જોકે, શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાતા સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,100 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-હું કાયર નથી.. SORRY પપ્પા..': સૂસાઈડ નોટ લખીને ITIના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ત્રણ સામે ફરિયાદ

  દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ (Gold-silver Price in delhi)
  રાજધાની દિલ્હીમાં આજે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 57 રૂપિયા વધીને 49,767 રૂપિયા ઉપર રહ્યો હતો. આ પહેલા શુક્રવારે સોનાનો ભાવ 49,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામે બંધ રહ્યો હતો. આ ઉપરાંત દિલ્હીમાં આજે એક કિલો ચાંદીનો ભાવ 185 રૂપિયા ઘટીને 61,351 રૂપિયા સુધી આવી પહોંચ્યો હતો. આ પહેલાના અંતિમ કારોબારી સત્રમાં ચાંદીનો ભાવ 61,536 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર બંધ રહ્યો હતો.

  આ પણ વાંચોઃ-ગાયબ પત્નીને શોધવા ખાસ મિત્રના ઘરે પહોંચ્યો પતિ, બંધ ફ્લેટમાં જોયુ તો પતિના માથે આભ તૂટી પડ્યું

  આ પણ વાંચોઃ-જૂનાગઢઃ વડાલ ગામમાં કાર શીખતા સમયે ભૂલથી રેસ આપતા કાર 80 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી, સગા સાળા-બનેવીનું ડૂબી જતા મોત

  વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોના-ચાંદીનો ભાવ
  આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં 1874 ડોલર પ્રતિ ઔંસ ઉપર રહ્યો હતો. જ્યારે ચાંદીનો નવો ભાવ 24.22 ડોલર પ્રતિ ઔંસના ભાવે રહ્યો હતો.  આગળ સોના ભાવ ઘટવાના અણસાર
  એસકોર્ટ સિક્યોરિટીના રિસર્ચ હેડ આસિફ ઈકબાલે ન્યૂઝ18 હિન્દીને જણાવતા કહ્યું હતું કે કોરોના વેક્સીન સાથે સંકળાયેલી સારી ખબરો છતાં સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ભવિષ્યમાં પણ સોનાના ભાવમાં ઘટાડા તરફી વલણ જોવા મળી શકે છે. નવા વર્ષ સુધીમાં વેક્સીન લોન્ચ થઈ જશે. તો એમસીએક્સ ઉપર સોનાની કિંમતો 45,000 રૂપિયા સુધી ઘટી શકે છે. શોર્ટ ટર્મમાં સોનામાં ઘટાડો દેખાઈ શકે છે. તેમનું કહેવું છે કે જો કોરોના વેક્સીન બજારમાં આવે છે તો સોનાના ભાવ 48,000 રૂપિયા સુધી નીચે આવી શકે છે.
  Published by:ankit patel
  First published:November 23, 2020, 19:10 pm

  ટૉપ ન્યૂઝ