સિટીબેન્ક બાદ દક્ષિણ આફ્રિકાની આ બેન્ક પણ ભારતમાંથી બિઝનેસ સમેટશે

સિટીબેન્ક બાદ દક્ષિણ આફ્રિકાની આ બેન્ક પણ ભારતમાંથી બિઝનેસ સમેટશે
દક્ષિણ આફ્રિકાની આ બેન્ક પણ ભારતમાંથી બિઝનેસ સમેટશે

આ નિર્ણયથી ભારતમાં કામ કરી રહેલ 50 નોકરીઓ પર અસર થવાની સંભાવના છે. ભારતમાં સિટીબેન્કની 35 શાખાઓ છે. કન્ઝ્યૂમર બેન્કિંગ બિઝનેસમાં અંદાજે 4 હજાર લોકો કામ કરે છે.

  • Share this:
મુંબઈ : ભારતમાં સિટીબેન્કે (City Bank) તેમનો કારોબાર સમેટવાની જાહેરાત કર્યા બાદ વધુ એક વિદેશી બેન્ક ભારતમાંથી કારોબાર સમેટવા જઈ રહી છે. દક્ષિણ આફ્રિકાની ફર્સ્ટરેન્ડ બેન્કે ભારતમાં બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી છે. મંગળવારે વિડીયો કોન્ફરન્સ કરીને ફર્સ્ટરેન્ડ બેન્કના કર્મચારીઓને આ વાતની જાણકારી આપવામાં આવી છે. ઈટી ઈન્ડિયાના CEO રોહિત વાહીએ એક પ્રશ્નના જવાબમાં મુંબઈમાં તેમની એકમાત્ર શાખા બંધ થવાની પુષ્ટી કરી છે.

કર્મચારીઓની નોકરીને જોખમઆ નિર્ણયથી ભારતમાં કામ કરી રહેલ 50 નોકરીઓ પર અસર થવાની સંભાવના છે. નિવેદન આપવામાં આવ્યું છે કે, “ભારતમાં FirstRandની રણનીતિની સમીક્ષા બાદ વર્તમાન શાખાને પ્રતિનિધિ કાર્યાલયમાં પરિવર્તિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.”

આ પણ વાંચોસારા સમાચાર: Indian Oil ગ્રાહકો માટે લાવ્યું એક્સ્ટ્રા તેજ સિલિન્ડર, હવે 14% ગેસની થશે બચત, જાણો ખાસીયત

ક્યારે અને કેવી રીતે શરૂઆત કરવામાં આવી હતી

દક્ષિણ આફ્રિકાની FirstRand બેન્કે તેની પહેલી રિટેલ અને કોમર્શિયલ બ્રાન્ચ મુંબઈમાં ખોલી હતી. આફ્રિકાના સૌથી મોટા નાણાકીય ગૃપને વર્ષ 2009માં બેન્કિંગ લાયસન્સ મળ્યું હતું. FirstRand બેન્ક પહેલા ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગનો કારોબાર કરતી હતી, હવે રિટેલનો કારોબાર કરે છે.

સિટીબેન્ક પણ ભારતમાં કારોબાર સમેટવાની તૈયારીમાં

ભારતમાં ઘણા સમયથી અમેરિકી બેન્ક સિટીબેન્ક કારોબાર સમેટવાની તૈયારીમાં છે. સિટીબેન્ક ભારત સહિત 13 દેશમાં પોતાનો બિઝનેસ કન્ઝ્યૂમર બિઝનેસ બંધ કરવાની તૈયારી દર્શાવે છે. બેન્કે ગુરુવારે જણાવ્યું કે ગ્લોબલ સ્ટ્રેટેજીના ભાગરૂપે તે ભારતમાં કન્ઝ્યૂમર બેન્કિંગ બિઝનેસ બંધ કરવા જઈ રહી છે. વર્ષ 1902માં સિટીબેન્કે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને 1985માં કન્ઝ્યૂમર બેન્કિંગની શરૂઆત કરી હતી.

આ પણ વાંચોવેક્સીન લીધા બાદ પણ શા માટે થાય છે Corona? ભારત બાયોટેકના ચેરમેને આપી જાણકારી

બેન્કે કન્ઝ્યૂમર બેન્કિંગ બિઝનેસમાં ક્રેડિટ કાર્ડસ, રિટેલ બેન્કિંગ, હોમ લોન અને વેલ્થ મેનેજમેન્ટ શામેલ છે. ભારતમાં સિટીબેન્કની 35 શાખાઓ છે. કન્ઝ્યૂમર બેન્કિંગ બિઝનેસમાં અંદાજે 4 હજાર લોકો કામ કરે છે.
Published by:News18 Gujarati
First published:April 22, 2021, 19:42 pm

ટૉપ ન્યૂઝ