જૅટ ઉપર સંકટ : એક જ દિવસમાં બીજો આંચકો, પહેલા સીએફઓએ હવે સીઈઓ વિનોદ દુબેએ પણ છોડ્યો સાથ

એક પછી એક કંપનીના બોર્ડ મેમ્બર્સથી છેડો ફાડી રહી છે, એક જ દિવસમાં 13% તૂટ્યો જૅટ એરવેઝનો શેર

News18 Gujarati
Updated: May 14, 2019, 6:55 PM IST
જૅટ ઉપર સંકટ : એક જ દિવસમાં બીજો આંચકો, પહેલા સીએફઓએ હવે સીઈઓ વિનોદ દુબેએ પણ છોડ્યો સાથ
વિનય દુબે
News18 Gujarati
Updated: May 14, 2019, 6:55 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : જૅટ એરવેઝ ઉપર ઘેરાયેલા સંકટના વાદળો ઓછા થવાના બદલે વધુ ઘેરાઈ રહ્યા છે. એકતરફ એર લાઇન્સ તેની આર્થિક સંકળામણમાંથી બહાર નથી આવી રહી તો બીજી તરફ કંપનીના બોર્ડ મેમ્બર્સ એક પછી એક રાજીનામાઓ આપી રહ્યા છે !

સૌ પહેલા મંગળવારે સવારે જેટના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (સીએફઓ) અને ડેપ્યુટી સીઈઓ અમિત અગ્રવાલ દ્વારા રાજીનામુ આપી દેવાયું અને સાંજ થતા જ કંપનીના સીઈઓ વિનય દુબે દ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. બંને તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તમને રાજીનામાઓ કંપનીને સોંપ્યા છે અને બીજી તરફ બન્નેએ રાજીનામાં પાછળના કારણ અંગત દર્શાવ્યા છે

આ પણ વાંચો - રોયલ એન્ફિલ્ડને પણ ટક્કર આપતા benelliના બાઇકની કિંમતમાં ઘટાડો

જેટ એરવેઝનો શેર મંગળવારે 13% તૂટ્યો હતો. કહેવાય છે કે, માધ્યમોમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)ના નેતૃત્વવાળા લેન્ડર્સ હવે જેટમાં રોકાણ કરવા માટે નવા રોકાણકારો શોધી રહ્યા છે, તેવા અહેવાલો પ્રસિદ્ધ થતા જ જેટના શેરના ભાવો ગગડવા લાગ્યા ! મૂળે, એહતિયાદ એરવેઝે હવે જેટમાં રોકાણ કરવાનો વિચાર બંધ કર્યો છે. ગત સપ્તાહે થયેલી બીડમાં એહતિયાદને જેટ એરવેઝમાં 24% સ્ટેક લેવામાં નિમંત્રણ આપવામાં આવ્યું હતું। જે દર્શાવે છે કે હવે લેન્ડર્સ એવા કોઈ રોકાણકારોની શોધમાં છે જે મોટું રોકાણ કરીને જેટ એરવેઝને ફરી આકાશમાં ઉડાવી શકે

ઉલ્લેખનીય છે કે, એક સમયે દેશની સૌથી મોટી ખાનગી વિમાન કંપનીએ એપ્રિલમાં તેની સેવાઓ બંધ કરી દીધી હતી. કંપની ઉપર 10,000 કરોડથી વધારેનું દેવું છે. આ પરિસ્થિતિમાં કંપની લિકવીડિટી ક્રાઈસિસ માં હતી અને તેના કારણે કંપનીના હજારો કર્મચારીઓનું ભવિષ્ય અંધારામાં છે
First published: May 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...