Home /News /business /Adani Health Ventures Limited : સિમેન્ટ બાદ હવે ગૌતમ અદાણીની હેલ્થકેર સેક્ટરમાં આવવાની જાહેરાત
Adani Health Ventures Limited : સિમેન્ટ બાદ હવે ગૌતમ અદાણીની હેલ્થકેર સેક્ટરમાં આવવાની જાહેરાત
અદાણીનો વધુ એક શેર નિફ્ટી50માં દાખલ થશે.
અદાણી ગ્રૂપે (Adani Group) સ્ટોક એક્સચેન્જોને જાણ કરી છે કે તેની પેટાકંપની અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ હેલ્થકેર સંબંધિત બિઝનેસ કરશે. આમાં મેડિકલ અને ડાયગ્નોસ્ટિક સેવાઓનો પણ સમાવેશ થશે. આ કંપનીમાં અદાણી એન્ટરપ્રાઈઝનો સંપૂર્ણ હિસ્સો હશે.
સિમેન્ટ બિઝનેસમાં એન્ટ્રી કર્યા બાદ દેશના દિગ્ગજ બિઝનેસમેન ગૌતમ અદાણીએ હવે હેલ્થકેર સેક્ટરમાં આવવાની જાહેરાત કરી છે. તેમણે હેલ્થકેર સેવાઓ આપવા માટે એક અલગ કંપની બનાવી છે. અદાણી ગ્રુપે બુધવારે સ્ટોક એક્સચેન્જોને મોકલેલી માહિતીમાં આ માહિતી આપી છે.
અદાણી ગ્રુપની પેરેન્ટ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે હેલ્થકેર કંપનીનું નામ અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ (AHVL) રાખવામાં આવ્યું છે. આ કંપનીની રચના 17 મે, 2022ના રોજ કરવામાં આવી છે. આ નવી કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની હશે.
અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ હેલ્થકેર સંબંધિત બિઝનેસ કરશે. આમાં મેડિકલ અને ડાયગ્નોસ્ટિક સેવાઓનો પણ સમાવેશ થશે. ગ્રૂપે કહ્યું છે કે નવી કંપનીની પેઇડ-અપ કેપિટલ 1,00,000 રૂપિયા હશે. તબીબી અને તબીબી પરીક્ષણો સંબંધિત સેવાઓ પ્રદાન કરવા ઉપરાંત, તે આરોગ્ય તકનીક સુવિધાઓ પણ પ્રદાન કરશે. તેમાં સંશોધન કેન્દ્રો પણ હશે અને મેડિકલને લગતી અન્ય સેવાઓ પણ આ કંપની દ્વારા પૂરી પાડવામાં આવશે.
અદાણી ગ્રૂપે તેની ફાઇલિંગમાં જણાવ્યું છે કે આ હેલ્થકેર કંપની આગામી સમયમાં તેની કામગીરી શરૂ કરશે. જોકે, કંપની દ્વારા બિઝનેસ શરૂ કરવાનો સમય આપવામાં આવ્યો નથી. આ જાહેરાતના માત્ર એક દિવસ પહેલા, જૂથે અંબુજા સેમેટ્સ અને ACCના સંપાદનની જાહેરાત કરી હતી. અદાણી ગ્રૂપે સ્વિટ્ઝર્લેન્ડના હોલસીમ ગ્રૂપ પાસેથી આ બંને કંપનીઓમાં મોટો હિસ્સો ખરીદ્યો છે. આ અધિગ્રહણ પૂર્ણ થવાથી અદાણી ગ્રૂપ દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની બની જશે.
2014થી અદાણી ગ્રૂપની વૃદ્ધિની ગતિ ખૂબ જ ઝડપી છે. ત્યારથી, જૂથે વિવિધ વ્યવસાયોમાં 30 થી વધુ એક્વિઝિશન કર્યા છે. આજે આ જૂથ બંદરો, એરપોર્ટ અને પાવર જેવા ક્ષેત્રોમાં દેશનું સૌથી મોટું ખેલાડી બની ગયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર