Home /News /business /વધુ એક ફરસાણ કંપની લાવી રહી છે આઈપીઓ, Bikaji માં કમાણી પછી આના માટે તૈયાર રહો

વધુ એક ફરસાણ કંપની લાવી રહી છે આઈપીઓ, Bikaji માં કમાણી પછી આના માટે તૈયાર રહો

નાના ભાઈ બીકાજીમાં કમાયા હવે મોટાભાઈ હલ્દીરામમાં કમાણીની તક આવી રહી છે.

Haldiram IPO: તાજેતરમાં બીકાજી ફૂડ્સનો આઈપીઓ આવ્યો હતો. જેમાં રોકાણકારોને કમાણી થઈ હતી. ત્યારે હવે વધુ એક ફરસાણ કંપની પોતાનો આઈપીઓ લાવી રહી છે. જેનું નામ સાંભળતા જ તમને પણ થશે કે અત્યારથી આઈપીઓ ભરવા માટે રુપિયા એકબાજુ રાખી લઈએ.

  મુંબઈઃ બીકાજી ફુડ્સ (Bikaji Foods)ની શેરબજારમાં શાનદાર શરુઆત બાદ તેની પ્રતિસ્પર્ધી કંપની હલ્દીરામ (Haldiram) પણ આગામી 18 મહિનામાં પોતાની ઈનિશિયલ પબ્લિક ઓફર લાવવા માટે તૈયારી કરી રહી છે. અમારા સહયોગી ન્યુઝ ચેનલે સૂત્રોના હવાલે એક રિપોર્ટમાં આ અંગે જાણકારી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે આઈપીઓ લાવતા પહેલા હલ્દીરામ પરિવાર પોતાના નાગપુર અને દિલ્હી હેડક્વાર્ટરવાળા મુખ્ય બિઝનેસને ભેળવીને એક સંયુક્ત કંપની બનાવવાની યોજના ધરાવી રહી છે. આ માટે બંને પક્ષોએ મર્જરની પ્રક્રિયા અંગે વાતચિત પણ શરુ કરી દીધી છે અને આગામી એક વર્ષમાં તેને પૂર્ણ કરી દેવાની આશા છે.

  આ પણ વાંચો:Business Idea: ગોવા જ નહીં ગુજરાતમાં પણ થઈ શકે કાજુની ખેતી, આ ખેડૂતોની જેમ બની શકાય લાખપતિ

  એક જ પરિવારના બંને બિઝનેસ


  હલ્દીરામ અને બિકાજીએ એક જ પરિવારમાં શરૂઆત કરી હતી સૂત્રોએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ મર્જર માટે બેંકરનો પણ સંપર્ક કર્યો છે. તમને જણાવી દઈએ કે બિકાજી અને હલ્દીરામ બંને એક જ પરિવારમાંથી શરૂ થયા હતા અને ચાર સગા ભાઈઓ જ આ બંને કંપનીના માલિક છે. ચારેય ભાઈઓના દાદા ગંગા બિશન અગ્રવાલે 1982માં મૂળ હલ્દીરામ સ્નેક્સ કંપની શરૂ કરી હતી.

  સૌથી મોટા ભાઈ શિવ કિશન અગ્રવાલ, નાગપુર મુખ્યમથક ધરાવતા હલ્દીરામ સ્નેક્સનો વેપાર ચલાવે છે, જે પશ્ચિમ અને દક્ષિણ ભારતીય બજારોમાં મજબૂત હાજરી ધરાવે છે. બીજી તરફ, હલ્દીરામ ફૂડ્સ ઈન્ટરનેશનલ કે જેનું દિલ્હીમાં મુખ્ય મથક છે આ કંપનીને બે ભાઈઓ મનોહર અને મધુસૂદન અગ્રવાલ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે.

  આ પણ વાંચો:22 વર્ષની ઉંમરે તમારા ખાતામાં હશે 1 કરોડ, એક્સપર્ટે કહ્યું બસ આટલું કરો

  ચોથો ભાઈ બિકાજી ફૂડ્સ ચલાવે છે


  જ્યારે ચોથો ભાઈ શિવ રતન અગ્રવાલ બિકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલ ચલાવે છે. જેમના IPO ને તાજેતરમાં રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. બિકાજીનો IPO 7 નવેમ્બરે બંધ થયો હતો અને રોકાણકારો તરફથી 26.67 ગણો વધુ સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચોઃ Kayens Technology ના શેરનું 33% ના ઉછાળા સાથે ધમાકેદાર લિસ્ટિંગ, હવે આગળ રાખી મૂકવા કે વેચી દેવા?

  હલ્દીરામ પાસે એથનિક સ્નેક્સ માર્કેટમાં 48.5% બજાર હિસ્સો


  હલ્દીરામના સંભવિત IPO પર બજાર ખૂબ જ નજીકથી નજર રાખશે. Frost & Sullivan તરફથી તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર, બંને હલ્દીરામ કંપનીઓ સંયુક્ત રીતે ભારતીય એથેનિક સ્નેક્સ માર્કેટમાં 48.5 ટકા હિસ્સો ધરાવે છે. FY22માં બંને હલ્દીરામ કંપનીઓની સંયુક્ત આવક રૂ. 9,000 કરોડ હતી. જે સમાન નાણાકીય વર્ષમાં બિકાજી ફૂડ્સની રૂ. 1,600 કરોડની આવક કરતાં અનેક ગણી વધારે છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Gujarati news, IPO News, Share market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन