Home /News /business /ગબડતા રૂપિયા પર ક્યારે બ્રેક વાગશે? સમાન્ય માણસ ક્યાં સુધી ભોગવશે કમરતોડ ફટકો? જાણો કારણ અને ઉપાય

ગબડતા રૂપિયા પર ક્યારે બ્રેક વાગશે? સમાન્ય માણસ ક્યાં સુધી ભોગવશે કમરતોડ ફટકો? જાણો કારણ અને ઉપાય

વર્તમાનમાં એક ડોલરની કિંમત 83 રૂપિયા થઈ ગઈ છે.

Rupee vs Dollar: ઓક્ટોબર મહિનામાં હજુ સુધી ભારતીય રૂપિયો 2 ટકા ટકાથી પણ વધારે ઘટ્યો છે. જ્યારે, આ વર્ષે હજુ સુધી 12 ટકાના ઘટાડો નોંધાવામાં આવ્યો છે. આ પછી એક જ સવાલ મનમાં આવી રહ્યો છે, કે અમેરિકી ડોલરની સરખામણીએ રૂપિયામાં સતત ઘટાડો ક્યારે અટકશે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ ઓક્ટોબર મહિનામાં હજુ સુધી ભારતીય રૂપિયો 2 ટકા ટકાથી પણ વધારે ઘટ્યો છે. જ્યારે, આ વર્ષે હજુ સુધી 12 ટકાના ઘટાડો નોંધાવામાં આવ્યો છે. આ પછી એક જ સવાલ મનમાં આવી રહ્યો છે, કે અમેરિકી ડોલરની સરખામણીએ રૂપિયામાં સતત ઘટાડો ક્યારે અટકશે. લગભગ આ સવાલનો જવાબ આરબીઆઈ ગવર્નર જ આપી શકે છે? જો કે, ઘણા સંશોધનમાં દર્શાવવામાં આવ્યુ છે કે, આરબીઆઈ ગવર્નર પાસે બે મોટી મુશ્કેલીઓ છે. પહેલી રૂપિયાનો ઘટાડો રોકાવો. બીજી ભારતના ચલણ ભંડારમાં ડોલરને બચાવવા.

પહેલા જાણીએ કે આખરે રૂપિયામાં કેમ ઘટાડો થઈ રહ્યો છે?


દુનિયામાં બધા જ દેશો પાસે વિદેશી ચલણનો ભંડાર છે, જેના દ્વારા તે અન્ય દેશો પાસેથી લોનની આપ-લે કરે છે. પોતાની જરૂરિયાત મુજબ સામાન ખરીદે છે. વિદેશી ચલણ ભંડારમાં ઘટાડો અને વધારો થવાથી તે દેશના ચલણની હિલચાલ નક્કી કરવામાં આવે છે. જો ભારતના વિદેશી ચલણ ભંડારમાં ડોલર, અમેરિકાના રૂપિયાના ભંડારની સમાન હોય ચો રૂપિયાની કિંમત સ્થિર રહેશે.

હવે શું કરશે આરબીઆઈ ગવર્નર?


આરબીઆઈ ગવર્નર જો રૂપિયાને બચાવવા માટે ડોલર વેચે છે, તો ચલણ ભંડાર ઓછું થશે. જ્યારે, ડોલરને બચાવે છે તો રૂપિયો નબળો થાય છે. જોકે, હવે નિષ્ણાતો માની રહ્યા છે કે, આરબીઆઈની પાસે વર્તમાન સ્થિતિને સંભાળવા માટે હવે થોડા જ વિકલ્પ બચ્યા છે.

આ પણ વાંચોઃ માત્ર એક જ વર્ષમાં રોકેટની ઝડપે વળતર આપશે આ 8 શેર, એક્સપર્ટને પણ છે પૂરેપૂરો વિશ્વાસ

પહેલા તો આરબીઆઈ રૂપિયામાં ધટાડો થવા દે. જેમ કે હાલ બ્રોકરેજ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, જો આરબીઆઈ ડોલર વેચીને તેને નહિ સંભાળે તો, રૂપિયો ઘટીને 85 પ્રતિ ડોલરના સ્તર પર પણ આવી શકે છે.

જ્યારે બીજી તરફ આરબીઆઈ વ્યાજ દર વધારી દે. એવામાં ભારતીય કેપિટલ માર્કેટ રોકાણ માટે વધુ આકર્ષક બની જશે, એટલે કે વિદેશી રોકાણકારોને વધારે રૂપિયા બનાવવાની તક મળશે. જો કે, તેઓ ભારતમાં રોકાણ વધારી શકે છે.

આ ઉપરાંત જો આપણે કોઈ સામાન અન્ય દેશો પાસેથી આયાત કરવા માટે 10 અમેરિકી ડોલર ખર્ચ કરીએ છીએ, તો તેટલા રૂપિયાનો સામાન નિકાસ પણ કરીએ. આથી વિદેશી ચલણ પણ સ્થિર થઈ જશે અને રૂપિયો પણ મજબૂત થશે.

શું આનાથી સામાન્ય માણસને નુકસાન થશે?


રૂપિયો નબળો પડવાથી કે વિદેશી ચલણના ભંડારમાં ઘટાડો થવાથી.. બંને સ્થિતિમા સામાન્ય માણસની મુશ્કેલીઓમાં વધારો થાય છે. પહેલા વાત કરીએ ચલણ ભંડારમાં ઘટાડો થવાની? ચલણ ભંડારમાં ઘટાડો થશે તો, આપણા રોજબરોજનો સામાન જે આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ જેમ કે ક્રૂડ ઓઈલ, દાળ અને અન્ય સામાન.. એવામાં આ વસ્તુઓની કિંમતમાં મોટો વધારો થશે. જેથી દેશમાં મોંઘવારી ફાટી નીકળશે. જ્યારે, બીજી તરફ ભારત અમેરિકી ડોલર બચાવવાનો પ્રયત્ન કરશે તો રૂપિયો નબળો થઈ જશે. એવામાં વ્યાજ દરમાં પણ વધારો થશે. આર્થિક વૃદ્ધિ પર પણ અસર થશે. સામાન્ય માણસ માટે ઈએમઆઈ મોંઘો થઈ જશે. ખર્ચ કરવા માટે ઓછા રૂપિયા હાથમાં આવશે. માગ પર પણ અસર પડશે. સામાન્ય માણસની જેમ સરકાર અને કંપનીઓ પર પણ વ્યાજનું ભારણ વધશે.

આ પણ વાંચોઃRIL Q2 results: રિલાયન્સનો કન્સોલિડેટેડ નફો 13 કરોડને પાર, જીઓનો ઘોડો વીનમાં, આવકમાં 20 ટકાનો વધારો

રૂપિયામાં પહેલા ક્યારે ભયંકર ઘટાડો થયો


વર્ષ 2013માં રૂપિયો ઝડપથી ઘટી રહ્યો હતો. પરંતુ રઘુરામ રાજનના તરફથી વ્યાજ દર વધારવામાં આવતા રૂપિયામાં ઘટાડો અટકી ગયો હતો. તેમનો કાર્યકાળ 2013થી 2016 સુધી રહ્યો. તેઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 23માં ગવર્નર હતા. તેમના આરબીઆઈ ગવર્નર બન્યા બાદ ડોલરની કિંમત 67.03 રૂપિયા હતી. ત્યારબાદ 2014 સુધી તે ઘટીને 63.17 રૂપિયા થઈ ગઈ. વર્ષ 2015માં રૂપિયાની સ્થિતિ નબળી થવા લાગી અને ડોલરની કિંમત 63.18 થી વધીને 66.16 રૂપિયા થઈ હતી. વર્ષ 2016માં તે સ્થિર રહી અને જ્યારે રઘુરામ રાજનનો કાર્યકાળ પૂરો થયો એટલે ચાર સપ્ટેમ્બર 2016ના રોજ એક ડોલરની કિંમત 66.67 રૂપિયા હતા.

હવે 2016થી 2018 વચ્ચેના આંકડા જોઈએ તો, જ્યારે ઉર્જિત પટેલ ગવર્નર હતા. તે બે વર્ષોમાં એક ડોલરની કિંમત 67.19 રૂપિયાથી વધીને 69.79 રૂપિયા થઈ હતી. એટલે કે બે વર્ષમાં ભારતીય ચલણ 2.6 રૂપિયા નબળું થયુ હતું.

ત્યારબાદ 2019-2020માં કોરોનાકાળ દરમિયાન સૌથી વધારે ભારતીય ચલણને નુકસાવ થયું. એક વર્ષની અંદર ડોલરના પ્રમાણમાં રૂપિયા લગભગ ચાર રૂપિયા સુધી ઘટી ગયો હતો.


વર્ષ 2019માં એક ડોલરની કિંમત 70.42 રૂપિયા હતી, જે 2020 સુધી 74.10 રૂપિયા સુધી પહોંચી ગઈ. વર્ષ 2021માં તેમાં સુધારો જોવા મળ્યો અને એક ડોલરની કિંમત 74.10 થી ઘટીને 73.91 રૂપિયા સુધી પહોંચી ગઈ. આ વર્ષે તેમાં સૌથી વધારે વધારો થયો છે. હવે એક ડોલરની કિંમત 83 રૂપિયા થઈ ગઈ છે.
First published:

Tags: Business news, Indian rupee, US Dollar