Home /News /business /

એક દિવસની રાહત બાદ ફરી પેટ્રોલના ભાવમાં ભડકો, રૂ. 89.60 પ્રતિ લિટર

એક દિવસની રાહત બાદ ફરી પેટ્રોલના ભાવમાં ભડકો, રૂ. 89.60 પ્રતિ લિટર

પ્રતિકાત્મક તસવીર

એક દિવસની રાહત બાદ પેટ્રોલના ભાવમાં એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે. પેટ્રોલના ભાવમાં 06 પૈસાનો વધારો થયો છે.

    એક દિવસની રાહત બાદ પેટ્રોલના ભાવમાં એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે. પેટ્રોલના ભાવમાં 06 પૈસાનો વધારો થયો છે. જોકે, ડીઝલના ભાવમાં બીજા દિવસે કોઇ ફેરફાર થયો નથી. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલમાં 06 પૈસાનો વધારો થતાં પેટ્રોલ 82.22 રૂપિયા થયો છે. જ્યારે ડીઝલ રૂ. 73.87 પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. જ્યારે અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ રૂ.81.35, ડીઝલ રૂ.79.28 પ્રતિ લિટર પહોંચ્યું છે.

    પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી મુંબઇના લોકોને વધારે મુશ્કેલીઓ વર્તાઇ રહી છે. મુંબઇમાં પેટ્રોલનો ભાવ 90 રૂપિયાની નજીક પહોંચી ચુક્યો છે. ગુરુવારે માયાનગરીમાં પેટ્રોલ 89.60 રૂપિયા પ્રતિ લિટર વચ્ચે જઇ રહ્યો છે. જ્યારે ડીઝલ 78.42 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યો છે. છેલ્લા બે દિવસની વાત કરીએ તો મુંબઇમાં પેટ્રોલ 89.54 રૂપયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.

    પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવમાં કોલકત્તા અને ચેન્નાઇના લોકોને પણ મુશ્કેલીઓમાં મુક્યા છે. ચેન્નાઇમાં પેટ્રોલ 85.48 રૂ. પ્રતિ લિટર વેચાઇ રહ્યો છે. જ્યારે ડીઝલ 78.10 રૂ. પ્રતિ લિટર વેચાઇ રહ્યો છે. કોલકાત્તામાં લગભગ આજ હાલત છે. કોલકત્તામાં પેટ્રોલ 84.07 રૂ. પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. જ્યારે ડીઝલ 75.72 પ્રતિ લિટર પહોંચ્યું છે.

    ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ

    વડોદરામાં  પેટ્રોલ રૂ.81.14, ડીઝલ રૂ.79.06
    રાજકોટમાં  પેટ્રોલ રૂ.81.24, ડીઝલ રૂ.79.19
    જામનગરમાં પેટ્રોલ રૂ.81.29, ડીઝલ રૂ.79.22
    આણંદમાં  પેટ્રોલ રૂ.81.32, ડીઝલ રૂ.79.24
    સુરતમાં  પેટ્રોલ રૂ.81.35, ડીઝલ રૂ.79.30
    અમદાવાદમાં  પેટ્રોલ રૂ.81.35, ડીઝલ રૂ.79.28
    પાલનપુરમાં પેટ્રોલ રૂ.81.39, ડીઝલ રૂ.79.34
    પાટણમાં  પેટ્રોલ રૂ.81.48, ડીઝલ રૂ.79.43
    મહેસાણામાં પેટ્રોલ રૂ.81.49, ડીઝલ રૂ.79.44
    બનાસકાંઠામાં  પેટ્રોલ રૂ.81.49, ડીઝલ રૂ.79.44
    નવસારીમાં   પેટ્રોલ રૂ.81.60, ડીઝલ રૂ.79.95
    ગાંધીનગરમાં   પેટ્રોલ રૂ.81.62, ડીઝલ રૂ.79.55
    ભૂજમાં  પેટ્રોલ રૂ.81.63, ડીઝલ રૂ.79.55
    પોરબંદરમાં  પેટ્રોલ રૂ.81.68, ડીઝલ રૂ.79.61
    ગોધરામાં  પેટ્રોલ રૂ.81.76, ડીઝલ રૂ.79.69
    ભરૂચમાં પેટ્રોલ રૂ.81.77, ડીઝલ રૂ.79.70
    તાપીમાં પેટ્રોલ રૂ.81.88, ડીઝલ રૂ.79.83
    જૂનાગઢમાં પેટ્રોલ રૂ.81.89, ડીઝલ રૂ.79.83
    અમરેલીમાં  પેટ્રોલ રૂ.81.92, ડીઝલ રૂ.79.86
    હિંમતનગરમાં  પેટ્રોલ રૂ.81.97, ડીઝલ રૂ.79.89
    સુરેન્દ્રનગરમાં  પેટ્રોલ રૂ.82.14, ડીઝલ રૂ.80.07
    દાહોદમાં  પેટ્રોલ રૂ.82.29, ડીઝલ રૂ.80.21
    ભાવનગરમાં પેટ્રોલ રૂ.82.54, ડીઝલ રૂ.80.46
    Published by:ankit patel
    First published:

    Tags: Petrol diesel prices, Price Hike, અમદાવાદ, ગુજરાત, ભારત

    આગામી સમાચાર