Home /News /business /

Petrol, Diesel Price Today: 11 દિવસમાં અઢી રૂપિયા મોંઘા થયા પેટ્રોલ અને ડીઝલ

Petrol, Diesel Price Today: 11 દિવસમાં અઢી રૂપિયા મોંઘા થયા પેટ્રોલ અને ડીઝલ

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. સવારે છ વાગ્યાથી નવો ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ જબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવે સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધારી, જાણો આપના શહેરમાં કેટલો વધ્યો ભાવ

    નવી દિલ્હી. પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel Price)ની વધતી કિંમતોએ સામાન્ય જનતાની મુશ્કેલી વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Oil PSUs) આજે ફરીથી બંને ઈંધણના ભાવમાં ભારે વધારો કર્યો છે. પેટ્રોલની કિંમત (Petrol Price Today)માં જ્યાં પ્રતિ લીટર 24થી 27 પૈસાનો વધારો થયો. જ્યારે ડીઝલ (Diesel Price Today) પણ 27થી 31 પૈસા મોંઘું થયું. નોંધનીય છે કે, હાલના સમયમાં દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓલટાઇમ હાઈ પર ચાલી રહ્યા છે. છેલ્લા થોડાક દિવસથી ઈંધણની કિંમતોમાં સતત તેજીથી દેશના અનેક શહેરોમાં ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ઇન્દોર, ભોપાલ અને જયપુર સહિત અનેક શહેરોમાં ભાવ 100 રૂપિયાની નજીક છે.

    11 દિવસમાં અઢી રૂપિયા મોંઘું થયું પેટ્રોલ

    પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદથી પેટ્રોલ અને ડીઝલાન ભાવમાં તેજી જોવા મળી રહી છે. ચૂંટણી બાદ સમયાંતરે 11 દિવસમાં પેટ્રોલ 2.50 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે.

    ડીઝલ 2.78 રૂપિયા મોંઘું થયું

    જો ડીઝલની વાત કરીએ તો આ દરમિયાન ડીઝલના ભાવમાં 11 દિવસમાં 2.78 રૂપિયા સુધીનો વધારો થયો છે.

    આ પણ વાંચો, Tauktae Cyclone: મુંબઈએ 40 વર્ષમાં પહેલીવાર કર્યો ભીષણ વાવાઝોડાનો સામનો, મહારાષ્ટ્રમાં 6 લોકોનાં મોત

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 18 May 2021)

    >> દિલ્હી- પેટ્રોલ 92.85 રૂપિયા અને ડીઝલ 83.51 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> મુંબઈ- પેટ્રોલ 99.14 રૂપિયા અને ડીઝલ 90.71 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચેન્નઈ- પેટ્રોલ 94.54 રૂપિયા અને ડીઝલ 88.34 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> કોલકાતા- પેટ્રોલ 92.92 રૂપિયા અને ડીઝલ 86.35 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, Badrinath Dham: વૈદિક પરંપરા સાથે બ્રહ્મ મુહૂર્તમાં ખુલ્યા ભગવાન બદ્રી વિશાળના કપાટ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, આઇઓસી, ભારત

    આગામી સમાચાર