Home /News /business /8 મહિના પછી ટાટા સ્ટીલમાં આવી ચમક, એક્સપર્ટે કહ્યું,‘આંખ બંધ કરીને લગાવી દો રૂપિયા’
8 મહિના પછી ટાટા સ્ટીલમાં આવી ચમક, એક્સપર્ટે કહ્યું,‘આંખ બંધ કરીને લગાવી દો રૂપિયા’
ટાટા સ્ટીલમાં ફરીથી આવી ચમક
કંપનીના શેર 8 મહિનાની હાઈ પર પહોંચી ગયા છે. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો કંપનીના શેરોનો ભાવ 34 ટકા સુધી વધી ગયો છે. કંપનીના શેર બપોરે 12.40 પર બીએસઈમાં 0.22 ટકાની તેજીની સાથે 115.95 પર ટ્રેડ કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ ટાટા ગ્રુપની કંપની ટાટા સ્ટીલના શેરોમાં સપ્તાહના ચોથા કારોબારી દિવસે પણ તેજી જોવા મળી હતી. ત્યારપછી કંપનીના શેર 8 મહિનાની હાઈ પર પહોંચી ગયા. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો કંપનીના શેરોનો ભાવ 34 ટકા સુધી વધી ગયો છે. કંપનીના શેર બપોરે 12.40 પર બીએસઈમાં 0.22 ટકાની તેજીની સાથે 115.95 પર ટ્રેડ કરી રહ્યા છે. જો કે, 20 મે 2022ના રોજ 117 રૂપિયાના સ્તરની ઘણી જ નજીક છે.
150 રૂપિયાના સ્તરની નજીક જશે શેર
ટાટા સ્ટીલના શેર આગામી 12 મહિનામાં 150 રૂપિયાના સ્તરની નજીક જઈ શકે છે. બિઝનેસ સ્ટાનડર્ડની રિપોર્ટના અનુસાર, બ્રોકરેજ હાઉસ જેફરિજને વિશ્વાસ છે કે, થોડા જ સમયમાં કંપનીની તેજી જોવા મળશે. આ જ કારણ છે કે, જેફરીજે આ શેરને બાય ટેગ કર્યુ છે. એક્સપર્ટનું કહેવું છે કે, ચીનમાં કોવિડ નિયમોમાં છૂટ આપવામાં આવી રહી છે. જેની કંપની પર હકારાત્મક અસર પડશે.
ટાટા સ્ટીલના રોકાણકારો માટે ગત એક મહિનો ઘણો નિરાશાજનક રહ્યો છે. આ દરમિયાન કંપનીના શેરોનો ભાવ 0.17 ટકા સુધી ઘટ્યો છે. ટાટા સ્ટીલના શેરોનું બીએસઈમાં 52 સપ્તાહનું ઉચ્ચતમ સ્તર 138.63 રૂપિયા અને 52 સપ્તાહનું નીચુ સ્તર 82.71 રૂપિયા છે. જાણકારી અનુસાર, કંપનીની માર્કેટ કેપ 1,41,506.53 કરોડ રૂપિયા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર