Home /News /business /

Budget 2019: સામાન્ય વ્યક્તિ પર 34 વર્ષ બાદ ફરી લાગુ થઈ શકે છે આ ટેક્સ

Budget 2019: સામાન્ય વ્યક્તિ પર 34 વર્ષ બાદ ફરી લાગુ થઈ શકે છે આ ટેક્સ

પીએમ મોદીની ફાઇલ તસવીર

મોદી સરકારે આકરો નિર્ણય લેવામાં આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે સરકાર આ નિર્ણય લઈ શકે છે.

    CNBC આવાઝ  :  નોટબંધી હોય કે જીએસટી દેશહીત માટે આકરા નિર્ણયો લેવામાં મોદી સરકાર પંકાયેલી છે. આજે જ્યારે ગૃહમા કેન્દ્રીય બજેટ પ્રસ્તુત થવા જઈ રહ્યું છે ત્યારે મોદી સરકાર 34 વર્ષ બાદ એક ટેક્સ ફરીથી લાગુ કરી શકે છે. લાઇવ મિન્ટના અહેવાલ મુજબ વારસાની સંપતિ પર લાગતો ઇનહેરિટન્સ ટેક્સ ફરીથી લાગુ કરી શકે છે. આ ટેક્સ 1985માં સમાપ્ત થઈ ગયો હતો. પ્રાપ્ત અહેવાલો મુજબ સરકાર આ ટેક્સ ફરી લાગુ કરી શકે છે. ગિફ્ટ અથવા તો વારસામાં મળેલી સંપતી પર લાગતા ટેક્સને ઇનહેરિટન્સ ટેક્સ કહેવામાં આવે છે.

    પડકાર
    જીએસટીના વર્તમાન ટેકર્સ કલેક્શનના આંકડા મુજબ જીએસટી સંગ્રહનું પ્રમાણ ઓછું છે. સરકાર સામે ટેક્સની આવક રળવાનો મોટો પડકાર છે. તેથી ઇનહેરિટન્સ ટેક્સ લાગુ કરવા સામે પણ પડકારો છે. ઘણા લોકો એવા હશે જેમની પાસે વારસાગત મિલકત છે પરંતુ તેનો ટેક્સ આપવાના પૈસા નહીં હોય, આમ આવા લોકોએ ટેક્સ ભરવા સંપતિ વેચવી પણ પડી શકે છે.

    આ પણ વાંચો :  પીએમ મોદીના સ્વપ્નને પુરૂ કરવા માટે આ વ્યક્તિએ તૈયાર કર્યો માસ્ટર પ્લાન

    ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટ પહેલાં ગુરૂવારે રાજ્યસભામાં દેશનો આર્થિક સરવે રજૂ કરાયો હતો. આ સરવેમાં વર્ષ 2025 સુધીમાં ભારતને 5 લાખ કરોડ ડૉલરનું અર્થતંત્ર બનાવવાના સ્વપ્ન સાથે આગામી વર્ષ દરમિયાન 7 ટકાના વિકાસદરે અર્થતંત્રને દોડતું કરવાની કવાયત હાથ ધરાઈ છે. આ સરવે દેશના મુખ્ય આર્થિક સલાહકાર પ્રોફેસર કેવી સુબ્રમણ્યને તૈયાર કર્યો છે. તેમનું કામ વિદેશ વેપાર, ઔદ્યોગિક વિકાસના મુદ્દા પર નીતિગત સલાહ આપવાનું છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Business news in gujarati, Nirmala Sitaraman, Union Budget 2019

    આગામી સમાચાર