Home /News /business /

હવે નોકરી છૂટશે તો PFમાંથી 75% રકમ જ ઉપાડી શકાશે

હવે નોકરી છૂટશે તો PFમાંથી 75% રકમ જ ઉપાડી શકાશે

પીએફ ખાતુ પણ ચાલુ જ રહેશે.

    EPFOએ પોતાના સભ્યોને ત્રીસ દિવસ સુધી બેરોજગાર રહેવાની સ્થિતિમાં 75 ટકા રકમ ઉપાડી શકે તેવો નિર્ણય કર્યો છે. આ રીતે તેમનું પીએફ ખાતુ પણ ચાલુ જ રહેશે. અત્યારના નિયમ પ્રમાણે જો ઇપીએફઓનો કોઇ સભ્ય બે મહિના સુધી બેરોજગાર રહે છે ત્યારે તે એક જ વારમાં પીએફમાંથી સંપૂર્ણ રકમ ઉપાડી શકે છે.

    EPFO 1952ના નવા નિયમો પ્રમાણે આ સભ્યોને બાકીની 25 ટકા રકમ પણ ઉપડી શકવાનો વિકલ્પ પણ આપ્યો છે. જોકે તેઓ આ પગલું ત્યારે જ લઇ શકે છે જ્યારે બે મહિના સુધી તેઓ બેરોજગાર હોય. જે પછી છેલ્લે આખું સેટલમેન્ટ થઇ શકે છે.

    EPFOના સેન્ટ્રલ બોર્ડના ચેરમેન અને શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારે કહ્યું કે, અમે યોજનામાં લોકોની સુવિધા માટે બદલાવનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત નોકરી છોડ્યાના એક મહિના બાદ 75 ટકા રકમ ઉપાડી શકશે અને સાથે જ EPFO અકાઉન્ટ પણ જળવાઈ રહેશે. વર્તમાન વ્યવસ્થામાં કોઈપણ કર્મચારી નોકરી છોડ્યાના બે મહિના બાદ પોતાનું ફંડ ઉપાડી શકે છે.

    આ નવી યોજના અંતર્ગત વ્યક્તિ પોતાનું પીએફ અકાઉન્ટ ચાલુ રાખી શકે છે અને તેનો ઉપયોગ બીજી નોકરી મળવા પર કરી શકે છે. પહેલા પ્રસ્તાવ રખાયો હતો કે 60 ટકા રકમ જ ઉપાડી શકાશે, પરંતુ CBTએ આ મર્યાદા 75 ટકા કરી દીધી.

    ગંગવારે કહ્યું કે, અમે ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) મેન્યુફેક્ચર4સ એસબીઆઈ અને યુટીઆઈ મ્યૂચ્યુઅલ ફંડની સમય મર્યાદા પણ 1 જુલાઈ 2019 સુધી વધારી દીધી છે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં જ ઈટીએફમાં રોકાણ 1 લાખ કરોડને પાર કરી જશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Epfo, PF

    આગામી સમાચાર