બાર વર્ષે બાવો બોલ્યો: RBIએ 21 મહિને કહ્યું, નોટબંધી પછી 99.3% જૂની નોટો થઇ જમા!

News18 Gujarati
Updated: August 29, 2018, 1:44 PM IST
બાર વર્ષે બાવો બોલ્યો: RBIએ 21 મહિને કહ્યું, નોટબંધી પછી 99.3% જૂની નોટો થઇ જમા!
આરબીઆઈ (ફાઇલ ફોટો)

નોટબંધીના એલાન બાદ 21 મહિના પછી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું કે 99.3% જૂની નોટો બેંકમાં જમા થઇ છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : કોણ કહે છે સરકારી તંત્ર કામ નથી કરતુ ? દેશની સર્વોચ્ચમ બેન્ક માટે ઘણા લોકોએ આ મામલે આંગળી ચીંધેલી। લોકોને ક્યાં ખબર હોય છે કે નોટો ગણવું એ કેટલું અઘરું કામ હોય છે ! આખરે આઠમી નવેમ્બર, 2016ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી નોટબંધીની જાહેરાત બાદ 21 મહિના પછી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સત્તાવાર આંકડો જારી કરી જણાવ્યું કે લગભગ 99.3% જૂની નોટો બેંકમાં પરત આવી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, 21 મહિના પૂર્વે દેશભરમાંથી હજાર અને પાંચસોની નોટોનું જૂનું ચલણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આરીબાઈએ બુધવારે આંકડાઓ જાહેર કરી જણાવ્યું હતું કે નોટબંધી દરમિયાન 15 લાખ, 41 હજાર કરોડ રૂપિયા ચલણમાં હતા, જે પૈકીના 15 લાખ, 31 હજાર કરોડ અત્યારસુધીમાં પરત આવી ગયા છે.

આરબીઆઇએ તેના અહેવાલમાં એમ પણ જણાવ્યું છે કે, નોટબંધી બાદ વર્ષ-2017-18માં નોટોની કમી વર્તાઈ હતી. 2015-16માં 632926 નકલી નોટો પકડાઈ હતી, જયારે 2016-17માં 762072 નકલી નોટો અને 2017-18માં 522783 નકલી નોટોની ઓળખ થઇ હતી.

આરબીઆઇ અનુસાર નકલી નોટોમાં 31.4% ની કમી જોવા મળી છે. 100 રૂપિયાની નકલી નોટોની ઓળખમાં 35%નો વધારો થયો છે, જયારે 50 રૂપિયાની નકલી નોટોમાં 154.3%નો વધારો નોંધાયો છે. બેંકોમાં 500 રૂપિયાની 9892 અને 2000 રૂપિયાની 17929 નકલી નોટોની ઓળખ થઇ છે.
First published: August 29, 2018, 1:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading