Tata Group IPO: ટાટા ગ્રુપની કોઈ કંપનીનો આઈપીઓ 19 વર્ષ બાદ આવી રહ્યો છે. ટાટા મોટર્સની સહયોગી કંપની ટાટા ટેક આ આઈપીઓ દ્વારા 4 હજાર કરોડ રુપિયા એકઠા કરવાનો પ્લાન ધરાવે છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેરની કિંમતોમાં અત્યારેથી ભારે ઉછાળો છે.
જે લોકો શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે, તે લોકો માટે સારા સમાચાર છે. દેશના સૌથી મોટા ઔદ્યોગિક નામ સાથે જોડાયેલ ટાટા ગ્રુપ (Tata Group) 19 વર્ષ બાદ IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે. અગાઉ કંપનીએ ઓટોકોમ્પ સિસ્ટમ્સનો IPO લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં આ આઈપીઓની યોજનાને રદ કરી દીધી હતી. ટાટા મોટર્સ (Tata Motors)ની સહયોગી કંપની ટાટા ટેકનોલોજીસ (Tata Technologies) આ IPOની મદદથી 3,500થી લઈને 4,000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. આ ઈશ્યૂ માટે કંપનીની વેલ્યુએશન 16,200થી 20,000 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. ટાટા ગ્રુપના આ IPO માટે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર, કંપની બે એડવાઈઝર્સ સાથે કામ કરી રહી છે. ઉપરાંત વધુ એક એડવાઈઝરને નિયુક્ત કરવાની પ્રક્રિયા ચાલુ છે. ગત મહિને ટાટા મોટર્સના બોર્ડે ટાટા ટેકમાં IPOની મદદથી કેટલીક ભાગીદારી વેચવાની રજૂઆત પર મહોર લગાવવામાં આવી હતી. ત્યારબાદ કંપનીના અનલિસ્ટેડ શેરમાં સતત તેજી જોવા મળી રહી છે.
આ IPO માટે ટાટા ગ્રુપે અત્યાર સુધી કોઈ તારીખ જાહેર કરી નથી. આ અંગે કંપની જણાવે છે કે, યોગ્ય સમયની રાહ જોવામાં આવી રહી છે. ટાટા સન્સના હાલના ચેરમેન ચંદ્રશેખરના કાર્યકાળમાં ટાટા ગ્રુપનો આ પહેલો IPO હશે. ચંદ્રશેખરે વર્ષ 2017માં ચાર્જ સંભાળ્યો હતો. ટાટા ટેકનોલોજીસ ડિજિટલ, એન્જિનિયરીંગ અને ટેકનિક સર્વિસ સેક્ટરમાં વિશ્વની અગ્રણી કંપનીઓમાં શામેલ છે. જેમાં ટાટા મોટર્સની 74.42 ટકા ભાગીદારી રહેલી છે. આ પ્રકારે 8.96 ટકા ભાગીદારી અલ્ફા ટીસી અને 4.48 ટકા ભાગીદારી ટાટા કેપિટલ ગ્રોથ ફંડની છે.
19 વર્ષ પહેલા ટાટા ગ્રુપની કંપનીનો IPO બહાર પાડવામાં આવ્યો હતો. વર્ષ 2004માં ટાટા ગ્રુપની ટાટા કન્સલટન્સી સર્વિસ (TCS)નો IPO બહાર પાડવામાં આવ્યો હતો. TCS ભારતની બીજા નંબરની સૌથી મૂલ્યવાન કંપની છે. મુકેશ અંબાણી (Mukesh Ambani) ભારત અને એશિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ની માર્કેટ કેપ 1,671,800.07 કરોડ રૂપિયા છે. TCSની માર્કેટ કેપ 1,233,082.02 કરોડ રૂપિયા છે, જે ભારતમાં બીજા નંબર પર આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર