ગુન્હા બાદ કોઈને સજા આપવા પાછળનો ઈરાદો તેને સુધારવા માટેનો પણ હોય છે. જેલમાંથી નીકળ્યા બાદ કેટલાક લોકોમાં ફેરફાર જોવા પણ મળે છે, પરંતુ ભાગ્યે જ કોઈ એવું હોય છે જે જેલમાંથી બહાર નીકળ્યા બાદ કરોડપતિ બની જાય. આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું, જેની જિંદગીના 10 વર્ષ જેલમાં વિત્યા અને બહાર આની 2 વર્ષમાં તે બની ગયો કરોડપતિ.
આ વ્યક્તિનું નામ છે બિલી બી. વર્ષ 2002માં બિલી બી યૂનિવર્સિટી ઓફ વિસ્કોનસિન-રિવર ફોલ્સની પાર્ટીમાં ડ્રગ્સ વેચતો હતો. ડ્રગ્સના ઓવરડોઝથી તેના એક મિત્રનું મોત થયું હતું. પોલીસે બિલી બીની ધરપકડ કરી લીધી અને તેને 10 વર્ષની સજા થઈ.
બિલી બી પોતાની જિંદગીના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે જ તેણે વિચારી લીધુ કે તે બહાર જઈ શું કરશે. તેણે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને બીજા કેદીઓ સાથે સારો સંબંધ બનાવવાનું શરૂ કર્યું. બિલીને લખવામાં રસ હતો, તેણે જેલમાં એક પુસ્તક લખ્યું. એટલું જ નહી તેણે જેલમાં કામ કરી પૈસા પણ કમાયા.
જેલમાંથી નીકળ્યા બાદ બિલીએ બ્રાંડૈડ ટી-શર્ટ્સ વેચવાનો બિઝનેસ શરૂ કર્યો. તેની માટે તેણે અપેરલ મેન્યુફેક્ચર્સ અને સ્ક્રીન પ્રિટર્સનો સંપર્ક કર્યો. આ બિઝનેસમાં તેને જબરદસ્ત ફાયદો થયો અને 6 મહિનામાં સારો એવો નફો મળ્યો. બિલી આટલે ન રોકાયો અને શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરવાનું શરૂ કર્યું. સેર માર્કેટમાં પણ તેને ઘણો ફાયદો મળ્યો, તેણે એક ઘર ખરીદી લીધુ. જ્યારે બિલીને જેલમાંથી બહાર આવે 2 વર્ષ થયા, તો તેની પાસે એક કરોડ કરતા પણ વધારે સંપત્તિ બની ગઈ અને તે હાલમાં પણ તે સફળતાપૂર્વક પોતાનો બિઝનેસ ચલાવી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર