જાન્યુઆરી 2013માં સ્થપાયેલી એથર સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદક છે, જે એડવાન્સ્ડ ઇન્ટરમિડિયેટ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે નાણાંકીય વર્ષ 2019થી 2021ની વચ્ચે લગભગ 49.5 ટકાના CAGR પર વિકાસ પામી છે.
સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદક એથર ઇન્ડસ્ટ્રીઝે (Aether Industries) શેરબજારમાં જોરદાર એન્ટ્રી કરી છે. કંપનીનો આઈપીઓ (Aether Industries IPO) શેરબજારમાં લિસ્ટ કરવામાં આવ્યો છે. આ ઇશ્યૂ 10 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે. BSE પર શેર 706.15 રૂપિયા અને NSE પર 704 રૂપિયાના ભાવે (Aether Industries Stock price) ખુલ્યો છે. જેથી રોકાણકારોને લિસ્ટિંગ ગેઈન તરીકે 10 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે.
લાંબાગાળાના રોકાણકારો સ્ટોક ભેગા કરી શકે
આ શેર બાબતે સ્વસ્તિકા ઇન્વેસ્ટમાર્ટના વરિષ્ઠ વિશ્લેષક આયુષ અગ્રવાલે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022ના આંકડાના આધારે ઇશ્યૂની કિંમત 72.30ની P/E (પ્રાઇસ-ટુ-અર્નિંગ) રાખવામાં આવી હતી. જો કે, અમારું માનવું છે કે કંપની તેની સારી વૃદ્ધિની શક્યતાને કારણે આ પ્રીમિયમ મલ્ટીપલની હકદાર છે. લાંબાગાળાના રોકાણકારો લિસ્ટિંગ પછી સ્ટોક ભેગા કરી શકે છે.
એથરે રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ કંપની દેશમાં સૌથી ઝડપથી વિકસતા રસાયણ ઉત્પાદકોમાં સ્થાન ધરાવે છે. પબ્લિક ઇશ્યૂ દ્વારા કંપનીએ રૂ. 808 કરોડ ઊભા કર્યા હતા. તેના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો, ખાસ કરીને સંસ્થાકીય રોકાણકારોએ વધુ રસ દાખવ્યો હતો. આ IPO 24-26 મે દરમિયાન 6.26 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કારણ કે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સે 17.57 ગણી અને ફાળવેલા ક્વોટા કરતાં 2.52 ગણી ખરીદી કરી હતી. છૂટક રોકાણકારો અને કર્મચારીઓ માટે અલગ રાખવામાં આવેલ હિસ્સો સંપૂર્ણ બુક થઈ ગયો હતો.
આ IPOમાં 627 કરોડ રૂપિયા સુધીનો નવો ઇશ્યૂ અને 181 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ હતો. આ ઓફરની પ્રાઇસ બેન્ડ 610-642 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. કંપનીએ મોટા રોકાણકારો પાસેથી 240 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. નવા ઇશ્યૂમાંથી પ્રાપ્ત થયેલી આવકનો ઉપયોગ દેવું ચૂકવવા, ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે મૂડીગત ખર્ચને પહોંચી વળવા, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો અને જનરલ કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
અહી નોંધનીય છે કે, જાન્યુઆરી 2013માં સ્થપાયેલી એથર સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદક છે, જે એડવાન્સ્ડ ઇન્ટરમિડિયેટ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે નાણાંકીય વર્ષ 2019થી 2021ની વચ્ચે લગભગ 49.5 ટકાના CAGR પર વિકાસ પામી છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર