Home /News /business /

Aether Industries IPO: આજે ખુલશે આ આઇપીઓ, રોકાણ કરતા પહેલા જાણી લો GMP અને અન્ય વિગતો

Aether Industries IPO: આજે ખુલશે આ આઇપીઓ, રોકાણ કરતા પહેલા જાણી લો GMP અને અન્ય વિગતો

Aether Industries IPO will open today

કેમિકલ કંપની તેના આઈપીઓમાંથી રૂ. 808.04 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. 808.04 કરોડમાંથી, કંપની નવા શેરના વેચાણથી રૂ.627 કરોડ એકત્ર કરશે, જ્યારે બાકીના રૂ.181.04 કરોડ OFS છે. બજારના નિષ્ણાતોના મતે એથર ઇન્ડસ્ટ્રીઝના શેર રૂ.21ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. કંપનીએ શેર દીઠ રૂ. 610-642 ઇશ્યૂની કિંમત નક્કી કરી છે.

વધુ જુઓ ...
    Aether Industries IPO:  આજે 24 મેના રોજ, વિશિષ્ટ કેમિકલ બનાવતી કંપની એથર ઇન્ડસ્ટ્રીઝનો IPO ખુલશે. આ ઈસ્યુમાં નાણાંનું રોકાણ કરવા માટે 26મી મે સુધીનો સમય હશે એટલે કે આ IPO 26મી મેના રોજ બંધ થશે. કંપનીના શેર 3 જૂનના રોજ BSE અને NSE પર લિસ્ટ થવાની ધારણા છે.

    કેમિકલ કંપની તેના આઈપીઓમાંથી રૂ. 808.04 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. 808.04 કરોડમાંથી, કંપની નવા શેરના વેચાણથી રૂ.627 કરોડ એકત્ર કરશે, જ્યારે બાકીના રૂ.181.04 કરોડ OFS છે. બજારના નિષ્ણાતોના મતે એથર ઇન્ડસ્ટ્રીઝના શેર રૂ.21ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. કંપનીએ શેર દીઠ રૂ. 610-642 ઇશ્યૂની કિંમત નક્કી કરી છે. એન્કર રોકાણકારો માટે, આ IPO 23 મેથી બિડિંગ માટે ખુલશે.

    બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા IPO તેમના કદમાં ઘટાડો કરી રહ્યા છે. આવતીકાલે ખુલતા આ ઈસ્યુની સાઈઝ પણ ઘટાડી દેવામાં આવી છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, કંપની રૂ. 757 કરોડના નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાની હતી પરંતુ હવે તેનું કદ ઘટાડીને રૂ. 627 કરોડ કરવામાં આવ્યું છે. આ સિવાય ઓફર ફોર સેલ હેઠળ પ્રમોટરો દ્વારા 28.2 લાખ ઈક્વિટી શેર વેચવામાં આવશે.

    આ પણ વાંચો -અબજો ડૉલરના નુક્સાન બાદ, Cryptocurrencyમાંથી ઉઠી રહ્યો છે રોકાણકારોનો ભરોસો

    આ IPOનો 50% લાયક સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત છે. 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત છે. 15% શેર રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે.

    રોકાણકારો ઓછામાં ઓછા 23 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે. પ્રાઇસ બેન્ડની ઉપરની કિંમત અનુસાર રોકાણકારોએ ઓછામાં ઓછા 14,766 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની અને એચડીએફસી ઇશ્યૂના લીડ મેનેજર છે. કંપનીના શેર 3 જૂનના રોજ BSE અને NSE પર લિસ્ટ થવાની ધારણા છે.

    આ પણ વાંચો -LICના શેરમાં સતત ઘટાડો, આજે પહોંચ્યો ઓલ ટાઇમ લો પર, ઇશ્યૂ ભાવથી 15 ટકા ઘટ્યો

    ફંડનો ઉપયોગ ક્યાં થશે?


    આ IPOમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ કંપની દ્વારા ગુજરાતના સુરતમાં સૂચિત ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની મૂડી ખર્ચની જરૂરિયાતોને પહોંચી વળવા, જૂના દેવાની ચૂકવણી કરવા અને કાર્યકારી મૂડીના ભંડોળ માટે કરવામાં આવશે. કંપનીના પોર્ટફોલિયોમાં 22 પ્રોડક્ટ્સ છે. તેઓ 17 થી વધુ દેશોની 30 કંપનીઓ તેમજ લગભગ 100 સ્થાનિક કંપનીઓને વેચવામાં આવે છે.

    કંપનીનો ચોખ્ખો નફો સતત વધી રહ્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2019માં રૂ. 23.33 કરોડ, નાણાકીય વર્ષ 2020માં રૂ. 39.96 કરોડ, નાણાકીય વર્ષ 2021માં રૂ. 71.12 કરોડ અને નાણાકીય વર્ષ 2022ના પ્રથમ નવ મહિનામાં રૂ. 82.91 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Indian Stock Market, IPO, IPO News, Share market, Stock market

    આગામી સમાચાર