Home /News /business /

શું તમે પહેલી વાર ઘર ખરીદી રહ્યા છો? તો આ પરિબળો પર જરૂરથી કરો વિચાર

શું તમે પહેલી વાર ઘર ખરીદી રહ્યા છો? તો આ પરિબળો પર જરૂરથી કરો વિચાર

ઘર ખરીદવા માટે અનેક બાબતોનું વિશ્લેષણ કરો

when buying a house: ઘર ખરીદવા માટે અનેક બાબતોનું વિશ્લેષણ કરો અને લોન લેવાની જરૂરિયાત સમજો.

દિલ્હી: હાલના સમયમાં અનેક લોકો પોતાનું ઘર ખરીદવાનું લક્ષ્ય રાખી રહ્યા છે. રિઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટાભાગના લોકો ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે. જે લોકો પહેલી વાર ઘર ખરીદી રહ્યા છે, તે લોકો માટે આ એક ખૂબ જ મોટી ચેલેન્જ છે. ઘર ખરીદવા માટે અનેક બાબતોનું વિશ્લેષણ કરો અને લોન લેવાની જરૂરિયાત સમજો. એક નાણાકીય યોજના બનાવો, યોગ્ય લોકેશન પસંદ કરો, ઘરની સાઈઝ તથા અન્ય બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. પહેલી વાર ઘર ખરીદતા લોકોને વિશેષ લાભ પ્રાપ્ત થાય છે, જે તેમને રિઅલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

ભારતમાં પહેલી વાર ઘર ખરીદતા લોકોને થતા ફાયદા

પહેલી વાર ઘર ખરીદતા લોકોને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારે રિઅલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે તક પ્રદાન કરવા સહિતની અન્ય રસપ્રદ નીતિઓની જાહેરાત કરી છે. ઈન્કમટેક્સ એક્ટ, 1961ની ઘારા 80EE અનુસાર પહેલી વાર ઘર ખરીદનાર વ્યક્તિ હાલની રકમ મર્યાદા રૂ. 2,00,000 કરતા વધારાની કર કપાત રૂ. 50,000 માટે દાવો કરી શકે છે.

આ કપાત માત્ર લોનના વ્યાજના ભાગ પર લાગુ થાય છે, જે એક સેલ્ફ ઓક્યુપાઈડ સંપત્તિ માટે લેવામાં આવે છે. આર્થિક રૂપે નબળા વર્ગ (EWS), ઓછી આવક ધરાવનાર વ્યક્તિ (LIG) અથવા મધ્યમ વર્ગના લોકો પહેલી વાર ઘર ખરીદે તો તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી હોમ લોન પર ટેક્સ સબસિડીનો દાવો કરી શકે છે.

રિઅલ એસ્ટેટમાં રોકાણ કરતા પહેલા ધ્યાનમાં લેવાની બાબતો

રિઅલ એસ્ટેટમાં રોકાણ કરતા સમયે સૌથી પહેલા ધ્યાનમાં રાખવાના પરિબળની વાત કરવામાં આવે તો પ્રોપર્ટીની મની વેલ્યુ છે કે નહીં તે ધ્યાનમાં લેવું જરૂરી છે.

તમને આ પ્રક્રિયા જટીલ લાગી શકે છે. ઘર ખરીદવા માટે કેટલીક આવશ્યક શરતો છે. જેમાં તમારે તમારી જરૂરિયાત અને બજેટ સંદર્ભે કેટલાક વિકલ્પો સાથે સરખામણી કરવી જરૂરી છે. મોટાભાગના ઘર ખરીદનારાઓના જીવનમાં માત્ર એક વાર કરવામાં આવતું રોકણ છે. આ ડીલથી વધુમાં વધુ લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે જાગૃત થવું જરૂરી છે. અહીંયા કેટલાર પરિબળો વિશે જાણકારી આપવામાં આવી છે, જેના પર તમે ઘર ખરીદતા પહેલા વિચાર કરી શકો છો.

બિલ્ડરનો ટ્રેક રેકોર્ડ એનેલાઈઝ કરો

રિઅલ એસ્ટેટમાં રોકાણ કરતા સમયે ડેવલપરની ક્રેડિબિલિટીને સમજવી જરૂરી છે. ઓનલાઈન રિવ્યૂ અને રેટિંગના યોગ્ય ડેવલપરને ફિલ્ટર કરવાની એક અલગ જ વાત હોય છે. જમીન જોઈને બિલ્ડરને ટ્રેક રેકોર્ડ વિશે પૂછપરછ કરવી જરૂરી છે. રેરા સાથે બિલ્ડરનો ટ્રેક રેકોર્ડ, કેટલા સમયમાં પૂર્ણ થયું તેની સમય મર્યાદા, નિર્માણની ગુણવત્તા વિશે જાણવું જરૂરી છે.

જરૂરિયાત અનુસાર યોગ્ય ઘરની પસંદગી કરો

એક યોગ્ય ઘર શોધવા માટે તમારી વર્તમાન જરૂરિયાતોના નિર્ધારણની આવશ્યકતા હોય છે. તમે કેટલું મોટું ઘર લેશો તે પરિવારની સંરચના અને પરિવારના સભ્યો પર નિર્ભર કરે છે. ઘરના તમામ સભ્યોને કેટલી જગ્યાની જરૂરિયાત છે તે અને હાલની જગ્યાની જરૂરિયાતમાં ફેરફારની મંજૂરી આપવા માટે કેવા ઘરની જરૂરિયાત છે, તેના આધાર પર ઘરની પસંદગી કરવી જોઈએ.

લોકેશન સર્વે

ઘર ખરીદતા પહેલા આસપાસમાં કોણ રહે છે અને કેવા પાડોશી રહે છે, તે અંગે તપાસ કરવી જરૂરી છે. તમારે એક એવી જગ્યાની જરૂરિયાત છે, જ્યાંથી સરળતાથી અન્ય જગ્યાએ અવર જવર કરી શકો. તે જગ્યા પરના સામાજિક અને આર્થિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સમજવું જરૂરી છે, જે સંપત્તિની મૂડીમાં થતી વૃદ્ધિને નિર્ધારિત કરે છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલા પોતાના પરિવાર માટે છોડી ગયા આટલી સંપત્તિ, આવો છે પરિવાર

પેપર વર્ક

ઘર ખરીદતા સમયે તમામ ડોક્યુમેન્ટને સાચવીને રાખવા જરૂરી છે. જે જગ્યાએ પ્રોપર્ટી આવેલી છે, તે વિસ્તારની સબ રજિસ્ટ્રાર ઓફિસમાં સેલ ડીડનું રજિસ્ટર કરવું જરૂરી છે. ઘર ખરીદતા પહેલા અન્ય જરૂરી ડોક્યુમેન્ટમાં RERA રજિસ્ટ્રેશન, એક્સ્ટ્રેક્ટ્સ, નો-ઓબ્જેક્શન સર્ટીફિકેટ (NOC) અને બિલ્ડીંગ પ્લાનની એક હોવી જરૂરી છે.

નાણાકીય લાભ અંગે સતર્કતા

તમે ઘરની ખરીદી અંગે વધુમાં વધુ લાભ મેળવી શકો તે માટે નાણાકીય લાભ માટે જાગૃતતા હોવી જરૂરી છે. ઉપર જણાવવામાં આવેલ છે પ્રકારે પહેલી વાર ઘર ખરીદતા લોકોને અનેક લાભ પ્રદાન કરવામાં આવે છે, જેની મદદથી તમે ઓછા પૈસે ઘરની ખરીદી કરી શકો છો.

ઘર ખરીદવું તે જીવનની એક મોટી ઉપલબ્ધિ છે. જે લોકો પહેલી વાર ઘર ખરીદી રહ્યા છે તે લોકો માટે ઉપરોક્ત જણાવવામાં આવેલ પરિબળો લાભદાયક સાબિત થશે. જેની મદદથી તમે યોગ્ય ઘરની પસંદગી કરી શકશો.

(નોંધ- ઉપરોક્ત વિચાર લેખકના અંગત વિચાર છે. જેથી સંપત્તિ ખરીદતા પહેલા યોગ્ય નિષ્ણાંતની સલાહ જરૂરથી લેવી.)
First published:

Tags: Business news, Buy home, Home loan EMI, Home tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन