Home /News /business /આ શેરની મદદથી રોકાણકારો થયા માલામાલ, માત્ર એક વર્ષમાં રૂ. 1 લાખના થઈ ગયા રૂ. 57 લાખ
આ શેરની મદદથી રોકાણકારો થયા માલામાલ, માત્ર એક વર્ષમાં રૂ. 1 લાખના થઈ ગયા રૂ. 57 લાખ
પ્રતિકાત્મક તસવીર
business gujarati news- જો તમે પણ કોઈ શેર ખરીદવાનું વિચારી રહ્યા છો તો અહીં એક એવા સ્ટોક વિશેની જાણકારી આપવામાં આવી છે, જેની મદદથી તમે લાખોપતિ બની શકો છો
નવી દિલ્હી : શેરબજાર (Stock Market) ની મદદથી રોકાણકારોએ બમ્પર કમાણી કરી છે. જો તમે પણ કોઈ શેર ખરીદવાનું વિચારી રહ્યા છો તો અહીં એક એવા સ્ટોક વિશેની જાણકારી આપવામાં આવી છે, જેની મદદથી તમે લાખોપતિ બની શકો છો. આ મલ્ટીબેગર સ્ટોક (Multibagger Stock)નું નામ આદિત્ય વિઝન (Aditya Vision share price) છે. આ શેરની મદદથી રોકાણકારોના રૂ. 1 લાખના રૂ. 57 લાખ થઈ ગયા છે.
માર્કેટ નિષ્ણાંતોએ જણાવ્યું કે વર્ષ 2021માં શેરબજારમાં રોકાણ કરીને રોકાણકાર માલામાલ થઈ ગયા છે. BSE લિસ્ટેડ કંપનીએ આખા વર્ષ દરમિયાન રોકાણકારોને ખૂબ જ ફાયદો કરાવ્યો છે. 5 કારોબારી દિવસમાંથી 4 દિવસ આ શેરના ભાવમાં વધારો થયો છે.
આદિત્ય વિઝન સ્ટોક બીએસઈ એસએમઈ (BSE SME) લિસ્ટેડ સ્ટોક છે, જે ડિસેમ્બર 2016માં લિસ્ટ થયો હતો. આજે બિહાર સ્થિત આ રિટેલર સ્ટોકની કિંમત 5 ટકા ઓછી થઈ ગઈ હતી, પરંતુ છેલ્લા 5 બિઝનેસ સેશનમાં તે રૂ. 1286.90થી વધીને રૂ. 1415.20 સુધી પહોંચી ગયો છે.
છેલ્લા એક મહિનામાં આદિત્ય વિઝનના શેરની કિંમત રૂ. 607.20થી વધીને રૂ. 1415.20 થઈ ગઈ છે. આ શેરની કિંમતમાં 133 ટકાથી અધિકનો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં આ SME લિસ્ટેડ સ્ટોકનો ઈતિહાસ જોવામાં આવે તો તે રૂ. 81.45થી વધીને પ્રતિ શેરની કિંમત રૂ. 1415.20 થઈ ગઈ છે. આ શેરધારકોને 1637 ટકા રિટર્ન મળ્યું છે.
એક વર્ષમાં 5630 ટકા રિટર્ન આપ્યું
ગયા એક વર્ષમાં આ બીએસઈ એસએમઈ લિસ્ટેડ સ્ટોક રૂ. 24.70થી વધીને રૂ. 1415.20 પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગયો છે. આ હિસાબે શેરધારકોને 5630 ટકા રિટર્ન મળ્યું છે.
આ શેરમાં રોકાણ કરવાથી કેટલું રિટર્ન મળ્યું?
ઉદાહરણ તરીકે કોઈ રોકાણકારે પાંચ દિવસ પહેલા આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હતું અને અત્યાર સુધી આ સ્ટોકમાં રોકાણ કરી રાખ્યું છે તો રૂ. 1 લાખના અત્યારે રૂ. 1.10 લાખ થઈ ગયા હશે. જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા બીએસઈ એસએમઈ કાઉન્ટરમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હશે, તો રૂ.1 લાખના રૂ. 2.33 લાખ થઈ ગયા હશે. જો 6 મહિના પહેલા આદિત્ય વિઝનના શેરમાં પૈસા રોક્યા હશે, તો રૂ. 1 લાખના 17.37 લાખ થઈ ગયા હશે.
" isDesktop="true" id="1120363" >
એક વર્ષમાં રૂ. 1 લાખના રૂ. 57.30 લાખ થયા
જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા રૂ. 1લાખ રોકાણ કર્યું હોય અને આજ સુધી તેમાં રોકાણ કરી રાખ્યું હોય તો રૂ. 1 લાખના રૂ. 57.30 લાખ થઈ ગયા હશે. આ સમયગાળામાં સ્ટોકે 5630 ટકા રિટર્ન આપ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર