Home /News /business /Aditya Birla Sun Lifeના IPOને મળી મંજૂરી, 25000 કરોડ રૂપિયા હોઇ શકે છે ઇશ્યૂ સાઇઝ

Aditya Birla Sun Lifeના IPOને મળી મંજૂરી, 25000 કરોડ રૂપિયા હોઇ શકે છે ઇશ્યૂ સાઇઝ

પ્રતિકાત્મક તસવીર

Aditya Birla Sun Life Upcoming ipo: આદિત્ય બિરલા સન લાઇફ સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી પોતાનો આઇપીઓ લાવવાની તૈયારીમાં છે. સેબી કેપિટલ આ લિસ્ટિંગ માટે આદિત્ય બિરલા સન લાઇફનું વેલ્યુએશન 22,000-24,000 રાખવા માંગે છે.

IPO Marketમાં તેજીની વચ્ચે વધુ એક આઇપીઓ માર્કેટમાં આવવાની તૈયારીમાં છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, સેબી (SEBI)એ આદિત્ય બિરલા કેપિટલના AMCની આદિત્ય બિરલા સન લાઇફ AMCના IPO સંબંધિત DRHPને મંજૂરી આપી દીધી છે. આદિત્ય બિરલા સન લાઇફ (Aditya Birla Sun Life) સપ્ટેમ્બર-ઓક્ટોબરસુધી પોતાનો આઇપીઓ લાવવાની તૈયારીમાં છે. સેબી કેપિટલ આ લિસ્ટિંગ માટે આદિત્ય બિરલા સન લાઇફનું વેલ્યુએશન 22,000-24,000 રાખવા માંગે છે. આ આઇપીઓની સાઇઝ 25,000 કરોડ રૂપિયા હોઇ શકે છે.

આઇપીઓ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ હશે
આ આઇપીઓ સંપૂર્ણ ઓફર ફોર સેલ હશે. જે અંતર્ગત આદિત્ય બિરલા સન લાઇફ એએમસીના 13.5 ટકા સ્ટોકનું વેચાણ થશે. આ ઓફર ફોર સેલમાં કંપનીના કેનેડિયન જોઇન્ટવેન્ચર પાર્ટનર સન લાઇફ પોતાના 12.5 ટકા સ્ટોકનું વેચાણ કરશે.

સન લાઇફની 49 ટકા ભાગીદારી
વર્તમાન કંપનીમાં સન લાઇફની 49 ટકા ભાગીદારી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઓફર ફોર સેલમાં આદિત્ય બિરલા પણ પોતાની એક ટકા ભાગીદારી વહેંચશે. હાલ આદિત્ય બિરલા સન લાઇફ AMCમાં આદિત્ય બિરલાની 51 ટકા ભાગીદારી છે. આદિત્ય બિરલા સન લાઇફે એપ્રિલમાં આઇપીઓ માટે DRHP દાખલ કર્યુ હતું, પરંતુ સેબીએ તે અંગે પોતાનો નિર્ણય ટાળી દીધો હતો.

આ પણ વાંચોઃ-રતન ટાટાના રોકાણવાળી કંપની આપી રહી છે બિઝનેસની તક, એક લાખના રોકાણમાં કરો મોટી કમાણી

આ પણ વાંચોઃ-Mid અને Smallcapમાં હજુ નથી લાગી બ્રેક, એક વર્ષમાં આ 16 શેર આપી શકે છે બે ડિજિટમાં વળતર

નોંધનીય છે કે, OFS એક્સચેન્જ પ્લેટફોર્મના માધ્યમથી કંપનીના પ્રમોટરો દ્વારા પોતાની ભાગીદારી ઘટાડવા માટે શેરોનું વેચાણ કરવાની બાબત સામાન્ય છે. આ પ્રકારનું વેચાણ કરીને પ્રમોટર સેબીના મિનિમમ પબ્લિક શેર હોલ્ડિંગ નિયમનું પાલન સુનિશ્ચિત કરે છે. આ પ્રકારના ઇશ્યૂ દ્વારા 10 ટકાથી વધુ ભાગીદારી રાખનારા પ્રમોટર અને શેર હોલ્ડર પોતાના શેરો વહેંચી શકે છે.
" isDesktop="true" id="1121839" >

આ વર્ષે રેકોર્ડબ્રેક સંખ્યામાં આઇપીઓ આવી રહ્યા છે. આંકડાઓ અનુસાર આઇપીઓ દ્વારા ફંડ એકત્રિત કરવાનો પણ રેકોર્ડ બની રહ્યો છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે દર વર્ષે આઇપીઓ દ્વારા લગભગ 1 લાખ કરોડ રૂપિયાની મૂડી એકત્રિત થશે. જે એક રેકોર્ડ હશે.
First published:

Tags: Business news, IPO, Omprakash Birla, SEBI

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો