Home /News /business /

ટર્મ ઇન્શ્યોરન્સ બનશે સસ્તું, આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ ઘટાડશે પ્રીમિયમ દર

ટર્મ ઇન્શ્યોરન્સ બનશે સસ્તું, આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ ઘટાડશે પ્રીમિયમ દર

ABSLI

આદિત્ય બિરલા કેપિટલ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર, આ નિર્ણયથી તેને વીમા ઉદ્યોગમાં સૌથી વધુ સ્પર્ધાત્મક ઓફર બનાવી છે

  આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (ABCL)ની જીવન વીમાની પેટા કંપની આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ (ABSNLI)એ પોતાના પ્રીમિયમ દરોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. કંપનીએ તેના ‘ABSLI DigiShiel Plan’ના પ્રીમિયમ દરમાં 15 ટકા સુધીના ઘટાડાની સત્તાવાર જાહેરાત કરી છે. આદિત્ય બિરલા કેપિટલ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર, આ નિર્ણયથી તેને વીમા ઉદ્યોગમાં સૌથી વધુ સ્પર્ધાત્મક ઓફર બનાવી છે. આ વીમા યોજનાની મુખ્ય વાત તે છે કે તે તેના ગ્રાહકોને અલગ જ સુરક્ષાની જરૂરિયાતો પૂરી પાડે છે અને તેથી તેને દરેક ગ્રાહકની ચોક્કસ સુરક્ષા જરૂરિયાતોને અનુરૂપ કસ્ટમાઇઝ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે આ યોજના નિયમિત યોજનાઓથી થોડી અલગ છે.

  કહેવાય છે કે આ યોજના 60 વર્ષની ઉંમરથી શરૂ થતા સર્વિબલ બેનિફિટ ઓપશન્સ દ્વારા ખાતરીપૂર્વક રિકરિંગ આવકનો લાભ લેવાની તક આપે છે. આ યોજના સુસંગત હોવાથી અગાઉથી નિશ્ચિત નિવૃત્તિની ઉંમરે વીમાની રકમ ઘટાડે છે. કંપનીનો દાવો છે કે તેનાથી ગ્રાહકો તેમની બાકી જવાબદારીઓ અને આ સમયે તેમના જીવનના તબક્કા અનુસાર તેમના કવરને ગોઠવી શકશે.

  આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સે વીમા યોજનાની ફ્લેક્સિબિલીટી વિશે વધુમાં જણાવ્યું કે, તે ગ્રાહકના જીવન દરમિયાન વિવિધ સુરક્ષા જરૂરિયાતો પૂરી કરે છે. વધુમાં જણાવ્યું કે, તે ગ્રાહકોને જીવન સુરક્ષા, ગંભીર બિમારી કવર અને કેટલાક રાઇડર વિકલ્પોમાંથી પસંદ કરવા માટે વિવિધ યોજના વિકલ્પો આપે છે, જે તમારી સુરક્ષા જરૂરિયાતો માટે તમારા કવરને કસ્ટમાઇઝ કરવામાં મદદરૂપ બનશે. આ લાભો તમારા પ્રિયજનો સુધી પણ લંબાઇ શકે છે.

  ABSLI DigiShield પ્લાનના ભાવ ઘટાડા અંગે આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ MD અને CEO કમલેશ રાવે વધુમાં જણાવ્યું હતું કે, “આ મહામારી અપેક્ષા કરતા વધુ સમય સુધી ચાલી. જેથી લોકો વ્યક્તિગત નાણાંકીય બાબતો પર ખેંચ અનુભવતી હતી. અમે અમારા ઉત્પાદનમાં કોઇપણ કિંમતોમાં સુધારો કરતા પહેલા રોગચાળાના અનુભવનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા છીએ. ટર્મ પ્લાન્સની માંગમાં વધારો થતાં અમે અમારા ગ્રાહકની સતત વધતી નાણાકિય જરૂરિયાતોને અનુરૂપ ABSLI DigiShield પ્લાન માટે પ્રીમિયમમાં ઘટાડાની જાહેરાત કરી છે, જે હાઇપર-પર્સનાઇઝ્યડ ટર્મ પ્લાન ઓફર છે. અમે ગ્રાહકોને આ ઘટાડેલા પ્રીમિયમ ભાવનો લાભ લેવા અપીલ કરીએ છીએ. જે તેને અને પ્રિયજનોને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.”

  કિંમતોમાં નવા ઘટાડા ઉપરાંત, એ પણ નોંધવું જોઇએ કે, આ યોજના ગ્રાહકોને વિવિધ ચુકવણીની શરતો, નીતિનો સમયગાળો અને મૃત્યુ લાભ પે-આઉટ વિકલ્પો પૂરા પાડે છે અને ફરીથી આ તમામ ગ્રાહકોની વ્યક્તિગત સુરક્ષા જરૂરિયાતોને અનુરૂપ છે. કંપનીનો દાવો છે કે આ યોજનાઓ સર્વગ્રાહી હોવાની સાથે તમારા પ્રિયજનોને સુરક્ષા પૂરી પાડવા તેમજ નિવૃત્તિ અથવા વારસાગત લક્ષ્યોને ટેકો આપીને કોઇપણ જવાબદારીઓને ઘટાડી શકે છે.

  આ પણ વાંચોનોકરી છોડો અને 50,000 લગાવી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે તગડો નફો, જાણો કેવી રીતે?

  કંપનીને વર્ષ 2000માં ઓગસ્ટમાં પેટાકંપની તરીકે સમાવિષ્ટ કરવામાં આવી હતી અને તે જાન્યુઆરી, 2001માં સંપૂર્ણપણે કાર્યરત થઇ હતી. આદિત્ય બિરલા ગ્રુપ અને સન લાઇફ ફાઇનાન્સની વચ્ચે સંયુક્ત સાહસ તરીકે તેની કલ્પના કરવામાં આવી હતી. જે કેનેડામાં તેના મૂળ સાથે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા સંસ્થા છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Insurance, Insurance Policy

  આગામી સમાચાર