Aditya Birla Sun Life AMCના શેરનું NSE પર 3% પ્રીમિયમ સાથે 715 રૂપિયા પર લિસ્ટિંગ

આદિત્ય બિરલા સન લાઇફ એએમસી આઈપીઓ (પ્રતીકાત્મક તસવીર)

Aditya Birla Sun Life AMC share Listing: એનએસઈ પર આદિત્ય બિરલા સન લાઇફ એએમસીના શેર (ABSL AMC Share)નું 715 રૂપિયા પર લિસ્ટિંગ થયું છે.

  • Share this:
    મુંબઈ: આદિત્ય બિરલા સન લાઇફ એએમસી (Aditya Birla Sun Life AMC IPO listing)ના શેરનું અનુમાન પ્રમાણે નબળું લિસ્ટિંગ થયું છે. NSE પર તેનું ફક્ત 3% પ્રીમિયમ પર લિસ્ટિંગ થયું છે. એનએસઈ પર આદિત્ય બિરલા સન લાઇફ એએમસીના શેર (ABSL AMC Share)નું 715 રૂપિયા પર લિસ્ટિંગ થયું છે. જ્યારે બીએસઈ (BSE) પર શેરનું લિસ્ટિંગ 712 રૂપિયા પર થયું હતું. શેરની ઇશ્યૂ કિંમત (Issue price) 712 રૂપિયા હતી. બજાર નિષ્ણાતો પહેલા જ અંદાજ લગાવી રહ્યા હતા કે આદિત્ય બિરલા સન લાઇફ એએમસીના શેરનું નબળું લિસ્ટિંગ થશે. આ ઉપરાંત લાંબા સમયથી શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમ (Grey Market Premium)માં પણ કોઈ નોંધપાત્ર વધારો નોંધાયો ન હતો. ઉલ્લેખનીય છે કે આશરે 2,769 કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ અંતિમ દિવસ સુધી 5.25 ગણો ભરાયો હતો.

    આદિત્યા બરિલા સન લાઇફ એએમસી ક્વાર્ટર સરેરાશ એસેટ્સ પ્રમાણે દેશની સૌથી મોટી એવી AMC છે, જે કોઈ બેંક સાથે જોડાયેલી નથી. નબળા સબ્સક્રિપ્શન અને ગ્રે માર્કેટ પ્રીમિયમમાં કોઈ ખાસ તેજી ન જોવા મળતા આઈપીઓનું લિસ્ટિંગ સારું થાય તેવી આશા નહીંવત બની હતી. જોકે, કંપનીની બેલેન્સ શીટ અને ટ્રેક રેકોર્ડ સારો છે. ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક પણ ડાયવર્સિફાઈ છે. પ્રમોટરનું બ્રેકગ્રાઉન્ડ મજબૂત છે અને બ્રાન્ડ પોઝિશન પણ સારી છે. કંપની પાસે ઇનોવેશન અને ટેક્નોલોજીના ઉપયોગનો લૉંગ ટર્મ ટ્રેક રેકોર્ડ છે. જોકે, આ તમામ સબળા પાસે છતાં રોકાણકારોએ આ આઈપીઓમાં રસ દાખવ્યો ન હતો. જોકે, આનું મોટું કારણ એ પણ હતું કે આ ઇશ્યૂ સંપૂર્ણ રીતે ઑફર ફોર સેલ હતો.

    આદિત્ય બિરલા સન લાઇફ એએમસી આઈપીઓ: (ABSL AMC IPO)

    આદિત્ય બિરલા સન લાઇફ અસેટ મેનેજમેન્ટ કંપની (ABSL AMC IPO)નો આઇપીઓ 29મી સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો. આ આઇપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ (Offer for sale) હતો. જે અંતર્ગત ABSL AMCની 13.5% ભાગીદારી વેચવામાં આવશે. જેમાં સૌથી મોટી વિક્રેતા સન લાઇફ (Sun Life) છે, જે કંપનીમાં પોતાની 49% ભાગીદારીમાંથી 12.5% હિસ્સો વેચી રહી છે. જ્યારે આદિત્ય બિરલા કેપિટલ (Aditya Birla Capitol) ફક્ત 1% હિસ્સો વેચી રહી છે. હાલ આદિત્ય બિરલા કેપિટલ પાસે કંપનીની 51% ભાગીદારી છે.

    આ પણ વાંચો: Rakesh Jhunjhunwalaએ ટાટા ગ્રુપની બે કંપનીમાં એક જ દિવસમાં કરી 1,125 કરોડ રૂપિયાની કમાણી, જાણો તમામ વિગત

    પ્રાઇસ બેન્ડ

    આઇપીઓ માટે 20 શેરના લૉટમાં બીડ કરી શકાતી હતી. આઇપીઓ માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ રૂપિયા 695-712 નક્કી હતી. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કોઈ રોકાણકારે ઓછામાં ઓછું 14,240 રૂપિયાનું રોકાણ કરવાનું હતું. રિટેલ રોકાણકાર વધારેમાં વધારે 20 લોટ માટે બીડ કરી શકતા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published: