Aditya Birla Sun Life AMC IPO: બે દિવસ પછી ખુલશે આઇપીઓ, પ્રાઇસ બેન્ડ 695-712 રૂપિયા

ABSL AMC IPO: 29મી સપ્ટેમ્બરના રોજ ખુલશે

Aditya Birla Sun Life AMC IPO: આ આદિત્ય બિરલા ગ્રુપ અને કેનેડાના સન લાઇફ ફાઇનાન્સિયલનું જોઈન્ટ વેન્ચર છે.

  • Share this:
    મુંબઈ: Aditya Birla Sun Life AMCનો IPO બે દિવસ એટલે કે 29 સપ્ટેમ્બરના રોજ ખુલશે. આઇપીઓ 1 ઓક્ટોબરના રોજ બંધ થશે. આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Price band) 695-712 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આદિત્ય બિરલા સન લાઇફ એએમસીએ Aditya Birla Sun Life Mutual Fundની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર છે. જે આદિત્ય બિરલા ગ્રુપ અને કેનાડાની સન લાઇફ ફાઇનાન્સિયલનું જોઇન્ટ વેન્ચર છે.

    આ આઇપીઓ 3.88 કરોડ ઇક્વિટી શેર માટે થશે. જેમાં આદિત્ય બિરલા કેપિટલ તરફથી 28.51 લાખ ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ હશે. જ્યારે સન લાઇફ AMC 1.60 કરોડ ઑફર ફૉર સેલ તરીકે વેચશે. આ ઑફરમાં 1,94,000 ઇક્વિટી શેર આદિત્ય બિરલા કેપિટલના શેર ધારકો માટે અનામત રાખવામાં આવ્યા છે. આઇપીઓની લોટ સાઇઝ 20 શેર અને તેના ગુણાંકમાં હશે. આઇપીઓની 50% હિસ્સો QIB રોકાણકારો અને 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે જ્યારે 15% હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત છે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલા જૂનમાં સેબીએ આ આઇપીઓની મંજૂરી ટાળી દીધી હતી. જોકે, તેનું કારણ જણાવવામાં આવ્યું ન હતું. ABSLAMCની AUM (અસેટ અન્ડર મેનેજમેન્ટ) આશરે 2,9,36,42 કરોડ રૂપિયા છે. કંપની 112 મ્યુચ્યુઅલ ફંડનું મેનેજમેન્ટ કરે છે. આ ઉપરાંત કાંપની પોર્ટફોલિયો મેનેજમેન્ટ, ઑફસોર ફંડોમાં રોકાણ કરવું અને વૈકલ્પિક રોકાણની સુવિધા આપે છે.

    Aditya Birla AMC IPO GMP:

    આદિત્ય બિરલા એએમસી આઈપીઓની પ્રાઇસ બેન્ડ જાહેર કરાયા બાદ તેનો શેર અનલિસ્ટેડ માર્કેટમાં ટ્રેડ થવા લાગ્યો હતો. હાલ ગ્રે માર્કેટમાં શેર 70 રૂપિયાના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીની ઑફર કિંમત 695-712 રૂપિયા છે.

    આ પણ વાંચો: Paras Defence IPO: લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમમાં આવી જોરદાર તેજી, જાણો લેટેસ્ટ GMP 

    માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે આજે આદિત્ય બિરલા એએમસી IPOના GMPમાં 10 રૂપિયાનો વધારો થયો છે. ગઇકાલે GMP 60 રૂપિયા પ્રતિ શેર હતું, આજે તે વધીને 70 રૂપિયા થયું છે. નિષ્ણાતોએ એમ પણ કહ્યુ હતુ કે આદિત્ય બિરલાનો શેર ગ્રે માર્કેટમાં ટ્રેડ માટે હાજર હતો ત્યારે તેનું GMP 30 રૂપિયા આસપાસ હતું. એટલે કે એક જ અઠવાડિયામાં તે આશરે ડબલ થઈ ગયું છે. નિષ્ણાતોનું માનવું છે કે આઇપીઓ ખુલ્યા બાદ તેને કેવો પ્રતિસાદ મળે છે તેના પર હવે જીએમપી (GMP)નો આધાર છે.
    Published by:Vinod Zankhaliya
    First published: