Aditya Birla AMC IPO: અલોટમેન્ટ પહેલા જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ, આ રીતે જાણો શેર લાગ્યા કે નહીં?

આદિત્ય બિરલા સન લાઇફ એએમસી આઈપીઓ (પ્રતીકાત્મક તસવીર)

Aditya Birla AMC IPO Know Latest GMP: માર્કેટ પર નજર રાખી રહેલા નિષ્ણાતોનું કહેવું છે કે આદિત્ય બિરલા એએમસી આઇપીઓ (Aditya Birla AMC IPO)નું ગ્રે માર્કેટ પ્રીમિયમ (Grey market premium) નકારાત્મક થઈ ગયું છે.

  • Share this:
    મુંબઈ. Aditya Birla AMC IPO: આદિત્ય બિરલા સન લાઇફ એએમસીનો આઇપીઓ (Aditya Birla AMC IPO) બંધ થયા બાદ હવે રોકાણકારો અને બજાર નિષ્ણાતોની નજર આઈપીઓના અલોટમેન્ટ (Allotment) અને ગ્રે માર્કેટ પ્રીમિયમ પર છે. આદિત્ય બિરલા સન લાઇફ એએમસીના આઈપીઓની અલોટમેન્ટ એટલે કે શેરની ફાળવણી છઠ્ઠી ઓક્ટોબરના રોજ થઈ શકે છે. જે બાદમાં 11મી ઓક્ટોબરના રોજ આઈપીઓની શેર બજારમાં લિસ્ટિંગ (Aditya Birla AMC IPO listing date) શક્ય છે. આશરે 2,769 કરડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ અંતિમ દિવસ સુધી 5.25 ગણો ભરાયો હતો.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Aditya Birla AMC IPO GMP)

    માર્કેટ પર નજર રાખી રહેલા નિષ્ણાતોનું કહેવું છે કે આદિત્ય બિરલા એએમસી આઇપીઓ (Aditya Birla AMC IPO)નું ગ્રે માર્કેટ પ્રીમિયમ (Grey market premium) નકારાત્મક થઈ ગયું છે. આજે કંપનીનો શેર ગ્રે માર્કેટમાં બે રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જોકે, ગ્રે માર્કેટ અનલિસ્ટેડ માર્કેટ છે, આથી રોકાણકારોએ તેના પર 100% વિશ્વાસ રાખવો જોઈએ નહીં. ગ્રે માર્કેટ પ્રીમિયમ તમને અંદાજ આપી શકે છે, પરંતુ શેર પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો તે વાત તો લિસ્ટિંગના દિવસે જ માલુમ પડશે.

    ગ્રે માર્કેટ પ્રીમયિમ શું સૂચવે છે?

    માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે કે જે રીતે આદિત્ય બિરલા સન લાઇફ એએમસીનો શેર ડિસ્કાઉન્ટ સાથે ટ્રેડ થઈ રહ્યો છે તેને જોતા આઈપીઓનું લિસ્ટિંગ પણ ડિસ્કાઉન્ટ ભાવે થઈ શકે છે. -2 રૂપિયા ડિસ્કાઉન્ટનો મતલબ એવો થાય કે આદિત્ય બિરલાન સન લાઇફ એએમસીનો શેર 710 રૂપિયા (712-2) પર લિસ્ટ થઈ શકે છે. આદિત્ય બિરલા સન લાઇફ એએમસીનો ઇશ્યૂ ભાવ 712 રૂપિયા પ્રતિ શેર છે.

    શેર લાગ્યા કે નહીં તે કઈ રીતે જાણી શકાશે?

    આદિત્ય બિરલા સન લાઇફ એએમસીના શેર લાગ્યા કે નહીં તે બે રીતે તપાસી શકાય છે. તમે BSEની અધિકૃત વેબસાઇટ (bseindia.com/investors/appli_check.aspx) પર સ્ટેટસ જોઈ શકો છે. આ ઉપરાંત આઈપીઓની અધિકૃત રજિસ્ટ્રારની વેબસાઇટ (kprism.kfintech.com/ipostatus/) પરથી પણ સ્ટેટસ જાણી શકાય છે.

    આદિત્ય બિરલા સન લાઇફ એએમસી આઈપીઓ: (ABSL AMC IPO)

    આદિત્ય બિરલા સન લાઇફ અસેટ મેનેજમેન્ટ કંપની (ABSL AMC IPO)નો આઇપીઓ 29મી સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો. આ આઇપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ (Offer for sale) હતો. જે અંતર્ગત ABSL AMCની 13.5% ભાગીદારી વેચવામાં આવશે. જેમાં સૌથી મોટી વિક્રેતા સન લાઇફ (Sun Life) છે, જે કંપનીમાં પોતાની 49% ભાગીદારીમાંથી 12.5% હિસ્સો વેચી રહી છે. જ્યારે આદિત્ય બિરલા કેપિટલ (Aditya Birla Capitol) ફક્ત 1% હિસ્સો વેચી રહી છે. હાલ આદિત્ય બિરલા કેપિટલ પાસે કંપનીની 51% ભાગીદારી છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલા vs વિજય કેડિયા vs ડોલી ખન્ના: Q2FY22માં કોને કયા શેરમાં રોકાણ કર્યું, કેટલું વળતર મળ્યું?

    પ્રાઇસ બેન્ડ

    આઇપીઓ માટે 20 શેરના લૉટમાં બીડ કરી શકાતી હતી. આઇપીઓ માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ રૂપિયા 695-712 નક્કી હતી. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કોઈ રોકાણકારે ઓછામાં ઓછું 14,240 રૂપિયાનું રોકાણ કરવાનું હતું. રિટેલ રોકાણકાર વધારેમાં વધારે 20 લોટ માટે બીડ કરી શકતા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published: