Adani Wilmar stock: Share India Securities ના રવિ સિંહનું કહેવું છે કે, અદાણી વિલ્મરના શેરને તેના ફન્ડામેન્ટલથી મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. આ સાથે જ હાલની સ્થિતિમાં તેની ટેક્નિકલ ચાર્ટ પેટર્ન ખૂબ સારી નજરે પડી રહી છે.
મુંબઈ. Adani Wilmar stock: અદાણી વિલ્મરના શેરમાં તેજી ચાલુ જ છે. અદાણી ગ્રુપ (Adani Group)ની આ કંપનીના શેરમાં સતત છઠ્ઠા સત્રમાં તેજી ચાલુ છે. આજે NSE પર અદાણી વિલ્મર શેરે ₹542.70 રૂપિયાનો નવો હાઈ બનાવ્યો છે. આજે એટલે કે 1 એપ્રિલ, 2022ના રોજ ટ્રેડિંગ સેશન દરમિયાન શેર આશરે 9 ટકાના અપસાઇડ ગેપ સાથે ખુલ્યો હતો. આ સાથે જ શેરે નવો લાઇફ ટાઈમ (Adani stock lifetime high level) હાઈ બનાવ્યો હતો. બપોરે 1.30 વાગ્યે અદાણી વિલ્મરનો શેર અપર સર્કિટમાં હતો.
સ્ટૉક માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે અદાણી વિલ્મરને હાલ મજબૂત ફન્ડામેન્ટલ અને કરન્ટ સ્થિતિએ મળી રહેલા ટેક્નિકલ સપોર્ટનો ફાયદો મળી રહ્યો છે. સ્ટોકના તમામ ટેક્નિકલ ઇન્ડિકેટર્સ જેવા કે RSI, MACD, Oscillators અને MAS તેમાં ડેલી બેઝિસ પર બુલ રનને સપોર્ટ કરી રહ્યા છે.
બજાર નિષ્ણાતોનો અભિપ્રાય
Share India Securities ના રવિ સિંહનું કહેવું છે કે, અદાણી વિલ્મરના શેરને તેના ફન્ડામેન્ટલથી મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. આ સાથે જ હાલની સ્થિતિમાં તેની ટેક્નિકલ ચાર્ટ પેટર્ન ખૂબ સારી નજરે પડી રહી છે. કંપનીએ તાજેતરમાં ખાણના બિઝનેસમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કંપની દેશના અનેક રાજ્યોમાં સ્થાનિક રાઇસ બ્રાન્ડ્સ અને પ્રોસેસિંગ યૂનિટોને ખરીદવા પર વિચાર કરી રહી છે. જેના પગલે શેરની કિંમતને ખૂબ સપોર્ટ મળ્યો છે.
Marwadi Financial Services ના જય ઠક્રનું કહેવું છે કે Adani Wilmar ના શેરમાં તેજીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આખી દુનિયામાં કોમોડિટીની કિંમતમાં વધારોનો ફાયદો કંપનીને મળી રહ્યો છે. તેમાં પણ પામ તેલની કિંમતમાં વધારો કંપની માટે ફાયદાકારક સાબિત થયો છે. ભવિષ્યમાં પણ થોડા સમય સુધી કોમોડિટીની કિંમતોમાં તેજી ચાલુ રહેવાની આશા છે. જેથી કંપનીને પોતાની બાકીને ઇન્વેન્ટ્રી પર વધેલા માર્જિનનો ફાયદો મળશે.
અદાણી વિલ્મરના શેરની કિંમતના ઇતિહાસ પર નજર કરીએ તો લિસ્ટિંગ પછી શેરમાં બે ગણી તેજી આવી ગઈ છે. અદાણી વિલ્મરે આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 218-230 રૂપિયા રાખી હતી. જેમને આઈપીઓ વખતે શેર લાગ્યા હશે તેમને અત્યારસુધી આ શેરમાં 135 ટકા રિટર્ન મળી ચૂક્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર