Home /News /business /

Adani Wilmar stock: લિસ્ટિંગના બીજા દિવસે અદાણી વિલ્મરના શેરમાં લાગી અપર સર્કિટ, રોકાણકારોએ કઈ રણનીતિ અપનાવવી?

Adani Wilmar stock: લિસ્ટિંગના બીજા દિવસે અદાણી વિલ્મરના શેરમાં લાગી અપર સર્કિટ, રોકાણકારોએ કઈ રણનીતિ અપનાવવી?

અદાણી વિલ્મર (પ્રતીકાત્મક તસવીર)

Adani Wilmar Stock: 8મી ફેબ્રુઆરીના રોજ અદાણી વિલ્મરના શેરનું એનએસઈ પર 227 રૂપિયા પ્રતિ શેર લેખે લિસ્ટિંગ થયું હતું. કંપનીની ઇશ્યૂ કિંમત 230 રૂપિાય છે. જોકે, લિસ્ટિંગ બાદ શેરની કિંમતમાં તેજી આવી હતી. એટલે કે લિસ્ટિંગ બાદ આ શેરમાં 40 ટકા જેવી તેજી આવી ચૂકી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: અદાણી વિલ્મરના શેર (Adani Wilmar Stock)માં લિસ્ટિંગના બીજા દિવસે એટલે કે આજે (9 ફેબ્રુઆરી) 20 ટકાની અપર સર્કિટ (Adani Wilmar share upper circuit) લાગી છે. અદાણી વિલ્મરના શેરનું 8મી ફેબ્રુઆરીના રોજ ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ (Adani Wilmar IPO listing) થયું હતું. જોકે, લિસ્ટિંગ બાદ શેરમાં તેજી આવી હતી. લિસ્ટિંગના દિવસે શેર બીએસઈ પર 265.20 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો. આજે શેર 318.20 રૂપિયાના સ્તર પર શેરમાં અપર સર્કિટ લાગી ગઈ હતી. આજે બીએસઈ પર શેર 274 રૂપિયા પર ખુલ્યો હતો.

    શેરનું ડિસ્કાઉન્ડ ભાવે લિસ્ટિંગ

    8મી ફેબ્રુઆરીના રોજ અદાણી વિલ્મરના શેરનું એનએસઈ પર 227 રૂપિયા પ્રતિ શેર લેખે લિસ્ટિંગ થયું હતું. કંપનીની ઇશ્યૂ કિંમત 230 રૂપિાય છે. જોકે, લિસ્ટિંગ બાદ શેરની કિંમતમાં તેજી આવી હતી. એટલે કે લિસ્ટિંગ બાદ આ શેરમાં 40 ટકા જેવી તેજી આવી ચૂકી છે. અદાણી વિલ્મરના શેર અંગે બજાર નિષ્ણાતોનું કહેવું છે કે હાલ સ્ટૉકની સારી કિંમત છે. આટલા ઉછાળા બાદ નવા લિસ્ટેડ FMCG Stockમાં પ્રૉફિટ બુકિંગની સલાહ છે.

    પ્રૉફિટ બુકિંગથી ઘટાડો આવી શકે

    લાઇવમિન્ટમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના હેડ ઑફ રિસર્ચ અવિનાશ ગોરક્ષકરે કહ્યુ કે, "હાલના સ્તરે અદાણી વિલ્મરની યોગ્ય કિંમત છે. મારી સલાહ છે કે શોર્ટ ટર્મ વ્યૂ રાખતા લોકો આ શેરમાં પ્રોફિટ બુકિંગ કરી લે કારણ કે લિસ્ટિંગ બાદ એફએમસીજી શેરમાં સટોડિયાનો રસ વધી રહ્યો છે. લોંગ ટર્મ વ્યૂ રાખનારા લોકો 265થી 270 રૂપિયાનો સ્ટૉપલૉસ ધ્યાનમાં રાખે. કારણ કે પ્રોફિટ બુકિંગને પગલે શેરની કિંમત ઘટવાની પૂરેપૂરી શક્યતા છે."

    330 રૂપિયાનું સ્તર જોવા મળી શકે

    આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ કહ્યું કે, "અદાણી વિલ્મરના શેરે ઉપરની બાજુએ 300 રૂપિયાનું સ્તર તોડી દીધું છે. હાલ શેર 300 રૂપિયા ઉપર છે. આથી જે લોકો પાસે અદાણી વિલ્મરના શેર છે તેઓ 325-330 રૂપિયાના શોર્ટ ટર્મ ટાર્ગેટ માટે 268 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે હોલ્ડ કરી શકે છે."

    કેટલા ભાવે થયું લિસ્ટિંગ? (Adani Wilmar Stock price)

    BSE પર અદાણી વિલ્મરના શેરનું 3.91% ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું હતું. 230 રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે બીએસઈ પર અદાણી વિલ્મરનો શેર 221 રૂપિયા પર ખુલ્યો હતો. એટલે કે રોકાણકારોને એક શેર દીઠ 9 રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.

    NSE પર અદાણી વિલ્મરના શેરનું 1.30% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ થયું હતું. 230 રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે NSE પર અદાણી વિલ્મરનો શેર 227 રૂપિયા પર ખુલ્યો હતો. એટલે કે રોકાણકારોને શેર દીઠ ત્રણ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.

    આ પણ વાંચો:  આ મલ્ટીબેગર સ્ટોકે એક વર્ષમાં રોકાણકારોને આપ્યો બમણો નફો

    17.37 ગણો ભરાયો હતો (Adani Wilmar IPO subscription)

    અદાણી વિલ્મરનો આઈપીઓ 27મી ફેબ્રુઆરીના રોજ ખુલ્યો હતો અને 31મી ફેબ્રુઆરીના રોજ બંધ થયો હતો. આઈપીઓને સારો પ્રતિસાદ મળ્યો હતો. અંતિમ દિવસ સુધી આઈપીઓ 17.37 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 3.92 ટકા ભરાયો હતો.

    શેરબજારમાં લિસ્ટ થનારી અદાણી જૂથની સાતમી કંપની

    અદાણી વિલ્મર શેરબજારમાં લિસ્ટ થનારી અદાણી જૂથની સાતમી કંપની છે. અદાણી ગ્રુપની અન્ય કંપનીઓમાં Adani Enterprises, Adani Ports and Special Economic Zones Ltd, Adani Transmission Ltd, Adani Power Ltd, Adani Total Gas Ltd અને Adani Green Energy Ltd સામેલ છે.

    કંપનીનો બિઝનેસ

    Adani Wilmar ગૌતમ અદાણીની માલિકીના અદાણી જૂથ તેમજ સિંગાપુરના વિલ્મર ગ્રુપ વચ્ચે 50:50 ભાગીદારી ધરાવતું સંયુક્ત સાહસ છે. કંપની ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલ વેચે છે. ખાદ્ય તેલ ઉપરાંત કંપની ચોખા, ખાંડ અને લોટ પણ વેચે છે. આ ઉપરાંત કંપની સાબુ, હેન્ડવોશ અને સેનિટાઇઝર જેવા ઉત્પાદનો પણ વેચે છે.

    આ પણ વાંચો:આઈઆરસીટીસીના ચોખ્ખા નફામાં 167.41 ટકાનો જંગી વધારો

    દુનિયાના 19થી વધારે દેશમાં તેલની નિકાસ

    ભારતમાં અદાણી વિલ્મર કંપનીની ફૉર્ચ્યૂન બ્રાન્ડનો ખાદ્ય તેલમાં હિસ્સો 20 ટકા છે. દેશમાં કંપની પાસે 40 યૂનિટ છે. અહીં દરરોજ 16,800 ટનથી વધારે તેલ રિફાઇનિંગ થાય છે. કંપનીની બીજ પેલાણની ક્ષમતા 6,000 ટન પ્રતિદિન છે. જ્યારે પેકિંગની ક્ષમતા 12,900 ટન પ્રતિ દિન છે. કંપની દુનિયાના 19થી વધારે દેશમાં નિકાસ કરે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips, અદાણી

    આગામી સમાચાર