Home /News /business /Adani Wilmar: અદાણી વિલ્મર શેરમાં દોઢ મહિનામાં જ રોકાણકારોના નાણાં થઈ ગયા ડબલ, જાણો તેજીના કારણો

Adani Wilmar: અદાણી વિલ્મર શેરમાં દોઢ મહિનામાં જ રોકાણકારોના નાણાં થઈ ગયા ડબલ, જાણો તેજીના કારણો

અદાણી વિલ્મર (પ્રતીકાત્મક તસવીર)

Adani Wilmar stock: શેર ઇન્ડિયા સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ (રિસર્ચ) રવિ સિંહે જણાવ્યું હતું કે, હાલના સ્તરે મજબૂત ફંડામેન્ટલ અને ટેક્નિકલ સપોર્ટને કારણે અદાણી વિલ્મરના શેર મજબૂત બની રહ્યા છે.

મુંબઇ. Multibagger IPO Adani Wilmar: અદાણી વિલમર (Adani Wilmar)ના શેરમાં રોકાણકારો (Investors)ને તોતિંગ નફો થયો છે. માત્ર બે મહિનામાં જ અદાણી વિલમરે ઈશ્યૂ પ્રાઈઝ (Adani Wilmar issue price)ની સરખામણીએ રોકાણકારોનું રોકાણ બે ગણું કરી નાખ્યું છે. આંકડા મુજબ અદાણી વિલ્મરનો શેર મંગળવારે પહેલી વખત રૂ.500ની સપાટીને પાર કરી ગયો હતો. NSE પર આ શેર 504.65ની કિંમતે ટ્રેડ થયો હતો. અત્યારે આ તેનો ઓલ ટાઈમ હાઈ (Adani Wilmar all time high) છે.

લાઇવમિન્ટના રિપોર્ટ અનુસાર, શેર બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, અદાણી વિલ્મરના શેરમાં ઉછાળાના બે કારણો છે. એક કારણ રૂચિ સોયા FPO (Ruchi Soya FPO)થી FMCG માર્કેટના ખાદ્યતેલ સેગમેન્ટને નવો વેગ આપી રહી હોવાનું છે. જ્યારે બીજું કારણ પામ ઓઇલના ભાવમાં વધારો અદાણી વિલ્મરને તેની અનસોલ્ડ ઇન્વેન્ટરી પર 14 ટકાનો માર્જિન બેનિફિટ આપી રહ્યો હોવાનું છે.

અદાણી વિલમરને વર્તમાન સ્તરે ટેકનિકલ સપોર્ટ મળ્યો


શેર ઇન્ડિયા સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ (રિસર્ચ) રવિ સિંહે જણાવ્યું હતું કે, હાલના સ્તરે મજબૂત ફંડામેન્ટલ અને ટેક્નિકલ સપોર્ટને કારણે અદાણી વિલ્મરના શેર મજબૂત બની રહ્યા છે. તેના RSI, MACD, ઓસિલેટર અને MAS સહિતના તમામ ટેકનિકલ ઈન્ડિકેટર્સ રોજિંદી તેજીને સપોર્ટ કરી રહ્યા છે. સ્ટેપલ્સ પર કંપનીનો દાવ અને અમુક રાજ્યોમાં પ્રાદેશિક ચોખાની બ્રાન્ડ અને પ્રોસેસિંગ એકમો હસ્તગત કરવાના પ્રયત્નો પણ સ્ટોકને મજબૂત બનાવી રહ્યા છે.

આ પણ વાંચો: ઇન્કમ ટેક્સ સેક્શન 80C સિવાય અન્ય સેક્શન હેઠળ કેટલો ટેક્સ બચાવી શકાય

આ ક્વાર્ટરના પરિણામ સારા આવી શકે


જીસીએલ સિક્યોરિટીઝના વાઇસ ચેરમેન રવિ સિંઘલે જણાવ્યું હતું કે, રૂચિ સોયાના FPOથી FMCG બિઝનેસના ખાદ્ય તેલ સેગમેન્ટને નવી ગતિ મળી છે. પરિણામે અદાણી વિલ્મરને ટૂંકા ગાળામાં ફાયદો થઈ રહ્યો છે. અત્યારના સમયમાં પામ ઓઇલના ભાવમાં 14 ટકાની મજબૂતી સાથે કંપનીને તેના તેલની અનસોલ્ડ ઇન્વેન્ટરી પર માર્જિન બેનિફિટ મળી રહ્યો છે. પામ ઓઈલમાં આ તેજી યથાવત રહેવાની આશા છે, જેના કારણે આ ક્વાર્ટર માટે કંપનીના પરિણામ સારા રહી શકે છે.

આ પણ વાંચો: બુધવારે આ છ શેરમાં જોવા મળી શકે છે ઉછાળો, જાણો કારણ અને શેરના નામ

રોકાણ કરતા પહેલા 15-20 ટકા પ્રોફિટ બુકિંગની રાહ જુઓ


મની મેકર્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર (IBBM) અનુજ ગૌરે જણાવ્યું હતું કે, વસ્તી સતત વધી રહી હોય અને શહેરી સંસ્કૃતિ ઝડપથી ફેલાઈ રહી હોય તેવા ભારત જેવા દેશોમાં રેડી ટૂ કુક ફૂડની માંગ ઝડપથી વધશે. અદાણી વિલમરના શેરમાં વધારાનું આ સંભવિત કારણ છે. જો કે, હાલના સ્તરે આ સ્ટૉકમાં ખરીદી ન કરવી જોઈએ અને લગભગ 15-20 ટકા પ્રોફિટ બુકિંગની રાહ જોવી જોઈએ.

(Disclaimer: અહીં અપાયેલા વિચાર તજજ્ઞોના વ્યક્તિગત વિચાર હોય છે. વેબસાઈટ કે મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. જેથી કોઈપણ પ્રકારના મૂડીરોકાણનો નિર્ણય લેતા પહેલા સર્ટિફાઇડ એક્સપર્ટની સલાહ લેવી હિતાવહ છે.)
First published:

Tags: Adani Group, Adani wilmar, Investment, Share market, Stock market, Stock tips