નવી દિલ્હી: અદાણી વિલ્મર (Adani Wilmar) શેરમાં શુક્રવારે પણ લોઅર સર્કિટ ફટકારી હતી. છઠ્ઠી મેના રોજ સવારે શેર રૂ. 34ના ઘટાડા સાથે ખૂલ્યો હતો અને ઇન્ટ્રાડેમાં રૂ. 660 ની હાઈ પર પહોંચ્યો હતો. જોકે, શેર તેજીને ટકાવી શક્યો ન હતો અને તેની શરૂઆતના ભાવથી નીચે સરકીને 5 ટકાની નીચલી સર્કિટ (Adani wilmar stock hit lower circuit)ને હીટ કરતો જોવા મળ્યો હતો. આ મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock) છેલ્લા 6 ટ્રેડિંગ સેશનથી સતત નીચે જઈ રહ્યો છે અને આ સમયગાળામાં લગભગ 23 ટકા ઘટ્યો છે.
શા માટે બોલી ગયો કડાકો?
શેરબજારના નિષ્ણાતોના મતે અદાણી વિલ્મરના શેર અંડર સર્વેલન્સ (ASM) હેઠળ રાખવામાં આવ્યા છે. જેના કારણે આ સ્ટોકમાં સટ્ટાબાજી બંધ થઈ ગઈ છે, જે આ કાઉન્ટરમાં જંગી ઘટાડાનું કારણ છે. માર્કેટ એનાલિસ્ટ કહે છે કે, જ્યાં સુધી આ સ્ટોક દેખરેખ હેઠળ છે, ત્યાં સુધી તેમાં ઘટાડો થતો રહેશે, કારણ કે આ શેર તેના વાસ્તવિક વેલ્યુએશન કરતા ઘણા ઊંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
અદાણી વિલ્મરના શેર પર વાત કરતા પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝ (Profitmart Securities)ના અવિનાશ ગોરક્ષકરે કહ્યું કે, આ સ્ટોક એએસએમ (મોનિટરિંગ) માં મૂકવામાં આવ્યો છે જેના કારણે તેમાં સટ્ટાબાજી બંધ થઈ ગઈ છે. તદુપરાંત, તે તેના વાસ્તવિક મૂલ્યાંકન કરતાં વધુ સારી રીતે આગળ વધી ગયો છે, તેથી નાનું નેગેટિવ ટ્રિગર પણ મોટા કડાકાને ટ્રિગર કરવા માટે પૂરતું હતું અને તે જ આપણે જોઈ રહ્યા છીએ. આ સ્ટોક ફક્ત છૂટક રોકાણકારોના આધારે જ જમ્પ કરી રહ્યો હતો, આ સ્ટોક લિસ્ટ થયો ત્યારથી, તેમાં કોઈ HNI અથવા મ્યુચ્યુઅલ ફંડ તરફથી કોઈ રોકાણ કરવામાં આવ્યું નથી.
રૂ. 550 સુધી જઈ શકે ભાવ
ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયા કહે છે કે, અદાણી વિલ્મરનો શેર 600 રૂપિયા સુધી નીચે જઈ શકે છે. જો આ સ્તર તૂટે છે તો આ ઘટાડો રૂ. 550 સુધી જઈ શકે છે. હાલમાં સ્ટોક રૂ. 600-690ની રેન્જમાં આગળ વધી રહ્યો છે અને આ રેન્જનો ઉપરનો છેડો મજબૂત અવરોધ તરીકે કામ કરી રહ્યો છે.
નોંધનીય છે કે, અદાણી વિલ્મરના શેરમાં વર્ષ 2022ની શરૂઆતથી જ તેજી જોવા મળી રહી છે. 2022માં અત્યારસુધીમાં આ શેરે 140 ટકા રિટર્ન આપ્યું છે. અદાણી વિલ્મરે તાજેતરમાં રૂ. 1 લાખ કરોડની માર્કેટ કેપિટલનો બેન્ચમાર્ક બનાવ્યો છે, જે છેલ્લા 6 દિવસમાં ઘટીને રૂ. 84000 કરોડ પર આવી ગયો છે.
(ખાસ નોંધ: ઉપર જણાવવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર