અદાણી વિલ્મરનો ટાર્ગેટ 2027 સુધીમાં સૌથી મોટી ફૂડ કંપની બનવાનો છે. કંપની સતત આ દિશામાં આગળ વધી રહી છે. કંપની કન્ઝ્યૂમર સેગમેન્ટમાં તેનો પાયો મજબૂત કરવાનું કામ કરી રહી છે.
આ વર્ષે શેર બજારમાં અનેક IPO બહાર પાડવામાં આવ્યા છે. જો તમે પણ શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો અહીં તમારા માટે મહત્વના સમાચાર છે. અદાણી ગૃપ થોડા સમયમાં Adani Wilmer IPO બહાર પાડશે. અદાણી ગૃપની યોજના અદાણી વિલ્મરને લિસ્ટ કરવાની છે. આ IPO બહાર પાડીને કંપની 1 અરબ ડોલર એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. ગૌતમ અદાણીનું આ ગૃપ પોર્ટથી લઈને પાવર સુધીના કારોબારમાં લાગેલું છે.
મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર અદાણી વિલ્મરનો ટાર્ગેટ 2027 સુધીમાં સૌથી મોટી ફૂડ કંપની બનવાનો છે. કંપની સતત આ દિશામાં આગળ વધી રહી છે. કંપની કન્ઝ્યૂમર સેગમેન્ટમાં તેનો પાયો મજબૂત કરવાનું કામ કરી રહી છે.
જાણકારી
સૂત્રો અનુસાર જાણકારી મળી છે કે, “અદાણી વિલ્મરના કારોબારની સાઈઝ મોટી અને સારી છે. તેમની પાસે ડાયવર્સીફાઇડ પોર્ટફોલિયો છે. કંપની લિસ્ટિંગની મદદથી રૂ. 7000 કરોડથી લઈને રૂ. 7500 કરોડ એકત્ર કરવા ઈચ્છે છે. જોકે, હજી સુધી આ રકમ ફાઈનલ કરવામાં આવી નથી.”
અન્ય સૂત્રની મદદથી મનીકંટ્રોલે જણાવ્યું કે અદાણી ગૃપનો મોટાભાગનો બિઝનેસ ઈંફ્રા સાથે જોડાયેલ છે. કંપની કન્ઝ્યૂમર બિઝનેસમાં તેની વેલ્યુમાં વૃદ્ધિ કરી શકે છે. અદાણી વિલ્મર માટે 8 અરબ ડોલરથી લઈને 9 અરબ ડોલર સુધીની વેલ્યુનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અદાણી ગૃપના આ સેગમેન્ટમાં મધર ડેરીની ધારા, નેચર ફ્રેશ, Cargill, મૈરિકોનું સફૌલા, એગ્રો ટેક ફૂડ્સનું સનડ્રોપ અને પતંજલિ ઓઈલ હોઈ શકે છે. સાથે જ રામદેવની કંપની Ruchi Soyaને પણ ટક્કર આપશે.
કારોબાર
અદાણી વિલ્મરના એડિબલ ઓઈલમાં અનેક પ્રોડક્ટ્સ છે. દરેક ઘરમાં Fortune Oilનો ઉપયોગ કરવામાં આવે છે. કંપની ચોખા, સોયાબીન, બેસન, દાળ, વનસ્પતિ, ખીચડી, સાબુ, લોટ, ખાંડ સહિત અનેક પ્રોડક્ટ તૈયાર કરે છે. મોટાભાગની પ્રોડક્ટ Fortune બ્રાંચના નામથી આવે છે.
1999માં “ફોર્ચ્યુન” ની શરૂઆત થઈ
અદાણી વિલ્મર એડિબલ ઓઈલ “ફોર્ચ્યુન” બનાવે છે. જેની શરૂઆત વર્ષ 1999માં થઈ હતી. ત્યારબાદ આ પ્રોડક્ટમાં લોકોનો વિશ્વાસ વધતો ગયો. અદાણી વિલ્મર અદાણી ગૃપ અને સિંગાપોરની કંપની વિલ્મરે જોઈન્ટ વેન્ચર સાથે કારોબાર કર્યો. આ એશિયાનું સૌથી મોટુ એગ્રી બિઝનેસ ગૃપ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર